________________
-:આગમકાલીન સાહિત્ય:
ભગવંત મહાવીરથી ૯૮૦ વર્ષ પર્યન્તનો સાહિત્યનો ગાળો વિક્રમ-સંવત પૂર્વે ૪૭૦ વર્ષથી વિક્રમ-સંવત ૫૧૦ સુધીનો છે ગણધર રચિત દ્વાદશાંગી
ભગવંત મહાવીરનો જન્મ વિક્રમ સંવતના ૫૪૨ વર્ષ પૂર્વે થયો. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયાના બીજા દિવસે અર્થાત વૈશાખસુદ-૧૧ ના દિવસે સંઘસ્થાપના થઇ ત્યારે ગૌતમ આદિ અગિયાર ગણધરોએ આચારાંગ આદિ બાર અંગસૂત્રોની રચના કરી. એ રીતે પ્રગટપણે સાહિત્ય સર્જનના યુગનો આરંભ ભગવંત મહાવીરના શાસનમાં ભગવંતના કેવળજ્ઞાન પછી અર્થાત્ વિક્રમ સંવત પૂર્વે આશરે ૫૦૦ વર્ષો પૂર્વે થયો તેમ કહી શકાય. ગણધર ભગવંતોએ પોતાના વિશિષ્ટ ક્ષયોપશમથી આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકથાંગ, ઉપાસકદસાંગ, અંતગડદસાંગ, અનુત્તરોપપાતિકદસાંગ, પ્રશ્ન-વ્યાકરણદાંગ, વિપાકશ્રુત અને દ્રષ્ટિવાદ એ બાર અંગસૂત્રોની રચના કરી. આ હતું આપણા આ શાસનના વિશિષ્ટ શ્રુતધર પુરુષો દ્વારા કરાયેલું પ્રથમ સાહિત્યસર્જન.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [5] મુનિ દીપરત્નસાગરજી