________________
સિદ્ધરાજરાજા તેનાથી પ્રતિબોધ પામ્યો.તે રાજાના કથનથી જૈનજગતને અદભૂત વ્યાકરણની ભેટ મળી તે સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાન. એ જ રીતે અદભૂત કાવ્યશક્તિનો પરિચય આપતું મહાકાવ્ય તેમણે રચ્યું, તે ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર, જે દશ પર્વોમાં વિભાજિત છે.
જો કે વ્યાકરણ તો ચાર જૈનાચાર્યોએ ભેટ આપ્યાં૧-વિદ્યાનંદ, ૨-મલયગિરિકૃત શબ્દાનુશાન, ૩-જૈનેન્દ્ર વ્યાકરણ અને ૪-શાક્રાયન વ્યાકરણ. પણ હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણ આજ પર્યન્ત અધ્યયન-અધ્યાપન ક્ષેત્રે પ્રસિદ્ધ છે.
કુમારપાલરાજા પાસે અમારિપાલન કરાવનાર આ આચાર્ય દ્વારા ભક્તિગ્રંથ પણ સર્જાયો જેને વીતરાગસ્તોત્ર કહે છે. મહાદેવસ્તોત્ર પણ રચેલુ. તેમજ આચારપાલન માટે તેમણે કુમારપાલને ઉદ્દેશીને યોગશાસ્ત્ર ગ્રંથ રચ્યો. તે સિવાય તેમણે દ્વયાશ્રય મહાકાવ્ય, છંદાનુશાસન, અલંકાર, નામસંગ્રહ, અભિધાન ચિંતામણિ આદિ અન્ય ગ્રંથો પણ રચ્યા. એ રીતે તેઓનું કુલ સાહિત્ય સાડા ત્રણ કરોડ લોક-પ્રમાણ રચાયું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [45] મુનિ દીપરત્નસાગરજી