________________
-:અન્ય આગમ-સાહિત્ય સર્જન:
ભદ્રબાહુસ્વામીજીની પાટે સ્થૂલભદ્રસ્વામી આવ્યા, જેઓ વીર નિર્વાણ ૨૧૯માં વર્ષે સ્વર્ગે સંચર્યા. તેમના બહેન યક્ષાસાધ્વી દેવી-સહાયથી જયારે સીમંધરસ્વામી ભગવંત પાસે ગયા ત્યારે ચાર ચૂલિકાઓ સાથે લાવેલા. ૨. વિમુક્તિ,
૧. ભાવના,
૩. રતિકલ્પ,
૪. વિવિક્તચર્યા. આ ચાર ચૂલિકામાંથી બે આચાર સૂત્રને અંતે અને બે દશવૈકાલિક સૂત્રને અંતે ગોઠવવામાં આવી, જેને સાહિત્ય-સર્જન ન કહીએ તો પણ સાહિત્યની પ્રાપ્તિરૂપે તો અવશ્ય સ્વીકારવું જ રહ્યું.
વિક્રમ સંવત ૫૧૦માં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્લભી-વાચના ગોઠવી, તે વખતે થયેલ આગમવાચનાના કાળે દેવવાચકે ‘નંદિસૂત્ર’ ની રચના કરી.
આ નંદીસૂત્ર તેમજ પાક્ષિકસૂત્ર નામક બંને સૂત્રમાં આગમોનાં નામોનો ઉલ્લેખ છે. તે મુજબ:---
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [9]
મુનિ દીપરત્નસાગરજી