________________
તેમના જીવનકાળમાં ગુજરાતમાં રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળ બે રાજાનાં શાસન પ્રવર્તમાન રહ્યાં. બંને ઉપર હેમચંદ્રાચાર્યનો જબ્બર પ્રભાવ હતો.
આમ તો હેમચંદ્રાચાર્ય પોતેજ વિરાટ પુસ્તકમાં સમાવવા યોગ્ય અદભૂતપાત્ર છે, પણ આપણો આ લેખ કેવળ ધૃતોપાસના દ્વારા થયેલ સાહિત્યસર્જનને સ્પર્શતો હોવાથી તેમના ચરિત્રની અનેક બાબતોને સુપ્તાવસ્થામાં રાખીને જ માત્ર તેમની સાહિત્યયાત્રા દરમિયાન થયેલાં સર્જનોની ઝાંખી કરાવવા પૂરતો જ મર્યાદિત રહે છે.
સ્થાનકપ્રકરણના રચયિતા ‘પ્રદ્યુમ્નસૂરિ થયા. તેમના પ્રશિષ્ય દેવચંદ્રસૂરિ થયા કે જેમણે સ્થાનક પ્રકરણની ટીકા તેમ જ શાંતિજિનચરિત્ર રચ્યું.
તે દેવચંદ્રસૂરીએ ધંધુકામાં રહેતા મોઢ-જાતિના વણિક દંપતી કે હતા તેના ચંગદેવ નામક પ્રતિભાવાન બાળકને જોયો. તેને દીક્ષા આપી તેનું સોમચંદ્ર' નામ રાખ્યું. અલૌકિક બુદ્ધિવાળો આ બાળક લીલામાત્રમાં અનેકશાસ્ત્રોનો અભ્યાસ કરીને સમર્થ વિદ્વાન મુનિ બન્યા. તેને હેમચંદ્ર નામ સાથે આચાર્ય પદવી પ્રદાન થઇ. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [44] મુનિ દીપરત્નસાગરજી