________________
શ્રીચંદ્રસૂરિ
સર્વદેવસૂરિના પરિવારવર્તી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. જેણે પાટણમાં સંવત ૧૨૧૪માં ૮૦૦૦ શ્લોક-પ્રમાણ પ્રાકૃત-ભાષામય સનસ્કુમારચરિત્ર રચ્યું
વિજયસિંહસૂરિ
તેઓશ્રી રાજગચ્છીય અભયદેવસૂરિના પરિવારના જિનચંદ્રસૂરિના શિષ્ય હતા. જેણે ઉમાસ્વાતિવાચક રચિત જંબુદ્વીપસમાસ પર વિનેયજનહિતા નામની ટીકા રચેલી.
હરિભદ્રસૂરિ
વડ-બૃહદ્વચ્છમાં થયેલા જિનચંદ્રસૂરિના પરિવારના શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ થયા. તેઓ ગુર્જર રાજધાની પાટણમાં ઘણો કાળ રહેલા.
તેમણે ચોવીસ તીર્થંકરોના ચરિત્ર પ્રાકૃતઅપભ્રંશાદિ ભાષામાં રચ્યા. તેમાંનાં ચંદ્રપ્રભ, મલ્લિનાથ અને નેમિનાથનાં ચરિત્રો હજી પણ ઉપલબ્ધ છે, જેનું ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ કદ છે, જેમાંનું નેમિનાથ ચરિત્ર અપભ્રંશ ભાષામાં જ રચાયેલ છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [41] મુનિ દીપરત્નસાગરજી