________________
આ ગચ્છના મહેન્દ્રસૂરિના એક શિષ્ય આનંદસૂરિ હતા. તેમના શિષ્ય હરિભદ્રસૂરિ નામે થયેલા તેઓને કલિકાલગૌતમનું બિરુદ મળેલું. તેમણે તત્વપ્રબોધાદિક અનેક ગ્રંથો રચેલા હતા.
બૃહદ્વચ્છમાં માનદેવસૂરિના પરિવારમાં પણ એક હરિભદ્રસૂરિ થયાની વાત છે, જેમણે સંવત ૧૧૭૨માં બંધસ્વામિત્વ-ષડશીતિ આદિ કર્મગ્રંથ પર વૃત્તિ, પ્રાકૃત ભાષામાં મુનિપતિચરિત્ર અને શ્રેયાંસચરિત રચ્યા. આગમિક વિચારસાર પ્રકરણ-વૃત્તિ, પ્રશમરતિ પર વૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ રચી.
જિનેશ્વરસૂરિ
સંવત ૧૧૭૫-પ્રાકૃતમાં મલ્લિનાથચરિત્ત રચ્યું છે.
વિજયસિંહસૂરિ
ચંદ્રગથ્વીય સર્વદેવના પટ્ટધર શાંતિ-સૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર પર વિક્રમ સંવત ૧૧૮૩ માં ૪૫૦૦ લોકપ્રમાણ ચૂર્ણિ રચી.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [36]
મુનિ દીપરત્નસાગરજી