________________
સાહિત્યકાળ
સંવત ૧૩૫૬થી ૧૪૦૦ ગુજરાતમાં મુસ્લિમોનો પ્રવેશ અને શાસનકાળનો આ યુગ હતો. અલ્લાઉદ્દીનખીલજીએ પગ મુક્યો. સર્વ પ્રાચીનતાના મૂળો હલી ગયાં. બધું બદલાતાં સાહિત્ય સ્વરૂપમાં પરિવર્તનો આવ્યાં. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું મહત્વ ઘટવા લાગ્યું. લૌકિકસાહિત્યની બોલબાલા વધી.
સંવત ૧૩૬૧માં નાગેન્દ્રગચ્છીય મેરુતુંગસૂરિએ પ્રબંધચિંતામણિ ગ્રંથ રચ્યો. વિચારશ્રેણી સ્થવિરાવલી રચી. ઉપદેશશતકની રચના કરી. આ જ સમયકાળમાં કોઈએ વાસ્તુસાર, જ્યોતિષસાર, દ્રવ્યપરીક્ષા અને રત્નપરીક્ષા ગ્રંથોની રચના કરી, તેની વૃત્તિ પણ રચી.
૧૭૭૩માં ચક્રેશ્વરસૂરિ વંશજ કમલપ્રત્યે પુંડરીક ચરિત્ર રચ્યું. સોમતિલકે ૧૩૮૭ આસપાસ નવ્યક્ષેત્ર સમાસ, વિચારસૂત્ર, સપ્તતિશતસ્થાનક સોમપ્રભકૃત ૨૮ યમકસ્તુતિની વૃત્તિ રચી. ૧૩૮૦માં માલધારી રાજશેખર સૂરિના શિષ્ય સુધાકલશે સંગીતોપનિષત નામનો સંગીતગ્રંથ રચ્યો. એકાક્ષર નામમાલા કોશ રચ્યો.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [67]
મુનિ દીપરત્નસાગરજી