________________
રાજગચ્છના માણિક્યચંદ્રસૂરિએ મખટના કાવ્યપ્રકાશ પર કાવ્યપ્રકાશ-સંકેત નામક ટીકા રચી.
આ જ સમયમાં વાદી દેવસૂરિના પ્રશિષ્ય પરમાનંદસૂરિએ ખંડનમંડન-ટિપ્પણ રચ્યું.
૧૨૪૮માં ચંદ્રગચ્છ-રાજગચ્છના અભયદેવસૂરિના પરિવારીય એવા દેવભદ્રસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિએ પ્રવચનસારોદ્ધાર પર તત્વજ્ઞાન વિકાસિની નામની વૃત્તિ રચી. તે સિવાય તેમણે પદ્મપ્રભચરિત્ર, સામાચારી અને સ્તુતિની પણ રચના કરેલી.
વાદિવિજેતા શ્રી ધર્મઘોષસૂરિજીના પરિવારના રવિપ્રભસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ પ્રવચનસારોદ્ધાર પર વિષમપદ વ્યાખ્યા રચી તેમ જ બીજા અને પાંચમાં કર્મગ્રંથ પર ટિપ્પણો રચ્યાં. આ ધર્મઘોષસૂરિના જ પરિવારના શ્રી દેવસેનગણિના શિષ્ય પૃથ્વીચંદ્રસૂરિ એ કલ્પટિપ્પણકની રચના કરી.
સંવત ૧૨૫૩માં શ્રીપ્રભસૂરિના શિષ્ય ઉદયસિંહે ધર્મવિધિની ટીકા રચી. સંવત ૧૨૫૪માં જાલિહર ગચ્છના દેવસૂરિએ પદ્મપ્રભચરિયું રચ્યું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [52] મુનિ દીપરત્નસાગરજી