________________
સંવત ૧૨૩૦થી ૧૨૯૯નો સાહિત્યકાળ
વાદી દેવસૂરિના પ્રશિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થલ નામનો ગ્રંથ રચેલો જે ખરતરગચ્છના જિનપતિસૂરિના મતાનુયાયીના ખંડનરૂપ છે. તેની સામે જિનપતિસૂરિએ પ્રબોધ્યવાદસ્થલ નામનો ગ્રંથ રચ્યો.
સંવત ૧૨૩૩માં જિનપતિસૂરિએ તીર્થમાલા, સંઘપદક બૃહદ્રવૃત્તિ, પંચલિંગી વિવરણ આદિ ગ્રંથો રચ્યા.
સંવત ૧૨૩૩માં વાદીદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ નેમિનાથ ચરિયું અને ૧૨૩૮માં ઉપદેશમાલા પર દોઘટ્ટી ટીકા રચી. તદુપરાંત સ્યાદવાદ રત્નાકાર પર રત્નાવતારિકા ટીકા રચી.
વાદીદેવસૂરિના શિષ્ય મહેશ્વરસૂરિએ પાક્ષિકસપ્તતિ પર સુખપ્રબોધિની વૃત્તિ રચી. સંવત ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ કુમારપાલ પ્રતિબોધ રચ્યો.
સંવત ૧૨૪૩માં યશોઘોષસૂરિના શિષ્ય હેમપ્રભ સૂરિએ પ્રશ્નોત્તરરત્નમાલાવૃત્તિ રચી. સંવત ૧૨૪૬માં
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [51]
મુનિ દીપરત્નસાગરજી