________________
આવશ્યકસૂત્ર-ટિપ્પણક, શતકનામાકર્મગ્રંથ પર વિવરણ, અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ, ઉપદેશમાલા અપરનામ પુષ્પમાલા સ્વોપત્તવૃત્તિ, જીવસમાસવૃત્તિ, ભવભાવના સ્વોપજ્ઞવૃત્તિ સહ, નંદિસૂત્ર-ટિપ્પણક, વિશેષાવશ્યક-બૃહદ્-વૃત્તિ આદિ. વાદીદેવસૂરિ
વિક્રમ સંવત ૧૧૮૧ની કાળ હતો. સિદ્ધરાજની રાજયસભામાં દિગંબરાચાર્ય સાથે વાદ થયો, ત્યારથી દેવસૂરિ વાદીદેવસૂરિ નામે ઓળખાવા લાગ્યા. વિક્રમ સંવત ૧૧૪૩માં જન્મેલ, નવવર્ષની વયે સંવત ૧૧૫૨ દીક્ષા લઇ સંવત ૧૧૭૪માં આચાર્યપદ પામેલા આ આચાર્યને અનેક શિષ્યો હતા. તેમણે પ્રમાણનયતત્વાલંકાર નામે જૈન ન્યાય ગ્રંથ રચેલો. તેના પર સ્વોપજ્ઞ ટીકા નામે સ્યાદ્-વાદ રત્નાકારની રચના કરી.
અમરચંદ્રસૂરિ અને હરિભદ્રસૂરિ
નાગેન્દ્ર ગચ્છીય શાંતિસૂરિના શિષ્ય અમરચંદ્રસૂરિ થયા. તેમણે બાલ્યાવસ્થામાં અનેક વાદીને જીતેલા હતા. સિદ્ધાંતાર્ણવ નામક મહાગ્રંથ રચેલ.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [35]
મુનિ દીપરત્નસાગરજી