________________
અનુશાસન રચ્યાં. શબ્દ, લિંગ, કાવ્ય, અને છંદનાં અનુશાસન. તેઓએ વાદાનુશાસન પણ બનાવેલ છે હાલ ઉપલબ્ધ નથી. ન્યાયશાસ્ત્ર માટે પ્રમાણમિમાંસા નામક અદભૂત ગ્રંથ રચ્યો. અન્યયોગ વ્યચ્છેદ અને અયોગવ્યચ્છેદ નામની બત્રીશીઓ રચી.
ધાર્મિક સાહિત્ય રૂપે યોગશાસ્ત્રની રચના કરી. ભક્તિ સાહિત્યમાં વીતરાગસ્તોત્ર અને મહાદેવ સ્તોત્ર રચ્યા. ત્રિષષ્ઠી શલાકા-પુરુષચરિત્ર મહાકાવ્ય રચ્યું. કોઈ કહે છે કે તેમણે અહંન્નીતિ નામક નીતિવિષયક ગ્રંથ પણ રચેલો, ઈત્યાદિ અનેક સાહિત્યના સર્જક એવા આ હૃતોપાસકને કલિકાલસર્વજ્ઞનું બિરુદ યથાયોગ્ય જ છે.
રામચંદ્ર અને ગુણચંદ્રસૂરિ
હેમચંદ્રાચાર્યના આ બંને પટ્ટધરો હતા. તેમાં રામચંદ્રસૂરિને સિદ્ધરાજે કવિકટારમલ્લ એવું બિરુદ આપેલું. આ બંને આચાર્યોએ મળીને સ્વપજ્ઞવૃત્તિ સહ દ્રવ્યાલંકાર અને વિવૃત્તિ સહિત નાટ્યદર્પણ રચેલાં. રામચંદ્રસૂરિએ પણ અનેક ગ્રંથોની રચના કરી છે જેવા શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [47] મુનિ દીપરત્નસાગરજી