________________
સાહિત્યકાળ સંવત ૧૩૦૦થી ૧૩૫૨
વાઘેલાઓના શાસનકાળનો આ સમય હતો. સંવત ૧૩૦૦માં વિશળદેવે સોલંકી ત્રિભુવનપાલ પાસેથી ગુજરાતનું રાજ્ય લઇ લીધું હતું. આ કાળમાં શ્રુતવારિધિ કહી શકાય તેવા અને પ્રશસ્તવ્યાખ્યાન કૌશલ્યના ધારક એવા શ્રી દેવેન્દ્રસૂરિ થયા. તેઓ તપાગચ્છના સ્થાપક શ્રી જગતચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમના વ્યાખ્યાનમાં ૧૮૦૦ શ્રાવકો સામાયિક લઈને બેસતા હતા.
તેઓએ પોતાની શ્રુતસાધનાના ફળરૂપે અનેક સાહિત્યગ્રંથોની રચના કરેલી. તે સામાન્ય ચિતાર અહીં રજૂ કરેલ છે.
પાંચ નવ્ય કર્મગ્રંથો રચ્યા. તેના પર સ્વોપજ્ઞ ટીકા બનાવી. સિદ્ધપંચાશિકા, દેવવંદનાદિ ત્રણ ભાષ્યો, સુદર્શના-ચરિત્ર, શ્રાવકદિન-નૃત્યસટીકં, શ્રાવકદિન-કૃત્યસટીકં, ધર્મરત્નટીકા, દાનાદિકુલક અનેક સ્તવન-પ્રકરણાદિ રચેલા. તેઓ સંવત ૧૩૨૭માં કાળધર્મ પામ્યા.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [60] મુનિ દીપરત્નસાગરજી