________________
'- આરંભિક કથન )
જ્ઞાનચ નં વિરતિઃ એ ઉક્તિને હૃદયસ્થ કરીએ તો સર્વવિરતિના સર્વોચ્ચ સાધક એવા શરીરી પુરુષોત્તમ અરહંત ભગવંતો જ શ્રુતના સર્વશ્રેષ્ઠ ઉપાસકો હતા. વિશાળ-વિરાટઆગમ સાહિત્યનું વિવિધ અર્થો દ્વારા, પ્રજ્ઞાપના દ્વારા, આખ્યાયના દ્વારા,પ્રરૂપણા દ્વારા પ્રતિપાદન કરનારા તીર્થકરોનું શ્રેષ્ઠ સાહિત્યસર્જકો રૂપે ગુણકીર્તન કરવું જોઈએ,
પરંતુ પ્રવર્તમાન કાલે આપણે ગ્રંથસ્થ-લિપિબદ્ધ કે મુદ્રિત સાહિત્યને જ સાહિત્યરૂપે આદરપાત્ર ગણીએ છીએ, તો પણ આવા સાહિત્યનું પગેરું છેક ગણધર ભગવંતો સુધી પહોચે છે. ગણધર ભગવંતોથી આરંભાયેલ આ સાહિત્યયાત્રા આગમકાલના મુકામોથી પસાર થઈને વીર પરમાત્માની પ્રથમ આદિ શતાબ્દીથી આગળવધતી... વિક્રમ સંવતની પહેલી સદીને સ્પર્શતી વિક્રમની વીસમી સદી પર્યન્ત આલેખેલી છે અને ત્યાર પછી પણ આજ પર્યન્ત આ સાહિત્યયાત્રા આગળ ધપી રહી છે.
અર્ધમાગધી ભાષાથી અને આગમ સાહિત્યથી આરંભ પામેલી આ યાત્રામાં ભાષાઓ બદલાઈ, વિષયો અનેક સ્વરૂપે સ્થાન પામ્યા. રજૂઆત અને શૈલીઓ પરિવર્તિત થઇ. લિપિઓની સાથે સાથે ભાષાકીય સ્વરૂપોમાં પણ બદલાવો આવ્યા. સાહિત્યનું સ્તર પણ બદલાયું. છતાંયે આ સાહિત્યયાત્રાની વણથંભી કૂચ અદ્યાપિ પ્રવર્તમાન છે
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [4]
મુનિ દીપરત્નસાગરજી