________________
સાહિત્ય-યુગ
વિક્રમ સંવત ૧૧૯૯ થી ૧૨૩૨ મલયગિરિ મહારાજ
હેમચંદ્રાચાર્યના સમકાલીન એવા સમર્થ સંસ્કૃતટીકાકાર મલયગિરિજી મહારાજા થયા. કહેવાય છે કે તે સરસ્વતીદેવી-પ્રસાદલબ્ધ શ્રમણ હતા. તેઓએ બેનમૂન મૃતોપાસના થકી અનેક સાહિત્યનું સર્જન કર્યું. તેમણે આગમોની વૃત્તિ, ગ્રંથોની ટીકા, વ્યાકરણરચના આદિ અનેક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરેલું છે, જેનો કિંચિત નામોલ્લેખ કરીએ તો
આવશ્યકસૂત્ર-બૃહદ્ધત્તિ, પિંડનિર્યુક્તિ-વૃત્તિ, ઉપાંગ સૂત્રોમાં જીવાજીવાભિગ, પન્નવણા, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, રાયuસેણીય આદિ, ઉપરાંત જ્યોતિષ કરંડક, નંદિ, બૃહત્કલ્પ, ભગવતી બીજું શતક, વ્યવહારસૂત્ર, વિશેષાવશ્યક આદિની વૃત્તિઓની રચના કરી.
આગમેતર ગ્રંથોમાં ક્ષેત્રસમાસટીકા, કર્મપ્રકૃતિટીકા, પંચસંગ્રહ-ટીકા, ધર્મસંગ્રહણી-ટીકા, ધર્મસાર-ટીકા,
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [39]
મુનિ દીપરત્નસાગરજી