________________
તે જ સમયગાળામાં હર્ષપુરીય ગચ્છના જયસિંહ સૂરિના પરિવારમાં એક નરચંદ્રસૂરિ થયા. તેઓ વસ્તુપાલના સંઘમાં આચાર્ય તરીકે સાથે હતા. તેમણે પંદર તરંગોમાં કથારત્નસાગર રચેલ. તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ વસ્તુપાલના આનંદને માટે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામે ગ્રંથ રચેલો. નરચંદ્રસૂરિએ મુરારિકૃત અનર્ધરાઘવ પર ૨૭૫૦ શ્લોકપ્રમાણ ટિપ્પણ રચેલું. ન્યાયકંદલી પર ટીકા રચેલી. નારચંદ્ર જ્યોતિષસાર રચેલું. તે સિવાય ચતુર્વિશતિજિનસ્તોત્ર આદિ અનેક ગ્રંથો રચ્યા છે. તેમની આજ્ઞાથી સંવત ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવસૂરિની રચના કરી. વસ્તુપાલનાં પ્રશસ્તિકાવ્યો રચેલાં.
આ નરચંદ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ સંવત ૧૨૭૦માં ૧૮ સર્ગમાં ૮૦૦૦ શ્લોકપ્રમાણ પાંડવચરિત્ર મહાકાવ્ય રચેલું. તેમ જ પાંચ વિશ્રામમાં મૃગાવતી ચરિત્રની રચના કરેલી. નરેન્દ્રપ્રભે અલંકારમહોદધિ અને કાકુસ્થકેલિ નામે ગ્રંથો રચેલા. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [57] મુનિ દીપરત્નસાગરજી