________________
नमो नमो निम्मलदंसणस्स आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर गूरूभ्यो नमः
શ્રુતઉપાસકો અને સાહિત્યસર્જન
પ્રસ્તુતતકર્તા:- મુનિશ્રી દીપરત્નસાગર
લેખક પરિચય:- શ્રી ચતુર્વિધ સંઘ-તવારીખની તેજછાયા' શીર્ષકબદ્ધ આ ગ્રંથ અન્વયે વિભાજિત કરાયેલ ચાર ઘટકો અંતર્ગત્ પ્રથમ ઘટક છે-“શ્રમણો”, જેને ‘જિનશાસનના આધારસ્તંભો' નામથી પ્રસ્તુત કરાયેલ છે. તેમાં પસંદગી પામેલા વિભિન્ન વિષયોમાં શ્રુત અર્થાત્ જ્ઞાનગુણ આધારિત વિષયોનું પ્રાચુર્ય દ્રષ્ટિગોચર થાય છે.
સ્વાધ્યાય એ શ્રમણજીવનનું પ્રાણતત્વ હોવાથી શ્રુતની ઉપાસના શ્રમણોને અસ્થિમજ્જાવત્ પરિણમેલી હોય જ, પરંતુ આ શ્રુતઉપાસના પ્રગટ અને અપ્રગટ-ઉભય સ્વરૂપે થતી હોય છે. અપ્રગટ અર્થાત્ અત્યંતર સ્વરૂપે થતી શ્રુતઉપાસના મુખ્યત્વે આરાધનાના ઉદ્દેશ કે સ્વાધ્યાય હેતુની સિદ્ધિ અર્થે થાય છે, જયારે પ્રગટ શ્રુતઉપાસના અંતર્ગત્ શ્રુત-સાહિત્ય કે ગ્રંથ સર્જનરૂપ કાર્યો ફલાન્વિત થતાં હોય છે.
અત્રે આવા જ સાહિત્યસર્જનોની ઝાંખી કરાવવાનો મુનિશ્રીનો નમ્ર પ્રયાસ છે, મુનિશ્રી દીપરત્નસાગર સન્મુખ જયારે શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [2] મુનિ દીપરત્નસાગરજી