________________
કિંચિત વિસ્તારથી તેમની સાહિત્ય સેવાને જોઈએ તો વ્યાકરણના પાંચે અંગોની તેમણે રચના કરી- સૂત્ર, ગણપાઠ સહિત વૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ, લિંગાનુશાસન. વળી વ્યાકરણના મૂળસૂત્રો પર લઘુવૃત્તિ,બૃહદ્-વૃત્તિ, બૃહન્યાસ, ધાતુપારાયણ, ઉણાદિગણવિવૃત્તિ ઈત્યાદિ. શબ્દાનુશાસનમાં જ સાત અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ અને આઠમો અધ્યાય પ્રાકૃત વ્યાકરણનો રચ્યો. તેમાં અપભ્રંશ ભાષાને પણ સ્થાન આપ્યું.
આ વ્યાકરણના અધ્યયન બાદ ઉપયોગી એવું સંસ્કૃત દ્વયાશ્રય અને પ્રાકૃત દ્વયાશ્રય એવા બે મહાકાવ્યો રચ્યા, જેના દ્વારા વિદ્યાર્થી શીખેલા પ્રયોગને ક્રમશઃ દૃઢ કરી શકે તેવી વિશિષ્ટપ્રણાલી આ કાવ્યોમાં ગોઠવી. એક જ શ્લોક સાત સ્થાને લાગુ પડે તેવું સપ્તસંધાન મહાકાવ્ય પણ રચ્યું.
પછી ચાર કોષગ્રંથો રચ્યા- અભિધાન ચિંતામણિ - નામમાલા, અનેકાર્થસંગ્રહ, દેશી-નામમાલા, અને નિઘંટુશેષ, અલંકાર માટે કાવ્યાનુશાસનની રચના કરી. છંદને માટે છંદાનુશાસન બનાવ્યું. એ રીતે ચાર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [46] મુનિ દીપરત્નસાગરજી