________________
સંવત ૧૩૨૧માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય પ્રબોધચંદ્રમણિએ સંદેહ-દોહાવલી પર બૃહદવૃત્તિ રચી. સંવત ૧૩૨૨માં જિનેશ્વરસૂરિના બીજા એક શિષ્ય ધર્મતિલકે ઉલ્લાસિકસ્મરણ-ટીકા રચી. આજ સાલમાં વાદીદેવસૂરિના વંશજ મુનિ દેવસૂરિએ સંસ્કૃતમાં શાંતિનાથ ચરિત્ર રચ્યું. તેમણે ધર્મોપદેશમાલા પર પણ વૃત્તિ રચી છે. આજ સાલમાં યશોદેવસૂરિના પ્રશિષ્ય સિંહતિલકસૂરિએ લીલાવતી નામક ટીકા સહિત મંત્રરાજરહસ્ય ગ્રંથ રચ્યો. તેમ જ વર્ધમાનવિદ્યાકલ્પ, ગણિતતિલકવૃત્તિ, પદ્મપ્રભસૂરિકૃત ભુવનદીપક પર વૃત્તિ રચી.
સંવત ૧૩૨૪માં કાસદ્રહગચ્છના નરચંદ્ર ઉપાધ્યાયે પ્રક્ષશતક ગ્રંથ અને જન્મસમુદ્રાસટીક ગ્રંથ રચ્યો. આજ સમયગાળામાં ચંદ્રગચ્છીય કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ પ્રાકૃત સમરાઈઐકહાનો સંક્ષેપ કરીને સંસ્કૃતમાં સમરાદિત્ય સંક્ષેપ રચ્યો. સંવત ૧૩૩૮માં પ્રવજ્યાવિધાન-મૂલશુદ્ધિ પ્રકરણ રચ્યું. સંવત ૧૩૨૫માં બૃહત્ તપાગચ્છીય વિનયચંદ્રસૂરિએ કલ્પ નિર્યુક્તિ-દીપાલિકા કલ્પ રચ્યું. પરમાનંદસૂરિના શિષ્ય
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [62]
મુનિ દીપરત્નસાગરજી