________________
-: નિર્યુક્તિ આદિ સાહિત્યનું સર્જન :
શ્રી ભદ્રબાહસ્વામી:
શ્રી શય્યભવસૂરિજીના શિષ્ય યશોભદ્રસ્વામી થયા. તેમની પાટ પરંપરામાં બે વિશિષ્ટ મહાત્માઓ થયા, જેમાંના ચૌદ પૂર્વધર એવા ભદ્રબાહુસ્વામીજી પ્રગટ અને વિશિષ્ટ સૃતોપાસક હતા. આ પૂજ્યશ્રીની ભૃતોપાસનાના પરિપાક સ્વરૂપે જે સાહિત્યસર્જન થયું તેને આપણે ત્રણ મુખ્ય વિભાગમાં વિભાજીત કરી શકીએ છીએ–
(૧) આગમસૂત્ર રૂપ સાહિત્ય, (ર) નિર્યુક્તિ સ્વરૂપ સાહિત્ય અને (૩) અન્ય સાહિત્ય.
(૧) આગમસાહિત્ય:- જેમાં દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહારસૂત્ર, મુખ્ય છે. તેમજ પર્યુષણા-પર્વમાં નિયમિત રીતે વંચાતું એવું કલ્પસૂત્ર જે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન સ્વરૂપ ગણાય છે તે.
(૨) નિર્યુક્તિસાહિત્ય:- ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ સૂત્રોના અર્થોને વિશેષ સ્પષ્ટ કરવા માટે અર્ધમાગધી ભાષામાં જે નિર્યુક્તિઓ પદ્યબદ્ધ કરી તે અંગે
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન []
મુનિ દીપરત્નસાગરજી