________________
રાસનો યુગ
અપભ્રંશ ભાષા ખેડાતા કાળક્રમે જૂની ગુજરાતી આદિ ભાષાઓ આવી. તે સમયે અનેક રાસોની રચના થઇ. તેને રાસયુગ કહેવાય, જો કે રાસો અનેક રચાયા છે. દેવચંદલાલભાઈ સંસ્થાના નેજા હેઠળ આગમોદદ્વારક શ્રી સાગરાનંદસૂરિજીએ ઘણા બધાનું પ્રકાશન પણ કરાવેલ છે. અહી તો અમોએ માત્ર રાસયુગમાં કેટલાક હૃતોપાસકોની સાહિત્યરચના (અલ્પા/સામાન્ય ઝાંખીરૂપે મૂકી છે. અલબત્ત રાસ-સાહિત્યનું પ્રદાન તો ઘણુંજ વિશાળ છે. તેના માટે તો જૈન ગુર્જર કવિઓ' પુસ્તકના બધા ભાગોને દ્રષ્ટિતળે લાવવા પડે. જેમકે
તેરમી સદીમાં શાલિભદ્રસૂરિએ ભરતેશ્વર બાહુબલી રાસ રચ્યો, પછી બુદ્ધિદાસ રચ્યો. મહેન્દ્રસૂરિના શિષ્ય ધર્મમુનિએ જંબુસ્વામી રાસ રચ્યો. નાગેન્દ્રગચ્છીય વિજય સેનસૂરિએ રૈવતગિરિ રાસ રચ્યો. બૃહદ-ગચ્છના રામચંદ્રસૂરિના શિષ્ય મંગલસૂરિએ મહાવીર જન્માભિષેકકાવ્ય રચ્યું ઇત્યાદિ. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [54] મુનિ દીપરત્નસાગરજી