________________
જયતિહુઅણસ્તોત્ર રચ્યું. સંવત ૧૧૨૩માં સિદ્ધસેનસૂરિએ વિલાસવઈકહા રચી. દેવચંદ્રસૂરિએ સુલસાખ્યાન રચ્યું. દેવચંદ્રસૂરિએ ૧૧૬૦માં રચેલ શાંતિનાથચરિત્રમાં, વર્ધમાનસૂરિએ રચેલ ઋષભચરિત્રમાં તેમજ સંવત ૧૧૯૯માં લક્ષ્મણગણિએ રચેલ સુપાસનાહચરિયંમાં પણ અપભ્રંશ ભાષાનો પ્રયોગ કેટલેક સ્થાને જોવા મળે છે.
આ જ સમયગાળામાં જિનદત્તસૂરિ રચિત ચર્ચરી, ઉપદેશ-રસાયનરાસ, કાલસ્વરૂપફુલક જોવા મળે છે.
વાદીદેવસૂરિએ પણ બારમી સદીમાં પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિનું સ્તવન રચેલ છે. સંવત ૧૨૧૬માં થયેલા હરિભદ્રસૂરિનું નેમિનાહચરિયું પણ પ્રાકૃત-અપભ્રંશ માં છે.
અપભ્રંશ સાહિત્યનું આ તો કિંચિત દર્શનમાત્ર છે. વાસ્તવિક રીતે તો અપભ્રંશ સાહિત્ય પર જ એક આખું પુસ્તક તૈયાર થઇ શકે તેમ છે.
-0-----0- --O
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [50] મુનિ દીપરત્નસાગરજી