________________
સંવત ૧૨૬૦માં વડગચ્છના શ્રી માનતુંગસૂરિના શિષ્ય મલયપ્રભ જયંતી પ્રશ્નોત્તર સંગ્રહ પર સિદ્ધજયંતી
વૃત્તિ રચી. સંવત ૧૨૬૧માં ચંદ્રગચ્છના શિવપ્રભસૂરિના શિષ્ય તિલકાચાર્યે પ્રત્યેકબુદ્ધ ચરિત્ત રચ્યું.
સંવત ૧૨૬૨માં જિનપતિસૂરિના શિષ્ય જિનપાલે ષસ્થાનક પર વૃત્તિ રચી. ૧૨૬૩માં અંચલગચ્છીય જયસિંહસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી પ્રશ્નોત્તરપદ્ધતિ રચી. સંવત ૧૨૬૪માં નાગેન્દ્ર ગચ્છના દેવેન્દ્રસૂરિએ સંસ્કૃતમાં ચંદ્રપ્રભચરિત્ર રચ્યું.
સંવત ૧૨૬૫માં વાયડગચ્છના જિનદત્તસૂરિએ કે જેણે અનેકને જૈન બનાવેલા તેમણે વિવેકવિલાસ નામનો ગ્રંથ રચ્યો. સંવત ૧૨૭૩માં અજિતદેવે યોગવિધિ, હરિભદ્રસૂરિએ મુનિપતિ ચરિત્ર રચ્યું.
સંવત ૧૨૭૪માં તિલકાચાર્યે જિતકલ્પ પર વૃત્તિ રચી. ૧૨૭૫માં પૂર્ણભદ્ર દશ-ઉપાસકકથા રચી. ૧૨૯૯ માં નાગેન્દ્રગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય વર્ધમાન સૂરિએ ૫૪૯૪ શ્લોકપ્રમાણ વાસુપૂજ્યચરિત્ર રચ્યું.
-------------૦-----૦-----૦---------
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [53]
મુનિ દીપરત્નસાગરજી