________________
તદઅંતર્ગત તેમણે રચેલ ગૌતમસ્તોત્ર, ૨૪-જિન સ્તુતિ, જિનરાજસ્તવ, નેમિસ્તવ, પંચપરમેષ્ઠીતવ, પાર્થસ્તવ, વિરસ્તવ, શારદાસ્તોત્ર, સર્વજ્ઞભક્તિસ્તવ, સિદ્ધાંતસ્તવ આદિ ઉપલબ્ધ છે. તેમણે સંવત ૧૩૫રમાં કાતંત્રવ્યાકરણ પર વિજિતટીકા રચી. ૧૩૫૬માં દ્વયાશ્રય મહાકાવ્ય શ્રેણિકચરિત્ર રચ્યું. ૧૩૬૩માં વિધિપ્રપા ગ્રંથ રચ્યા. ૧૩૬૪માં સંદેહવિષઔષધિ નામે કલ્પસૂત્રવૃત્તિ રચી. સાધુપ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ રચી. ૧૩૬પમાં અજિતશાંતિસ્તવ અને ઉપસર્ગહરસ્તોત્ર પર વૃત્તિ રચી. ભયહરસ્તોત્ર પર વૃત્તિ રચી. ધર્માધર્મ પ્રકરણ, આવશ્યક સૂત્ર અવચૂરિ, ચતુર્વિધ ભાવનાકુલક, તપોમતકુદન, સ્વર્ણસિદ્ધિ ગર્ભ મહાવીર જિનસ્તવ- અવચૂરિ આદિ રચ્યા.
આ જિનપ્રભસૂરિની અપભ્રંશકૃતિઓ પણ જોવા મળે છે, જેમાં મદનરેખાસંધિ, વયરસ્વામિચરિત્ર, મલ્લિચરિત્ર, નેમિનાથરાસ, ષપંચાશી [૫૬] દિક્કુમારિકા અભિષેક, મુનિસુવત-જન્માભિષેક, જ્ઞાનપ્રકાશ, ધર્માધર્મ વિચારકુલક, શ્રાવકવિધિપ્રકરણ, ચૈત્યપરિપાટી, સ્થૂલભદ્ર-ફાગ, યુગાદિ જિનચરિત્રકુલક આદિની રચના જોવા મળે છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [65]
મુનિ દીપરત્નસાગરજી