________________ ચૌદમી સદીથી આજ પર્યત સાહિત્ય યાત્રા ચાલુ જ રહી, જે આપણે સૌ જાણીએ જ છીએ. તે માટે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, જૈન પરંપરાના વિવિધ ઇતિહાસો, જૈન ગુર્જર કવિઓ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સાહિત્ય ક્ષેત્રે જૈનો ઇત્યાદિ અનેક સંદર્ભો અમે પણ જોયેલા છે, પણ આ લેખને અમે ચૌદમી સદી સુધી લઇ જઈ છોડી રહ્યા છીએ, અર્થાત, આ અપૂર્ણ લેખ જ છે. માટે આ સિવાય પણ આટલા સૈકાનું અનેક મહત્વપૂર્ણ સાહિત્ય અને તેના શ્રુતોપાસકો એ સર્વેનું સ્મરણ કરી આ લેખ અધૂરો છોડી રહ્યા છીએ......... ... મુનિ દીપરત્નસાગર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [70] મુનિ દીપરત્નસાગરજી