________________
ષડશીતિટીકા, સપ્તતિકા-ટીકા આદિ વિવેચન ગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત શબ્દાનુશાસન નામે વ્યાકરણ રચેલું છે. આજે પણ જૈન સાહિત્ય જગતમાં વૃત્તિકાર મહર્ષિરૂપે તેમનું નામ ઘણા જ ગૌરવથી યાદ કરાય છે.
લક્ષ્મણ ગણિ
મલધારી હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે સંવત ૧૧૯૯માં ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ સુપાર્શ્વનાથચરિત્ર રચેલ છે.
------*
વિક્રમ સંવત ૧૨૦૪ થી ૧૨૯૯માં ઘણું સાહિત્ય સર્જન થયું. જેમ કે
જિનભદ્ર એ ઉપદેશમાલા કથા રચી. ચંદ્રસેને વ્યાકરણ સંબંધી ગ્રંથ ઉત્પાદસિદ્ધિ રચ્યો. નેમિચંદ્ર એ પ્રાકૃતમાં અનંતનાથચરિત રચ્યું કનકચંદ્રએ પૃથ્વીચંદ્રચરિત-ટિપ્પણની રચના કરી. રવિખભે શીલભાવના વૃત્તિ રચી એ પ્રમાણે અનેક ગ્રંથો રચાયા.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [40]
મુનિ દીપરત્નસાગરજી