________________
સંવત ૧૩૩૪માં નાગેન્દ્રકુલના વિબુધપ્રભના શિષ્ય ધર્મકુમારે સાત પ્રસ્તાવમાં શાલિભદ્રચરિત્ર રચ્યું. તથા ખરતરગચ્છીય વિવેકસાગરે પુણ્યસાર-કથાનક રચ્યું, તેમ જ વિવેકસાગર સમ્યક્વાલંકાર નામે ગ્રંથ રચ્યો. સંવત ૧૩૩૪માં જ રાજગચ્છીય ધનેશ્વરસૂરિના વંશજ પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત્ર સંસ્કૃત કાવ્ય રચ્યું.
સંવત ૧૩૩૭માં ભાલચંદ્ર વિષયનિગ્રહકુલક પર વૃત્તિ રચી. સંવત ૧૩૩૮માં માણિજ્યચંદ્રસૂરિએ શકુન સારોદ્ધાર ગ્રંથ રચ્યો. સંવત ૧૩૪૯માં નાગેન્દ્રગથ્વીય મલ્લિષેણસૂરિએ સ્યાદવાદમંજરી રચી. લઘુખરતરગચ્છ પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય જિનપ્રભસૂરિ કે જેઓ ચૌદમી સદીમાં થયા, તેઓ અસાધારણ પ્રતિભાવાન અને અનેક ગ્રંથોના કર્યા હતા. તેમણે વિવિધ તીર્થકલ્પકલ્પપ્રતપની રચના કરી. આ ગ્રંથમાં કુલ ૫૮ કલ્પો છે. આ કલ્પો ઐતિહાસિક રૂપે મહત્વની માહિતી પૂરી પાડે છે. તેમને પ્રતિદિન એક નવું સ્તવન રચવાનો નિયમ હતો. તેમણે યમક-શ્લેષ-ચિત્ર-છંદ-વિશેષ એવા ૭૦૦ સ્તવનોની રચના કાર્યનો ઉલ્લેખ છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [64] મુનિ દીપરત્નસાગરજી