________________
ધન્યશાલિભદ્ર ચરિત્ર, સંવત ૧૩૦૫માં કૃતપુણ્યચરિત્ર આદિ રચ્યાં. સંવત ૧૨૮૫માં જ વિનયચંદ્ર આચાર્ય થયા. તેમણે પાર્શ્વનાથ ચરિત્રાદિ વિંશતિપ્રબંધ રચેલ. કાવ્યસાહિત્ય પર કવિશિક્ષા ગ્રંથ રચેલ. સંવત ૧૨૮૭માં સર્વદેવસૂરિએ સ્વપ્નસપ્તતિકા-વૃત્તિ રચી.
આ ધર્મઘોષસૂરિના
સંવત ૧૨૯૪માં પટ્ટધર મહેન્દ્રસૂરિએ શતપદીપ્રશ્નોત્તર-પદ્ધતિનો સમુદ્ધાર કર્યો. તેમ જ તીર્થમાલાસ્તોત્ર પ્રતિમા સ્તુતિની સટીકની રચના કરી. જિરાવલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર રચ્યું. તેના શિષ્ય ભુવનતુંગસૂરિએ ચતુ:શરણાવયૂરિની રચના કરી.
૧૨૯૪માં ચાંદ્રકુલીન વિબુધપ્રભસૂરિના શિષ્ય પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રત તથા કુંથુનાથના ચરિત્રોની રચના કરી. ૧૨૯૫માં ખરતર-ગચ્છીય સુમતિગણિ એ ગણધરસાર્ધશતક પર બૃહદવૃત્તિ રચી. આ જ સાલમાં ઉદયસિંહસૂરિએ પિંડવિશુદ્ધિ પર ૭૦૩ શ્લોકપ્રમાણ દીપિકા રચી. સંવત ૧૨૯૬માં ગુણાકારસૂરિએ નાગાર્જુનકૃત યોગમાલા પર વૃત્તિ રચી. સંવત ૧૨૯૮માં ચંદ્રગચ્છીય દેવેન્દ્રસૂરિએ ૫૭૩૦ શ્લોકપ્રમાણ ઉપમિતિભવ-પ્રપંચકથા સારોદ્ધાર રચ્યો.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [59]
મુનિ દીપરત્નસાગરજી