________________
સાહિત્યકાળ સંવત ૧૨૭૫થી ૧૩૦૩ આ યુગ વસ્તુપાલ-તેજપાલનો યુગ ગણાય છે. જે રાજ-મંત્રી તો હતા જ, સાથે સાથે દેલવાડાનાં જૈન દેરાસરો પણ તેમણે બંધાવેલાં હતા. તેમના સમયગાળામાં બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ નામક મહાકાવ્ય રચેલું. જે રચનાકાળ આશરે સંવત ૧૨૭૭થી ૧૨૮૭નો હતો. તેની પૂર્વે તેમણે આદિજિનેશ્વર મનોરથમય સ્તોત્ર રચેલું હતું, અંબિકાસ્તવન રચેલું, અનેક સુક્તિઓ બનાવી. વસ્તુપાલ પોતે પણ કવિ તરીકે પ્રખ્યાત થયેલા હતા. સુંદર વિવેચનશક્તિ પણ ધરાવતા હતા. તેણે જ્ઞાનભંડારો પણ સ્થાપેલા.
તેના કાળમાં ગૃહસ્થ કવિઓની પણ રચના જોવા મળે છે. તે સમયે અમરચંદ્રસૂરિ નામે એક સંસ્કૃત સાહિત્યના નામાંકિત આચાર્ય થયા. તેમણે બાલભારત નામે સંસ્કૃત મહાકાવ્ય રચેલું. કવિકલ્પલતા પર કવિશિક્ષાવૃત્તિ નામે ટીકા રચી અને કાવ્યકલ્પલતા
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [55]
મુનિ દીપરત્નસાગરજી