________________
રચના કરી, જે ૧૦૯૯૪ શ્લોકપ્રમાણ હતું. તેઓએ જિનભદ્રક્ષમાશ્રમણકૃત સંગ્રહણીને આધારે ‘સંગ્રહણીરત્ન’ ગ્રંથ રચેલો તેમજ ક્ષેત્રસમાસની પણ રચના કરેલી.
દેવભદ્રસૂરિ
તેઓ મલધારી શ્રી ચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે શ્રી ચંદ્રસૂરિકૃત સંગ્રહણી પર વૃત્તિ રચેલી છે. તથા ન્યાયાવતાર ટિપ્પણ પણ રચેલ છે.
વર્ધમાનસૂરિ
ગોવિંદસૂરિના શિષ્ય એવા વર્ધમાનસૂરિએ સંવત ૧૧૯૭માં ગણરત્નમહોદધિ નામક વ્યાકરણ ગ્રંથ સ્વોપત્તવૃત્તિ સહિત બનાવ્યો. તેમાં ગણોને શ્લોકબદ્ધ કરી તે ગણના પ્રત્યેક પદને સદ્રષ્ટાંત વ્યાખ્યાયિત કર્યા છે. તેમાં અનેક વૈયાકરણોના મતનો ઉલ્લેખ છે. સમજાવટમાં માલવાના પરમાર રાજાઓના સંબંધી કાવ્યો પણ આપેલા છે. તે ઉપરાંત તેમણે સિદ્ધરાજના વર્ણન સંબંધી પણ કોઈ ગ્રંથ રચ્યાનું મનાય છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [38]
મુનિ દીપરત્નસાગરજી