________________
વિક્રમની આઠમી થી બારમી સદી
અપભ્રંશ સાહિત્યકાળ -
હેમચંદ્રાચાર્યએ અપભ્રંશ વ્યાકરણ રચેલું, તેથી તે યુગમાં અને તે પૂર્વે પણ અપભ્રંશ સાહિત્ય રચાયું હશે, તેમ અનુમાન તો થઈ જ શકે છે. ગુજરાતી ભાષાની જનની પણ અપભ્રંશ ભાષા કહેવાય છે. જો કે આપણું આ લેખનું કાર્યક્ષેત્ર શ્રમણો છે તેથી ગૃહસ્થરચિત કૃતિઓનો ઉલ્લેખ કરતા નથી. અન્યથા સ્વયંભૂદેવ, કવિ ધનપાલ આદિ ગૃહસ્થોનો ઉલ્લેખ જરૂર કરવો પડે.
અહી અમે શ્રમણોની શ્રેતોપાસનાને જ આ વિભાગમાં સ્વીકારી હોવાથી શ્રમણો દ્વારા થયેલા મૃતોપાસનાજન્ય સાહિત્યનો જ ઉલ્લેખ કરીએ છીએ.
અગિયારમી સદીમાં મહેશ્વરસૂરિએ સંયમમંજરી રચી. શ્રી ચંદ્રમુનિએ ૫૩ સંધિ (સર્ગ) માં કથાકોષ રચ્યો. સંવત ૧૦૭૬માં સાગરદત્તે જંબુસ્વામીચરિત્ર રચ્યું.
પદ્મકીર્તિએ ૧૮ સંધિમાં પાર્થપુરાણ રચ્યું. બારમી સદીમાં નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ ૩૩ ગાથામાં શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [49] મુનિ દીપરત્નસાગરજી