________________
છ આવશ્યક, અંગબાહ્ય કાલિકસૂત્રો, અંગબાહ્ય ઉત્કાલિકસૂત્રો ઈત્યાદિ બાર અંગો સિવાયના અંદાજે ૭૨ જેટલાં આગમોનાં નામો જોવા મળે છે, પણ તે પ્રત્યેક આગમ-સાહિત્યનું સર્જન ક્યારે થયું? કોણે કર્યું? તે સંબંધી માહિતી પ્રત્યેક આગમસૂત્રના વિષયમાં પ્રાપ્ત થતી નથી, તો પણ આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરેલ છે કે જે આગમોનાં નામો ઉપલબ્ધ થાય છે, તેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે તેથી તે-તે સાહિત્યનું સર્જન કોઈને કોઈ શુતોપાસક દ્વારા તો થયું જ છે.
-----0---0---------------0----------
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [10]
મુનિ દીપરત્નસાગરજી