________________
જૂની ગુજરાતીમાં સાહિત્ય
ચૌદમી સદીના પૂર્વાર્ધમાં જૂની ગુજરાતીમાં રચાયેલ કેટલાંક કાવ્યો જોવામાં આવે છે, જેમકે:વિનયચંદ્રકૃત નેમિનાથ ની ચોપાઈ, આનંદસંધિ. સંવત ૧૩૨૭માં કોઈએ રચેલ સપ્તક્ષેત્રિરાસ. સંવત ૧૩૩૧માં સોમમૂર્તિએ રચેલ જિનેશ્વર સૂરિના દીક્ષાવર્ણનનો રાસ.
સંવત ૧૨૭૮ થી ૧૩૩૦ વચ્ચે ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિ શિષ્ય જગડુએ સમ્યક્ત્વ માઈ ચોપાઈ રચી. પદ્મકૃત શાલિભદ્રકક્ક, દુહામાદિકા આદિ અન્ય ગુજરાતી કાવ્યો પણ જોવા મળે છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [66]
મુનિ દીપરત્નસાગરજી