________________
સંવત ૧૩૭૧માં નિવૃત્તિ ગચ્છીય પાસડસૂરિના શિષ્ય અંબદેવસૂરિએ સમરાદિત્ય રાસો રચ્યો. ખરતર ગચ્છીય જિનપદ્મસૂરિએ સ્થૂલભદ્ર ફાગ રચ્યો.
----- ----- ----- ----- -----૦---------
આ રીતે ચૌદમી સદી સુધીમાં થયેલા હૃતોપાસકો અને તેમની સાહિત્ય રચનાની ઝાંખી કરાવવા અમે પ્રયાસ કર્યો છે. તેનો અર્થ એવો નથી કે બીજી કોઈ સાહિત્યની રચનાઓ પણ થઇ જ નથી. આ તો માત્ર અમે આધારભૂત લીધેલા ગ્રંથોના આધારે થયેલ એક સામાન્ય સંકલન માત્ર છે, જે અપરિપૂર્ણ જ હોય તેમ અમે અત્યારે પણ માનીએ છીએ કેમકે આવા લેખો માટે પુષ્કળ સંદર્ભસાહિત્ય અને પ્રચૂર સમયાવાકાશ જરૂરી હોય છે. જે બંને અમારી પાસે સંપાદકે આપેલા સમયમાં શોધવાનો, એકઠું કરવાનો અને સંકલન કરવાનો સમયઅવકાશ હતો જ નહિ.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [69]
મુનિ દીપરત્નસાગરજી