________________
પદ્મપ્રભસૂરિ
- વિક્રમ સંવત ૧૨૨૧માં પદ્મપ્રભસૂરિએ ભુવનદીપક નામે જ્યોતિષનો ગ્રંથ રચ્યો, જેનું અપરનામ ગ્રહભાવપ્રકાશ છે. આ પદ્મપ્રભસૂરિને કોઈ મતે વાદીદેવસૂરિના શિષ્ય તરીકે ઓળખાવાયા છે.
પરમાનંદસૂરિ
શાંતિસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય પરમાનંદસૂરિ થયા. તેઓએ પ્રાચીન કર્મગ્રંથના પહેલા કર્મગ્રંથ ઉપર ૯૨૨ શ્લોક પ્રમાણ સંસ્કૃતવૃત્તિ રચેલી.
દેવચંદ્રમુનિ
હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે ચંદ્રલેખાવિજયપ્રકરણ' નામક પંચાંકી નાટક રચેલું. આ નાટક કુમારપાલના વીરત્વને સૂચવે છે.
તદુપરાંત તેમણે સનસ્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધ ઉપર પણ માનમુદ્રાભંજન નામે પણ એક નાટક રચેલું.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [42]
મુનિ દીપરત્નસાગરજી