________________
પરિમલ અને અલંકાર પ્રબોધ રચ્યા, જે હાલ ઉપલબ્ધ નથી. તેમણે છંદોરત્નાવલી સ્યાદિ સમુચ્ચય અને પદ્માનંદ કાવ્ય પણ રચેલાં. ચતુર્વિશતિ જિનચરિત્ર, સૂક્તાવલિ, કલાકલાપ પણ રચેલાં છે.
પૂર્વે જેનો ઉલ્લેખ કર્યો તે બાલચંદ્રસૂરિએ કરુણાવજયુદ્ધ નામક પંચાંકી નાટક પણ રચેલું. તેમના સમકાલીન મહાકવિ આસડે રચેલ વિવેકમંજરી અને ઉપદેશકંદલી પર ટીકાઓ પણ રચી. આજ અરસામાં જયસિંહસૂરિ થયા. તેઓ વીરસૂરિના શિષ્ય હતા. તેમણે વસ્તુપાલ-તેજપાલની દાનપ્રશંસા માટે એક સુંદર લાંબુ પ્રશસ્તિકાવ્ય રચ્યું.
વસ્તુપાલ જેમને ગુરુ માનતા હતા તેવા વિજય સેનસૂરિના એક શિષ્ય નામે ઉદયપ્રભસૂરિ થયા. તેમણે સુકૃતકલ્લોલિની નામે પ્રશસ્તિકાવ્ય રચેલ. પછી ધર્મભ્યદય મહાકાવ્ય અને લક્ષ્મક રચ્યાં, જ્યોતિષગ્રંથ આરંભસિદ્ધિ, સંસ્કૃત નેમિનાથ ચરિત્ર, ષડશીતિ અને કર્મસ્તવ એ બંને કર્મગ્રંથો પર ટિપ્પણ, ઉપદેશમાળા ઉપર ઉપદેશમાલા કર્ણિકા નામે ટીકા, કાવ્યપ્રકાશ પરની ટીકા રચી.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [56]
મુનિ દીપરત્નસાગરજી