________________
આ ગ્રન્થની યોજના રજૂ કરી ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સંબંધી અનેક વિષયો રજૂ કર્યા. આ વિવિધ વિષયોમાં જ્ઞાનક્ષેત્રને સ્પર્શતા વિષયોએ તેમનું ધ્યાન વિશેષ આકૃષ્ટ કર્યું. શ્રુતપાસના એ મુનિશ્રીના જીવન સાથે વિશેષથી વણાયેલું અંગ હોવાથી તે વિષય ઉપર તેમની દ્રષ્ટિ સૌ પહેલા ઠરે.
મુનિશ્રી પૂર્વાવસ્થામાં પણ એજ્યુકેશન, કોલેજ, ભાવનગરમાં પ્રોફેસર, પેપરસેટર અને એક્ઝામિનર રહી ચુક્યા છે. ભલે મિથ્યાજ્ઞાન હતું, તો પણ મુનિશ્રી જ્ઞાનમાર્ગના પ્રવાસી તે હતા જ. સમ્યકપણાનો સ્પર્શ પામતા જ મુનિ ગૃહસ્થાવાસ છોડીને સાધુપણાને પામ્યા. પણ જ્ઞાનમાર્ગના પથિક આ જીવને ચારિત્ર અંગીકાર કર્યા પછી પણ શ્રુતારાધના પરત્વેનો લગાવ ખેંચતો જ રહ્યો. બે વર્ષ પર્યન્ત સૂત્રો, પ્રકરણો, તત્વાર્થ, વ્યાકરણ, આદિ અનેક વિષયોનો અભ્યાસ કરી, શ્રુતારાધનાનું પ્રગટ સ્વરૂપ અભિવ્યક્ત કરવાના કોડ જાગ્યા. સાહિત્યસર્જનની વાટ પકડી.
બસ પછી તો કલમ આજ પર્યન્ત અટકી જ નથી. ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-અંગ્રેજી અને પ્રાકૃત પાંચે ભાષામાં અને અનેકવિધ વિષયોમાં કાર્ય કરતા પાંચસો પંચાવન પુસ્તકોના પ્રકાશન કર્યા. આવા શ્રુત અને સાહિત્યની દુનિયાના અધિકૃત વ્યક્તિ દ્વારા આ પુસ્તકમાં ચૌદમી સદી સુધીના સાહિત્યસર્જનોની પ્રાપ્તમાહિતીને રજૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂજ્યશ્રીની જ્ઞાનસાધનાને ભાવથી વંદીએ છીએ ....(શ્રી નંદલાલ દેવલુક)
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [3]
મુનિ દીપરત્નસાગરજી