________________
ભગવંત મહાવીરના હસ્તદીક્ષિત શિષ્યો દ્વારા રચાયેલા ૧૪૦૦૦ પ્રકીર્ણક સૂત્રો, તે હતું આ શાસનનું બીજું મહત્વનું સાહિત્યસર્જન, જેમાં શ્રી વીરભદ્રગિણિએ રચેલ આઉર પચ્ચફખાણ અને ચઉસરણ પયાન્નાસૂત્ર એ બે પયન્નાનો ઉલ્લેખ અને તે-તે સૂત્રો આજે પણ ઉપલબ્ધ છે.
ત્યાર પછી સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામી થયા, તેમના શિષ્ય પ્રભવસ્વામી થયા અને પ્રભવસ્વામીના શિષ્ય ચૌદ પૂર્વધર શય્યભવસૂરિજી થયા તેઓએ (લગભગ) વીર સંવત ૭૨ માં દશવૈકાલિક સૂત્રની રચના (ઉદ્ધરણા) કરી. જે આજે પણ ઉપલબ્ધ છે અને શાસન પ્રવર્તશે ત્યાં સુધી રહેશે.
આ સમયગાળામાં ઔપપાતિક આદિ કાલિક-ઉત્કાલિક સૂત્રોની પણ રચનાઓ થઇ. જે પછીથી ઉપાંગસૂત્રો, મૂલસૂત્રો, છેદસૂત્રો, ચૂલિકાસૂત્રો આદિ નામથી પ્રસિદ્ધિ પામ્યા......
-----+-----+-----+-----+-----
હવે આપણે આગમોત્તર થયેલા વિવેચન સાહિત્ય પ્રતિ દૃષ્ટિપાત કરીએ >>>
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [6]
મુનિ દીપરત્નસાગરજી