________________
પદ્મમંદિરમણિકૃત ઋષિમંડલ પ્રકરણની (સંવત ૧૫૫૩માં રચેલ) ટીકામાં જણાવે છે કે તેમણે – (૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહાર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તી, (૧૦)ઋષિભાષિત. એ દશ સૂત્રો પર નિર્યુક્તિરૂપ સાહિત્યનું સર્જન કર્યું.
આ ઉપરાંત ઓઘનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિની સ્વતંત્રપણે રચના કરી. સંસક્ત નિર્યુક્તિ પણ તેઓની રચના છે તેવું કહેવાય છે.
(૩) અન્ય સાહિત્ય:- ભદ્રબાહુસ્વામી રચિત અન્ય સાહિત્યમાં ઉવસગહર સ્તોત્ર તો અદ્યાપિ પ્રસિદ્ધ છે જ, તદુપરાંત સવા લાખ શ્લોક પ્રમાણ અને પ્રાકૃત ભાષામાં રચાયેલ “વસુદેવચરિત્ત પણ ભદ્રબાહુસ્વામીજીની રચના છે. જ્યોતિષ પર ભદ્રબાહુસંહિતા પણ રચેલી છે. તેઓ વીરનિર્વાણ પછી ૧૭૦ વર્ષે સ્વર્ગે સંચર્યા.
-----+-----+-----+-----+-----+-----
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [8]
મુનિ દીપરત્નસાગરજી