________________
રત્નપ્રભસૂરિએ પ્રાકૃતકુવલયમાલા પરથી સંસ્કૃતમાં ચાર ભાગમાં તે કથા રચી.
સંવત ૧૩૨૮માં ખરતરગચ્છીય પ્રબોધમૂર્તિએ કાતંત્રવ્યાકરણ પર દુર્ગાદપ્રબોધ નામક ટીકા રચી. સંવત ૧૩૨૯માં જયમંગલસૂરિના શિષ્ય સોમચંદ્ર વૃત્તરત્નાકર નામક છંદના ગ્રંથ પર ટીકા રચી.
સંવત ૧૩૨૭માં વિદ્યાનંદના ભાઈ ધર્મઘોષસૂરિએ સંઘાચારભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય-વિવરણ રચ્યું. તેમજ કાલ સપ્તતિ સાવચૂરિ રચી. પછી શ્રાદ્ધ-જિતકલ્પ, ચતુર્વિશતિ જિનસ્તુતિ, દુ:ષમકાલસંઘસ્તોત્રની રચના કરી. તેઓ પ્રબળ મંત્રશાસ્ત્રી હતા. તેમણે સંવત ૧૩૫૭માં કાળ કર્યો.
આ ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિએ ૨૮ યમક સ્તુતિઓ તથા યતિ-જિતકલ્પ આદિ પ્રકરણોની રચના કરી. સંવત ૧૩૨૨માં વૃદ્ધતપાગચ્છીય ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પભાષ્ય અને ચૂર્ણ આધારે વિશેષ વિતરણ માટે વિવૃત્તિ રચી. તે જ સમયગાળામાં માનતુંગાચાર્યએ શ્રેયાંસ ચરિત્ર રચ્યું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [63] મુનિ દીપરત્નસાગરજી