________________
કે, સત્ય હરિશ્ચંદ્ર નાટક, કૌમુદી મિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ, રાઘવાક્યુદય, યાદવાલ્યુદય, યદુવિલાસ, રઘુવિલાસ, નવવિલાસ, મલ્લિકામકરંદપ્રકરણ, રોહિણીમૃગાંકપ્રકરણ, વનમાલા આદિ નાટકો, કુમારવિહાર શતક, સુધાકલશ, હૈમબૃહ-વૃત્તિન્યાસ, ત્રણેક-દ્વાત્રિશિકા, કેટલાક સ્તવન અને સ્તોત્રો ઇત્યાદિ.
મહેન્દ્રસૂરિ નામના શિષ્યએ પણ અનેકાર્થસંગ્રહ પર અનેકાર્થ કૈરવાકરકૌમુદી નામે ટીકા રચેલી છે.
વર્ધમાનગણિએ કુમારવિહારપ્રશસ્તિકાવ્ય-વ્યાખ્યાદિ રચેલ છે. બાલચંદ્ર નામક શિષ્યએ સ્નાતસ્યાસ્તુતિ રચી.
રામભદ્ર- હૈયુગમાં જ શ્રી દેવસૂરિના સંતાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રએ પ્રબુદ્ધ-રૌહિણેય નાટક રચ્યું, જે છ અંકી હતું.
-----0---------------0-----0-----
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [48]
મુનિ દીપરત્નસાગરજી