Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
Catalog link: https://jainqq.org/explore/034795/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ethe%-2eo : IPLકે 5222008 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 06 ધર્મબોધ ગ્રંથમાળા-પુષ • 9 - ધર્મવ્યાધ પ્રથમાળા-પુષ નવમુ V ચારિત્રવિચાર [ સમ્યક્ષ્યારિત્રનું સ્વરૂપ ] - - - - - - - - - : લેખક : ધીરજલાલ કરશી શાહ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - : પ્રકાશક છે શ્રી મુક્તિકમલ જિન મેહનગ્રન્થમાળા. કાર્યાધિકારી-લાલચંદ નંદલાલ શાહ ઠે. રાવપુરા, ઘીકાંટા, વકીલ બ્રધર્સ પ્રેસ-વડોદરા. ક - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : મુક્તિકમલ બેન મોહનગ્રંથમાલા રાવપુરા, મહાજન પિળ-વડેદરા. આવૃત્તિ પહેલી. પહેલી વાર દસ આના વિ. સં. ૨૦૦૮ વસંતપંચમી. | મુવક : શા. ગુલાબચંદ લલુભાઈ શ્રી મહોદય પ્રી. પ્રેસ-ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - - - આભાર-દર્શન - - - --- ----- - ગામ સમઢીયાળાના વતની ધર્મશ્રદ્ધાળુ શ્રેષ્ટિ શ્રી ભાઈચંદ રૂપચંદ શાહ તથા અખંડ સૌ પ્લેન શ્રી અચરત ભાઈચંદ શાહે આ ! ગ્રન્થમાળાનું પ્રકાશન સસ્તુ રાખવામાં જનારી ખેટમાં આપેલી સહાય બદલ તેમને હાર્દિક આભાર માનવામાં આવે છે. --- -- -પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ s ૧ થી ૪૦ વિષય ૧ સચ્ચારિત્ર (૧) સમ્યક્યારિત્રનું મહત્વ (૨) સમ્યફારિત્રની વ્યાખ્યા (૩) છ પ્રકારની લેશ્યાઓ (૪) જંબૂવૃક્ષ અને છ પુરુષો ( દષ્ટાંત) (૫) શુકલેશ્યાનું સ્વરૂપ (૬) મોહનાશની જરૂર (૭) બકરીઓ સિંહ (દષ્ટાંત) (૮) “હું”દેહ નથી પણ આત્મા છું. (૯) જડ વસ્તુઓ “મારી” નથી. (૧૦) સગપણ સંબંધે કાલ્પનિક છે. (૧૧) અઢાર નાતરાંને પ્રબંધ (દષ્ટાંત) (૧૨) લાભ બધાને પણ પાપ પિતાનું (૧૩) રતનિયે ભીલ (દૃષ્ટાંત). (૧૪) પૌગલિક સુખની અસારતા (૧૫) મેહનું મહાતાંડવ (૧૬) મેહથી ઉત્પન્ન થતા ભાવે. (૧૭) સ્વભાવ (૧૮) પરભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૧ થી ૭૭ ૪૩ ४४ (૧૯) પરભાવ ટળ્યાની પરીક્ષા (૨૦) જ્ઞાન અને ક્રિયાના સંગથી જ મોક્ષ છે. (૨૧) આંધળો અને પાંગળો (દષ્ટાંત ) , (૨૨) શૂન્ય ઘરનું દષ્ટાંત (૨૩) જ્ઞાન, સંયમ અને તપ (૨૪) એકનું પ્રતિપાદન એ બીજાને નિષેધ નથી. ૨ ચારિત્રધર્મ (૨૫) ચારિત્રધર્મના પ્રકારો (૨૬) પાપ વ્યાપાર (૨૭) ત્યાગની વ્યાખ્યા (સુબંધુનું દષ્ટાંત) (૨૮) સર્વત્યાગ અને દેશ ત્યાગ (ર૯) સર્વવિરતિ ચારિત્ર (૩૦) પહેલું પ્રાણાતિપાતવિરમણવ્રત (૩૧) બીજું મૃષાવાદવિરમણ-ત્રત (૩૨) ત્રીજું અદત્તાદાનવિરમણવ્રત (૩૩) ચેાથે મિથુનવિરમણવ્રત (૩૪) પાંચમું પરિગ્રહવિરમણવ્રત (૩૫) રાત્રિભજન વિરમણ-ત્રત (૩૬) સવાર-સાંજ પ્રતિક્રમણ (૩૭) ચરણસિત્તરી અને કરણસિત્તરી (૩૮) મૃગાપુત્રની કથા (૩૯) દેશવિરતિ ચારિત્ર (૪૦) ઉપસંહાર (૪૧ ) સુભાષિત ૪૫ ૭ ૪૭ ૪૮ ૪૮ ૬૪ ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ': ૧ : સમ્યક ચારિત્ર (૧) સમ્યફ ચારિત્રનું મહત્વ ચારિત્રનું મહત્વ પ્રકાશતાં અધ્યાત્મના ઊંડા અનુભવી આર્ય મહર્ષિએ કહે છે કે– જેમ વહાણને નિયમક જ્ઞાનવાળે હેવા છતાં અનુકૂળ પવન વિના ઈચ્છિત બંદરે પહોંચી શકતું નથી, તેમ જીવ પણ જ્ઞાની હોવા છતાં (સમ્યફ) ચારિત્રસ્પી પવન વિના સિદ્ધિસ્થાનને પામતે નથી. હે દેવાનુપ્રિય! તું ઘણી મહેનતે મનુષ્યપણું પામે અને કૃતનું આરાધન કરીને જ્ઞાની થયે, પરંતુ જો (સમ્યફ) ચારિત્રથી રહિત થઈશ તે ફરી સંસારમાં ડૂબી જઈશ, કારણ કે ઘણું સારું જાણનારા જ્ઞાનીએ પણ (સમ્યફ) ચારિત્રથી રહિત હોવાનાં કારણે આ સંસારમાં ડૂળ્યા છે. ઘણું કૃત ભણેલે હોય પણ (સમ્યફ) ચારિત્રથી રહિત હેય તે તેને અજ્ઞાની જ જાણું, કારણ કે તેનું જ્ઞાન શુન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ નવમું : ચારિત્રવિચાર ફળવાળું છે, અંધ મનુષ્ય આગળ લાખે-કોડે દીવાઓ પ્રકટાવ્યા હોય તે પણ તે શું કામના? ચક્ષવાળાને એક દવે પણ ત્યાગ અને ગ્રહણ આદિ ક્રિયાના હેતુથી પ્રકાશક થાય છે, તેમ (સમ્યફ) ચારિત્રવાળાને ડું જ્ઞાન પણ પ્રકાશક થાય છે. જેમ ચંદનને ભાર વહન કરનાર ગધેડે તેના ભારને જ ભાગી થાય છે, પણ તેની સુગંધને ભાગી થતું નથી, તેમ ( સમ્યફ) ચારિત્રથી રહિત એ જ્ઞાની પઠન-ગુણન–પરાવર્તન-ચિંતનાદિ કષ્ટને ભાગી થાય છે, પરંતુ તેનાથી પ્રાપ્ત થનાર સિદ્ધિલક્ષણ સગતિને ભાગી થતું નથી.” (૨) સમ્યક ચારિત્રની વ્યાખ્યા. સમ્યફ ચારિત્ર કેને કહેવાય? તેને ઉત્તર આપતાં નિર્ચથ મહાત્માઓ જણાવે છે કે જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે! લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહ-વને નવિ ભમતે રે! (૧) શુદ્ધ વેશ્યાથી અલંકૃત (૨) મહવનમાં નહિ ભમનારે અને (૩) નિજ સ્વભાવમાં મગ્ન એ આત્મા તે જ ચારિત્ર છે.” (૩) છ પ્રકારની લેશ્યાઓ. આત્માની પરિણતિને અથવા જીવના અધ્યવસાય-વિશેષને લેશ્યા કહેવામાં આવે છે. તેના રંગના ધોરણે છ પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમ કે (૧) કૃષ્ણુ–કાળી, (૨) નીલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મબેધ-ચંથમાળા : ૬ : વાદળી, (૩) કપાત-કWાઈ, () પીત-પીળી, (૫) પલ-ગુલાબી અને (૬) શુકલ-ત. તેમાં કાળા કરતાં વાદળી રંગ ઓછો ઘેરે હોય છે, વાદળી કરતાં કથ્થાઈ રંગ છે ઘેરે હોય છે, કWાઈ કરતાં પળે રંગ એ છે ઘેરે હોય છે, પીળા કરતાં ગુલાબી રંગ છે ઘેરે હોય છે અને ગુલાબી રંગ કરતાં શ્વેત રંગ ઓછો ઘેરે હેય છે, તે એટલે સુધી કે તેમાં જરાયે ઘેરાપણું દેખાતું નથી. તે રીતે કૃષ્ણ લેશ્યાવાળાના અધ્યવસાયે ઘણું મલિન હોય છે, નીલ ગ્લેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે, કાપિત. લેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે, પીતલેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે, પડ્યૂલેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે અને શુકલલેશ્યાવાળાના અધ્યવસાયે તદ્દન શુદ્ધ હોય છે. અધ્યવસાની આ તરતમતા સમજવા માટે જબૂવૃક્ષ અને છ પુરુષનું દષ્ટાંત વિચારવા ગ્ય છે, તે આ રીતે, (૪) જબક્ષ અને છ પુરુષે. કેઈ છ પુરુષે પ્રવાસ કરતાં અત્યંત ક્ષુધાતુર થયા. તેવામાં એક જબૂવૃક્ષ જોવામાં આવ્યું, જે પકવ અને મધુર ફલેથી ભરેલું હતું. એટલે પહેલા પુરુષે કહ્યું: “આ જ બૂર વૃક્ષને થડમાંથી જ કાપી નાખે કે જેથી તેના પરનાં સઘળાં ફળે પેટ ભરીને ખાઈએ.” બીજાએ કહ્યું: “તેને થડમાંથી કાપવાની શી જરૂર છે? તેનું એક મેટું ડાળું જ તેડી પાડે, એટલે આપણું કામ પતી જશે.” ત્રીજાએ કહ્યું “મટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ નવમું : ચારિત્રવિચાર ડાળું તેડી પાડવાની આવશ્યકતા નથી, તેની એક નાની ડાળી જ બસ છે, કારણ કે તેના પર જાંબુ ઘણું છે. ચેથાએ કહ્યું: “મેટી કે નાની ડાળી તેડવાની જરૂર નથી. માત્ર ફળવાળાં લુમખાં જ તોડે એટલે આપણું કામ પત્યું.” પાંચમાએ કહ્યું: “એવું શા માટે? ફળ સાથે પાંદડાં તેડવાની શું જરૂર? માટે ઉપર ચડીને પાકાં જાંબુ જ પાડે.” છઠ્ઠાએ કહ્યું: “અહીં ઘણું જાંબુ પડેલાં છે, તે ઉપર ચડીને નવાં જાંબુ પાડવાની શી જરૂર છે? આપણું કામ ઉદરતૃતિનું છે અને તે એનાથી બરાબર થઈ શકે એમ છે.” આ સાંભળી બધાએ નીચે પડેલાં તાજાં જાંબુ વણી લીધાં અને તેનાથી ઉદરતૃપ્તિ કરી. તાત્પર્ય કે--જીવન ધારણ કરવા માટે બેશુમાર હિંસા અને નિરર્થક પ્રવૃત્તિ એ કૃષ્ણલેશ્યા છે અને હિંસાવિહીન સાથે પ્રવૃત્તિ એ શુકલેશ્યા છે. (૫) શુકલેશ્યાનું સ્વરૂપ. શાસ્ત્રકાર મહર્ષિઓ શુકલેશ્યાવંતનું ચિત્ર આ રીતે अट्टरुद्दाणि वजित्ता, धम्मसुक्काणि झायए । पसन्तचित्ते दन्तप्पा, समिए गुत्ते य गुत्तिसु ॥ सरागे वीयरागे वा उवसन्ते जिइन्दिए । एयजोगसमाउत्तो, सुकलेसं तु परिणमे ।। (૧) જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એટલે દુઃખ અને હિંસામય વિચારે છોડીને ધર્મ અને શુકલધ્યાન એટલે પવિત્ર અને નિર્મલ વિચાર કરે છે. (૨) જેનું ચિત્ત ગમે તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ધમાધચંથમાળા : પુષ્પ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં પણ પ્રસન્ન હોય છે. (૩) જે આત્માનું દમન કરે છે એટલે કે તેને ઉન્માર્ગે જવા દેતું નથી. (૪) જે ઈય, ભાષા, એષણા, આદાન નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓથી--સમ્યફ ક્રિયાઓથી યુક્ત હોય છે. (૫) જે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિથી યુક્ત હોય છે. (૬) જે અત્યંત અ૫રાગી કે વીતરાગી હોય છે. (૭) જેના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે ઉપશાંત થયેલા હોય છે અને (૮) જેની પાંચે ઇઢિયે કાબૂમાં હોય છે. આવા ગુણેથી યુક્તને શુકલલેશ્યાના પરિણામવાળા જાણુ. (૬) મેહનાશની જરૂર. - શુકલેશ્યાનું આ સ્વરૂપ સમ્યફ ચારિત્રનું સંપૂર્ણ ચિત્ર ખડું કરે છે, પણ એ અવસ્થાએ પહોંચવા માટે મેહનો નાશ કરવાની જરૂર છે કે જેના લીધે આ જીવને મિથ્યા ભ્રમણાઓ થાય છે, અસત્ કલ્પનાઓ ઊઠે છે અને સ્વરદે વર્તવાની વૃત્તિ જાગે છે. મોહની આ લીલા સમજવા માટે આપણું પિતાના જીવનનું તેમજ આપણી આસપાસ પથરાયેલા જગતનું ઉઘાડી આંખે નિરીક્ષણ કરવાની જરૂર છે. વ્યવહારમાં આપણે “હું” અને “મારું” એ બે શબ્દોને ખૂબ જ ઉપયોગ કરીએ છીએ, પણ કદી શાંત ચિત્તે વિચાર કરીએ છીએ ખરા કે “હું કોણ છું? અને કોને મારું માની રહ્યો છું?” આપણે દેહને જ હું માનીને પ્રાયઃ બધે વ્યવહાર ચલાવીએ છીએ, પણ તે આપણી એક ચિરકાલીન ભૂલ છે કે જેવી ભૂલ બકરીઆ સિંહે કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ નવમું : ચારિત્રવિચાર (૭) બકરીઓ સિંહ, એક ભરવાડ વનમાં બકરાં ચારતે હતે, વણરતનું જન્મેલું એક સિંહનું બચ્ચું જોવામાં આવ્યું એટલે તેને ઘેર લાવ્યું અને બકરાનું દૂધ પાઈને મેટું કર્યું. હવે તે સિંહ બકરાંના વાડામાં રહેતા હતા અને જ્યારે બકરાં ચરવા જાય ત્યારે તેમની સાથે ચરવા જતું હતું. ત્યાં તે બકરાંની સાથે જ હરતા-ફરતે, બકરાંની સાથે જ ઊઠતા-બેસતે અને બકરાની સાથે જ ખાતા-પીતે. આમ ઘણું સમય સુધી બકરાંની સેબતમાં રહેવાથી તે સિંહ પિતાને બકરે જ માનતે. હતા અને પિતાને સર્વ જીવન-વ્યવહાર તે મુજબ જ ચલાવતે હતે. એવામાં એક દિવસ વનને બીજે સિંહ ત્યાં આવી. ચડ્યો અને તેણે પિતાના સ્વભાવ મુજબ મેટી ગર્જના કરી. એટલે સઘળાં બકરાં નાસવા લાગ્યાં અને તેમની સાથે પેલે. બકરીઓ સિંહ પણ નાસવા લાગ્યા. એ જોઈને વનના સિંહે કહ્યું કેઃ “અરે ભાઈ! મારી ગર્જનાથી બકરાં તે નાસી જાય, પણ તું કેમ નાસે છે? તું તે મારા જે જ સિંહ છે!” ત્યારે બકરીઓ સિંહ બે કે “તારું કહેવું મિથ્યા છે. હું સિંહ નથી પણ બકરે છું અને તારું ખાજ હોવાથી તારાથી ભય પામીને નાસી જઉં છું.” આ જવાબથી વનને સિંહ સમજી ગયે કે આ સિંહ ઘણા દિવસ સુધી બકરાંના સંગમાં રહ્યો છે તેથી પિતાને બકરા માની બેઠા છે. પરંતુ તેને એ ભ્રમ ભાંગ ઘટે છે. એટલે તેણે કહ્યું કે “ભાઈ ! મારું કહેવું મિથ્યા છે કે સાચું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ધમબોધ-ગ્રંથમાળા * પુષ્પ છે તેની ખાતરી કર. ક્યાં બકરાનું શરીર અને કયાં તારું શરીર, પ્રાં કરતાં તે કેટલું બધું મટે છે? કદાચ તું એમ કે તે હઈશ કે મારું શરીર બહુ મોટું છે, તેથી હું માટે બકરો છું, પણ એ હકીકત સાચી નથી. તારું મોટું મારા મોઢા જેવું ગેળ છે, પણ બકરાનાં મેઢાં જેવું લાંબુ નથી. તારી કેડ મારી કેડ જેવી પાતળી છે પણ બકરાંની કેડ જેવી જાડી નથી. વળી તારા પગે મારી માફક નહોર છે પણ બકરાંની માફક ખરીઓ નથી. તેમજ તારું પૂછડું મારાં પૂંછડાની જેમ લાંબું છે પણ બકરાંની પૂંછડીની જેમ તદ્દન કું નથી, અને તારી ગરદન પર સુંદર કેશવાળી ઊગેલી છે કે જેવી કેશવાળી મારી ગરદન પર પણ ઊગેલી છે. શું આવી સુંદર કેશવાળી બીજા કેઈ બકરાંની ગરદન પર ઊગેલી જણાય છે ખરી? તથા બકરામાં અને તારામાં મેટે તફાવત તે એ છે કે- દરેક બકરાંનાં માથા પર બબ્બે શીંગડાં ઊગેલાં છે, જ્યારે તારા માથા પર એક પણ શિંગડું ઊગેલું નથી કે જે પ્રમાણે મારા માથા પર પણ ઊગેલું નથી. માટે ભ્રમને દૂર કરી અને તું પણ મારા જેવો જ સિંહ છે, એમ સમજી લે.” આ શબ્દો સાંભળતાં જ બકરીઆ સિંહની આંખ ઊઘડી ગઈ, તેને ભ્રમ ભાંગી ગયા અને તે પિતાને સિંહ સ્વરૂપે જેવા લાગ્યું. પછી તે પેલા સિંહની સાથે વનમાં ગયે અને ત્યાં સિંહનું જીવન જીવીને સુખી થયે. (૮) “હું દેહ નથી પણ આત્મા છું. તાત્પર્ય કે-આપણે દીર્ઘકાલના મેહજન્ય સંસ્કારોથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ નવમું : ચારિત્રવિચાર આપણું મૂળસ્વરૂપ ભૂલી ગયા છીએ અને દેહને જ હું માનવા લાગ્યા છીએ, પણ એ વિચાર કરતા નથી કે (૧) આપણે આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દથી રહિત એવે ચૈતન્ય દેવ છે, જ્યારે દેહ તે લેહી, માંસ, ચરબી, હાડકાં અને ચામડાંરૂપ પુદ્ગલની બનાવટ છે, તે તે “હું” કેમ હોઈ શકે? (૨) આપણો આત્મા શસ્ત્રોથી છેદા નથી, અસ્ત્રોથી ભેદા નથી, રેગથી ઘેરાત નથી કે કદી વિકૃતિ પામતું નથી, જ્યારે દેહ તે શસ્ત્રોથી છેદાય છે, અસ્ત્રોથી ભેદાય છે, રોગથી ઘેરાય છે અને ગમે ત્યારે વિકૃતિ પામે છે, તે તે “હું” કેમ હોઈ શકે? (૩) આપણે આત્મા કદી જન્મેલે નથી એટલે અજ છે, કદી વૃદ્ધ થતું નથી એટલે અજર છે અને કદી મૃત્યુ પામતું નથી એટલે અમર છે, જ્યારે દેહ તે જમેલે છે, વૃદ્ધાવસ્થાને પામનાર છે અને મૃત્યુ આવ્યું તેને આધીન થનારે છે, તે તે “હું” કેમ હોઈ શકે? (૪) આપણે આત્મા પવિત્ર છે, શુદ્ધ છે તથા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યને સ્વામી છે, જ્યારે દેહ તે અપવિત્રતાથી ભરેલો છે, અશુચિનું ધામ છે અને તેના દશ દરવાજેથી લીંટ, લાળ, પ્રવેદ વગેરે ગંદકીને પ્રવાહ નિરંતર વહ્યા કરે છે, તે તે “હું” કેમ હોઈ શકે? એટલે “હું દેહ નથી, પણ આત્મા છું' એવો વિચાર બરાબર સ્થિર થ ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથમાળા : ૯ : (૯) જડ વસ્તુઓ મારી નથી. મહના પરિબળને લીધે આપણે ત્રાંબા, જસત, રૂપા તથા સોનાના ચૈતન્યહીન ટુકડાઓને “મારા” માની લઈએ છીએ; હીરા, માણેક, નીલમ તથા મોતી જેવા નિર્જીવ પદાર્થોને “મારા માની લઈએ છીએ અને ઈંટ, પત્થર, ચુના તથા લાકડાં–લેઢાનાં જડ મકાનેને પણ “મારા” માની લઈએ છીએ; પણ એ વિચાર કરતા નથી કે જે વસ્તુઓ ચૈતન્યહીન છે, નિર્જીવ છે, જડ છે, તે મારી કેમ હોઈ શકે? શું બકરીનું બચ્ચું ઘડાનું થાય છે? ઘેડાનું બચ્ચું ઊંટનું બચ્ચું થાય છે? કે ઊંટનું બચું હાથીની સંજ્ઞા ધારણ કરે છે? જે એને જવાબ નકારમાં હેય-નકારમાં જ હોય–તે પછી જડ વસ્તુઓને આત્માની માની લેવામાં કઈ બુદ્ધિમત્તા છે? એટલે “જંડ વસ્તુઓ “મારી નથી, પણ જ્ઞાન-દર્શનચારિત્ર-તપ મારાં છે એ વિચાર સ્થિર થે ઘટે છે. (૧૦) સગપણુસબ કાલ્પનિક છે. મેહના પરિબળને લીધે, આપણે “મારી માતા” “મારા પિતા,” “મારી પત્ની,” “મારા પુત્રે,” “મારી પુત્રીએ” મારાં કુટુંબીઓ,” “મારાં સ્વજને,” “મારા સંબંધીઓ એમ જુદાં જુદાં સગપણ-સંબંધે માની લઈએ છીએ પણ તે વાસ્તવિક નથી. કારણ કે“કાળી ગાથા વાયા, વાયા માયા રિવા જ પુત્ત જા अणवत्था संसारे, कम्मवसा सब्बजीवाणं ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાઇ, પિતા, વડી નવમું ! * ૧૦ : ચારિત્રવિચાર જે એક ભવમાં જનની હોય છે, તે બીજા ભવમાં જાયા (પત્ની) બને છે અને જે એક ભવમાં જાયા હોય છે, તે બીજા ભવમાં જનની બને છે. તે જ રીતે જે એક ભવમાં પિતા હોય છે, તે બીજા ભવમાં પુત્ર બને છે અને જે એક ભવમાં પુત્ર હોય છે, તે બીજા ભવમાં પિતા બને છે. એટલે કર્મને વશ થયેલા જીને આ સંસારમાં વાસ્તવિક સગપણ સંબંધ જેવું કંઈ જ નથી.” વળી એક જ ભવમાં સંસારનાં સગપણ-સંબંધે એવી રીતે ગુંચવાઈ જાય છે કે એક બાળકને ભાઈ, પુત્ર, દિયર, ભત્રીજે, કાકે અને પૌત્ર કહેવાને પ્રસંગ આવે છે; એક જ પુરુષને ભાઈ, પિતા, વડદાદે, ભરતાર, પુત્ર અને સસરે કહેવાને પ્રસંગ આવે છે, અને એક જ સ્ત્રીને માતા, દાદી, ભેજાઈ, પુત્રવધૂ, સાસુ અને શક્ય કહેવાને પ્રસંગ આવે છે. આ વાતની વિશેષ પ્રતીતિ કુબેરદત્તાની કથા યાને અઢાર નાતરાંને પ્રબંધ જાણવાથી થઈ શકશે. (૧૧) અદાર નાતરાને પ્રબંધ. ધનધાન્યથી સમૃદ્ધ, અદ્ધિસિદ્ધિથી ભરપૂર અને વૈભવવિલાસથી પૂર્ણ મથુરા નામે નગરી હતી. ત્યાં વિવિધ પ્રકારના લેકે વસતા હતા અને વિવિધ પ્રકારના વ્યવસાય કરતા હતા. તેમાં કેટલીક સ્ત્રીઓ દુર્ભાગ્યના યોગે પિતાને દેહ વેચીને જીવનનિર્વાહ કરતી હતી. આ વર્ગમાં કુબેરસેના નામની એક સ્ત્રી હતી, જે પોતાના રૂ૫-લાવણ્યને લીધે ઘણી પ્રશંસા પામી હતી. એક વખત તેના પિટમાં પીડા ઉત્પન્ન થઈ એટલે તેની અને માતા ય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મબંધગ્રંથમાળા : ૧૧ ? રખેવાળી કરનારી કુદિની-માતાએ ચિકિત્સાનિપુણ વૈદ્યને બોલાવ્યો અને તેની યોગ્ય ચિકિત્સા કરવાનું જણાવ્યું. વૈદ્ય તેનું શરીર તપાસીને તથા નાડી પરીક્ષા કરીને કહ્યું કે “આના શરીરમાં કોઈપણ પ્રકારને રેગ નથી, પણ પુત્ર-પુત્રીનું જેલું ઉત્પન્ન થયું છે તેથી જ આ પીડા પ્રવર્તે છે.” આ શબ્દો સાંભળીને કુટિનીએ વૈદ્યને વિદાય કર્યો અને કુબેરસેનાને કહ્યું કે “હે પુત્રી ! આ ગર્ભ તારા પ્રાણને નાશ કરશે, માટે રાખવા યોગ્ય નથી.” કુબેરસેના વેશ્યાને વ્યવસાય કરતી હતી, પણ છેક હૃદયહીન ન હતી એટલે અપત્ય-પ્રેમની એક અવ્યક્ત ઊર્મિ તેના હૃદયને સ્પર્શી ગઈ અને તેણે કહ્યું કેઃ “માતા! ભવિતવ્યતાના યેગે મારા ઉદરમાં ગર્ભ ઉત્પન્ન જ થયું છે, તે તે કુશલ રહે. તેના માટે હું ગમે તે કઠિન કલેશ સહન કરીશ, પરંતુ ગભપાત તે નહિ જ કરું. મેં સાંભળ્યું છે કે જેઓ કાચા ગર્ભને ગાળે છે, કેઈ પણ પ્રકારે ભ્રણની હત્યા કરે છે, તેઓ અન્ય જન્મમાં નરકની ભયંકર યાતનાઓ સહન કરે છે અને તેમના કલેશને કેઈ સીમા હોતી નથી. તેના કરતાં હું અત્યારે થડે કલેશ સહન કરી લઉં તે શું છેટું છે?” કુબેરસેના પિતાના આ નિશ્ચયને મક્કમતાથી વળગી રહી અને યોગ્ય સમયે તેણે પુત્ર-પુત્રીનું એક છેડલું પ્રસવ્યું. તે | વખતે પેલી કુટિની માતાએ કહ્યું કે “દીકરી ! પુત્ર-પુત્રીના આ જોડલાને ઉછેરતા તારી જુવાનીને નાશ થશે, માટે વિઝાની પેઠે તેને ત્યાગ કર અને જેના પર આજીવિકાને મુખ્ય આધાર છે તે જુવાનીને જાળવી રાખ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૧૨ : ચારિત્રવિચાર આ શબ્દો સાંભળીને કુબેરસેનાએ જણાવ્યું કે “માતા ! તમારું કહેવું એક રીતે ઠીક છે, પણ મને આ પુત્ર-પુત્રી પર મમત્વ છે, માટે થોડા દિવસ તેમને સ્તનપાન કરાવવા દે. પછી હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.” અને કુબેરસેનાએ એ પુત્ર-પુત્રીને દશ દિવસ પ્રેમપૂર્વક સ્તનપાન કરાવ્યું. પછી અગિયારમા દિવસે પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા પાડી, તે પ્રમાણેના અક્ષરે સોનાની બે મુદ્રિકાઓ પર કેતરાવીને, તે તે મુદ્રિકાવાળે સેનાને અછડે તેમના ગળામાં પહેરા અને તે બંનેને લાકડાની એક પેટીમાં મૂકીને સંધ્યાસમયે તે પેટીને જમના નદીના પ્રવાહમાં તરતી મૂકી દીધી. ગર્ભાવસ્થામાં જેમની પૂરેપૂરી રક્ષા કરી હતી, જેમને પ્રેમપૂર્વક દશ દિવસ સુધી સ્તનપાન કરાવ્યું હતું, તેમને આ રીતે નદીના પ્રવાહમાં વહાવી દેતાં કુબેરસેનાને અકથ્ય વેદના થઈ, પરંતુ અન્ય ઉપાય નહિ હોવાથી તેણે એ વેદના સહન કરી લીધી અને પાછી પિતાના વ્યવસાયમાં લાગી ગઈ. આ તરફ પિલી લાકડાની પેટી નદીના પ્રવાહમાં તણાતી તણાતી પ્રભાતસમયે શૈર્યપુર નગરે આવી અને સ્નાન કરવા માટે આવેલા બે શ્રેષ્ઠીપુત્રોની નજરે ચડી. એટલે તેમણે એ પેટીને સાચવીને બહાર કાઢી અને ઉઘાડીને જોયું તે તેમાં એ બાળકે નજરે પડ્યાં. તેમાં પુત્રને અથી હતે તેણે પુત્રને લીધે અને પુત્રીને અર્થે હતે તેણે પુત્રીને લીધી અને એ રીતે તે બંનેએ પિતાના ઘેર જઈને તેમણે પોતાની પત્નીઓને સેપ્યા. ત્યાં મુદ્રિકામાં લખેલા અક્ષરે અનુસાર તેમનાં કુબેરદત્ત અને કુબેરદત્તા એવાં નામે પાડવામાં આવ્યાં અને તે બંને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ માધગ્રંથમાળા , : ૧૩ ? * પુષ્પ સુખચેનથી ઉછરતાં મેટાં થયાં ત્યારે પેલી મુદ્રિકાએ તેમને પહેરાવવામાં આવી. - હવે કુબેરદત્તને યુવાન થયેલે જાણી તેને પાલક પિતા તેના માટે યોગ્ય કન્યાની શેધ કરવા લાગે અને આ બાજુ કુબેરદત્તાને યુવાન થયેલી જાણીને તેને પાલક પિતા પણ ગ્ય વરની તપાસમાં પડ્યો. પરંતુ ઘણું ઘણી તપાસ કરવા છતાં ન તે કુબેરદત્તને વેગ્ય કન્યા મળી કે ન તે કુબેરદત્તાને યોગ્ય વર મળે. તેથી તે બંને પાલક પિતાઓએ કુબેરદત્ત અને કુબેરદત્તાનો જ માંહોમાંહે સંબંધ કર્યો અને ઘણું ઉત્સવપૂર્વક તેમનાં લગ્ન કરી પિતાની જવાબદારીને બે જ હલકે કર્યો. કુબેરદત્તને સહામણું સહચારિણે જોઈ આનંદ થયે. કુબેરદત્તાને કેડીલો કંથ મળવાથી નિરાંત થઈ અને તે બંને જણ પ્રેમના પહેલા પગથિયારૂપ સેગઠાબાજી રમવા બેઠાં. તે વખતે હાથનું જોરથી હલનચલન થતાં કુબેરદત્તના હાથમાંથી મુદ્રિકા નીકળી ગઈ અને તે કુબેરદત્તાના ખોળામાં જઈ પડી. એટલે કુબેરદત્તાએ તે મુદ્રિકા ઉઠાવી લીધી અને પિતાની આંગળીમાં પહેરી પરંતુ તેમ કરતાં બંને મુદ્રિકાઓ એક સરખી જ લાગી અને તેમાં કતરેલા અક્ષરો પણ સમાન મરેડવાળા જ જણાયા. આથી ચતુર કુબેરદત્તા સમજી ગઈ કે “કહે, ન કહે, પણ કુબેરદત્ત મારો સગો ભાઈ છે અને અમારે વિવાહ થયે તે ઘણું જ અનુચિત થયું છે.” પછી તેણે એ બંને મુદ્રિકાઓ કુબેરદત્ત આગળ મૂકી, એટલે તેને પણ એ મુદ્રિકાઓ સમાન લાગી અને તેમાંનાં અક્ષરે એક જ હાથે કેતરાયેલા જણાયા. આથી તે પણ સમજી ગયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ નવમું : .: ૧૪ કે ચારિત્રવિચાર કે “કુબેરદત્તા મારી બહેન છે અને તેની સાથે મારાં લગ્ન થયાં, તે ઘણું જ છેટું થયું છે.” પછી આ વાતની વિશેષ ખાતરી કરવા તેમણે પિતપોતાની માતાઓને સેગન દઈને પૂછ્યું કે “અમારી ઉત્પત્તિ શી રીતે થઈ છે, તે કહે.” ત્યારે તેમની માતાઓએ નદીના પ્રવાહમાં પેટી તણાતી આવી હતી ત્યાંથી માંડીને બધી હકીક્ત અક્ષરશઃ કહી સંભળાવી. આ સાંભળીને કુબેરદત્તે પોતાના પાલક માતાપિતાને કહ્યું કે “હે માતા ! હે પિતા ! અમે સાથે જન્મેલાં છીએ, એમ જાણવા છતાં તમે અમારે વિવાહ-સંબંધ કેમ કર્યો?” ત્યારે પાલક માતા-પિતાએ કહ્યું કે “અમે ઘણે ઘણે પ્રયત્ન કર્યો પણ તારા યોગ્ય અન્ય કન્યા નહિ જડવાથી આ કામ કર્યું છે. પરંતુ હજી કંઈ બગડી ગયું નથી. માત્ર તમારે હસ્તમેળાપ જ થયું છે પણ શરીરસંગ થયે નથી, એટલે આ વિવાહ ફેક કરીને તેને બીજી કન્યા પરણાવીશું.” કુબેરદત્તે કહ્યું: “આપને આ વિચાર યુગ્ય છે, પણ હાલ તે હું પરદેશ જઈને ધન કમાવાની ઈચ્છા રાખું છું અને તે પ્રાપ્ત કર્યાબાદ જ બીજા લગ્ન કરીશ; માટે મને આજ્ઞા આપે.” કુબેરદત્તનાં આવાં વચને સાંભળીને તેના પાલક માતાપિતાએ તેને પરદેશ જવાની રજા આપી અને એક શુભ દિવસે તેણે ઘણું કરિયાણું લઈને પરદેશ ભણી પ્રયાણ કર્યું. હવે તે કુબેરદત્ત પિતાની પાસેનાં કરિયાણુને વેચતે અને તેમાંથી ઉપજેલાં નાણાંમાંથી નવાં નવાં કરિયાણું ખરીદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ |ઃ પુષ્પ ધમધચંથમાળા : ૧૫ : કરતે એક દિવસ મથુરા નગરીએ આવી પહોંચ્યા અને ત્યાં બહોળો વેપાર કરીને ખૂબ ધન કમાવા લાગે. સાપના કરંડિયાને સાચવ અને જુવાનીને જાળવવી એ બને કામ સરખાં છે. જે સાપને કરંડિયે જરાયે ખુલે રહી ગયે કે તેમને સાપ બહાર નીકળી આવે છે અને ગફલતમાં રહેલા તેના માલીકને દંશ દઈને તેને પ્રાણ હરી લે છે, તે જ રીતે જુવાની બરાબર ન જળવાણ કે તેમાં છુપાઈ રહેલે કામવાસનારૂપી સર્ષ બહાર નીકળી આવે છે અને તેના માલીકને દંશ દઈને તેને ચારિત્રરૂપી પ્રાણ હરી લે છે. કુબેરદત્ત પિતાની જુવાનીને જાળવી શક્યો નહિ, કામવાસનાએ તેને તીણ દંશ દીધે, અને એક સંધ્યાકાળે તે મથુરાના રૂપબજારમાં નીકળી પડ્યો. અહીં નાની-મોટી અનેક રમણએ પિતાનાં રૂપનું છડેચક લીલામ કરી રહી હતી અને જે સદાગર વધારે મૂલ્ય આપતે તેને પિતાને દેહ સમર્પણ કરતી હતી. કુબેરદત્ત પાસે ધનની કમી ન હતી, એટલે તેણે મથુરાના રૂ૫બજારનું સર્વશ્રેષ્ઠ રૂપ ખરીદવાનો નિર્ણય કર્યો અને એમ કરતાં તે કુબેરસેનાના દ્વારે આવી ઊભે. એક રંગીલા પરદેશી જુવાનને જોઈને કુબેરસેનાએ તેને સારી રીતે આદરસત્કાર કર્યો અને અનેક પ્રકારના હાવભાવથી તેના દિલને રંજિત કર્યું. કુબેરસેના આધેડ ઉમરે પહોંચી હતી પણ તેણે પિતાની જુવાની જાળવી રાખી હતી અને હાવભાવ તથા અભિનયમાં તે તે અજોડ હતી. એટલે કુબેરદત્ત તેના પર લટુ બન્યું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ નવમું : ': ૧૬ : ચારિ વિચાર મેં-માથું ધન આપીને તેને ત્યાં જ રહેવા લાગ્યા. કુબેરસેનાને જોઈતું ધન મળવાથી તેણે અન્ય પુરુષ સાથે મહાબત કરવી છેડી દીધી અને એક કુબેરદત્તમાં જ મન પરેવીને રહેવા લાગી. એમ કરતાં તે એક પુત્રની માતા થઈ. આ બાજુ કુબેરદત્તાએ સંસારના વિષમ સ્વરૂપથી વૈરાગ્ય પામીને પવિત્ર પ્રત્રજ્યા ગ્રહણ કરી અને આકરા તપના ગથી થોડા જ વખતમાં અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાનના બળથી તે અમુક અંતરે રહેલા પદાર્થોને પણ સાક્ષાત્ જેવા લાગી. તેમાં તેણે મથુરાનગરી જઈ, પિતાના ભાઈ કુબેરદત્તને જે, પિતાની માતા કુબેરસેનાને જોઈ તથા તેને ઉત્પન્ન થયેલા પુત્રને પણ જે. અને તેના મુખમાંથી એકાએક શબ્દો સરી પડ્યા કે “ધિક્કાર છે આ સંસારને ! જેમાં પ્રાણીઓ વિષયાધીન થઈને ગમે તેવું અકાર્ય કરતાં પણ અચકાતા નથી !” પછી તે કુબેરદત્તા સાથ્વી પિતાની માતા તથા ભાઈને ઉદ્ધાર કરવાના હેતુથી અન્ય સાધ્વીઓ સાથે મથુરામાં આવી અને કુબેરસેનાને ત્યાં ધર્મલાભ આપીને ઊભી રહી. એક યુવાન આયને પિતાના અપવિત્ર આંગણામાં કેટલીક સાવીઓ સાથે ઊભેલી જોઈને કુબેરસેના પ્રથમ તે કંઈક સંકેચ પામી પણ પછી હાથ જોડીને નમસ્કાર કરતાં બેલી કે “હે મહાસતી ! મારી કઈ પણ વસ્તુ સ્વીકારીને મારા પર અનુગ્રહ કરો.” ત્યારે કુબેરદત્તા સાર્વીએ કહ્યું કે “અમારે વસતિ(ઉતરવાની જગ્યા)નો ખપ છે. ” આ શબ્દ સાંભળીને કુબેરસેનાએ કહ્યું કે “હે મહાસતી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ L: પુષ ધમધ-ચથમાળા : ૧૭ : હું વેશ્યા છું, પણ હમણાં એક ભતરના સંગથી કુલસ્ત્રી બનેલી છું, તે મારા ઘરને એક ભાગ આપ સુખેથી વાપરે અને અમને રૂડા આચારમાં પ્રવર્તાવે.” કુબેરસેનાએ આપેલા ઉપ-આશ્રયમાં કુબેરદત્તા અને બીજી સાવીઓ રહે છે અને પ્રસંગોપાત્ત ધર્મને ઉપદેશ કરે છે. એમ કરતાં કુબેરસેનાનું મન મળ્યું, એટલે એક દિવસ બપોરે તે પિતાના પુત્રને સાધવીઓની આગળ જમીન પર રમત મૂકીને ઘરકામમાં ગુંચાઈ, પરંતુ માતા દૂર જતાં તે પુત્ર મેટેથી રડવા લાગ્યું, એટલે કુબેરદત્તા સાધવી તેને છાને રાખવા માટે કહેવા લાગી કેઃ “હે ભાઈ! તું રડમા. હે પુત્ર! તું રડ મા. હે દિયર ! તું રડ મા. હે ભત્રીજા! તું રડ મા. હે કાકા તું રડ મા. હે પૌત્ર તું રડ મા.” આ શબ્દ બાજુના ઓરડામાં બેઠેલા કુબેરદત્તે સાંભળ્યા એટલે તે બહાર આવ્યા અને કુબેરદત્તા સાધ્વીને કહેવા લાગ્યા કેઃ “હે આય ! આવું અયુક્ત શું બેલે છે? આમ બેલવું તમને શોભતું નથી.” ત્યારે કુબેરદત્તા સાવીએ કહ્યું કે ‘મહાનુભાવ! હું અયુક્ત બેલતી નથી. મારે તે મૃષાવાદ નહિ કરવાનું વ્રત છે.” એટલે કુબેરદત્તે અધિક આશ્ચર્ય પામીને કહ્યું “તે શું તમે કહાં તે બધાં સગપણે આ પત્રમાં સંભવી શકે છે?' કુબેરદત્તા સાઠવીએ કહ્યું કે “હા. તે બધાં સગપણે આ બાલકમાં સંભવે છે, તે આ રીતે–(૧) આ બાલકની અને મારી માતા એક જ છે, એટલે તે મારો ભાઈ છે. (૨) તે મારા ભતરને પુત્ર છે, એટલે મારે પુત્ર છે. (૩) તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૧૮ : ચારિત્રવિચાર મારા ભતરને નાનો ભાઈ છે, એટલે મારો દિયર છે. (૪) તે મારા ભાઈને પુત્ર છે, એટલે મારે ભત્રીજો છે. (૫) તે મારી માતાના પતિને ભાઈ છે, માટે મારો કાકો છે અને (૬) મારી શેક્યના પુત્રને પુત્ર છે, એટલે મારો પાત્ર છે. વળી વધારામાં તેણે કહ્યું કે (૭) આ બાળકને પિતા અને હું એક જ માતાના ઉદરે જમેલા છીએ એટલે તે મારે ભાઇ છે. (૮) અને તે મારી માતાને ભર થયે, તેથી મારે પિતા છે. (૯) અને તે મારા કાકાને પિતા થયે, તેથી મારો વડદાદે છે. (૧૦) અને તે પ્રથમ મને પરણેલે છે, તેથી મારો ભર્તાર છે. (૧૧) અને તે મારી શેયને પુત્ર છે, તેથી મારો પણ પુત્ર છે. તથા (૧૨) મારા દિયરને પિતા થાય છે, તેથી મારે સસરે છે. અને (૧૩) આ બાલકની માતા છે, તે મને જન્મ આપનારી છે, માટે મારી માતા છે. (૧૪) અને મારા કાકાની માતા છે, તેથી મારી દાદી છે. (૧૫) અને મારા ભાઈની સ્ત્રી છે તેથી મારી જાઈ છે. (૧૬) અને મારી શેષના પુત્રની સ્ત્રી થઈ તેથી મારી પુત્રવધુ છે. (૧૭) અને મારા ભર્તારની માતા છે તેથી મારી સાસુ છે. તથા (૧૮) મારા ભાઈની બીજી સ્ત્રી થઈ, માટે મારી શક્ય છે. આ રીતે કુબેરદત્તા સાધવીએ અઢાર સંબંધે-અઢાર નાતરાં કહી બતાવ્યાં. તે સાંભળીને કુબેરદત્ત અત્યંત ખેદ પામ્ય અને વૈરાગ્યથી વાસિત થયે. કુબેરસેનાએ પણ દૂર ઊભાં ઊભાં આ બધું સાંભળ્યું હતું એટલે તે પણ અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગી અને સંસારના મિશ્યા સ્વરૂપથી વૈરાગ્ય પામી. પરિણામે કુબેરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ચંથમાળા : ૧૦ : : પુષ્પ દત્તે એ નગરીમાં બિરાજતા એક પંચમહાવ્રતધારી મુનિરાજ આગળ દીક્ષા લીધી અને કુબેરસેનાએ કુબેરદત્તા આગળ સમ્યકત્વ સહિત શ્રાવકનાં બાર વતે ધારણ કર્યા. આ રીતે કુબેરદત્તા સાધ્વી બંધુ અને માતાને ઉદ્ધાર કરીને અન્યત્ર વિહાર કરી ગયા અને શમ-દમથી પિતાના આત્માને ભાવિત કરતા પૃથ્વીપટ પર વિચરવા લાગ્યા. તાત્પર્ય કે-સંસારનાં સગપણ–સંબંધે કાલ્પનિક છે અને તેમાં સ્થિર વ્યવસ્થા જેવું કંઈ જ નથી. એટલે સાંસારિક સગપણ-સંબંધની પિકળતા મનમાં વસવી ઘટે છે. (૧૨) લાભ બધાને પણ પાપ પોતાનું. મેહથી મૂરિષ્ઠત બનીને આપણે કુટુંબને “મારું-મારું કરીએ છીએ અને તેના નિર્વાહ, રક્ષણ તથા એશઆરામ માટે ન્યાય–નીતિને નેવે મૂકીએ છીએ, દુરાચારની દસ્તી કરીએ છીએ અને અધર્મથી આવકાર આપતાં જરા ય અચકાતા નથી. પરંતુ એ વિચાર કરતા નથી કે આ પાપનું ફળ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તેમાં કોઈ પણ આડે હાથ દેવા આવશે નહિ. મતલબ કે-લાભ બધાને પણ પાપ પિતાનું, એ સાચી સ્થિતિ છે અને તેથી પાપનું ફલ પિતાને એકલાને જ ભોગવવું પડશે. જે કુટુંબીજને પાપમાં ભાગીદારી કરવા તૈયાર હેત તે રતનિયા ભીલને તેમને ત્યાગ કરીને તપશ્ચર્યાને માર્ગ અંગીકાર કરવાને વખત આવત જ નહિ. (૧૩) રતનિયે ભીલ. રતનિયા ભીલને તેના પિતાએ ધનુર્વિદ્યામાં કુશલ બનાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૨૦ : ચારિવાવિવાર હતું અને “ધાડ કેમ પાડવી?” “વાટ કેમ મારવી?” તથા “જતા આવતા મુસાફરોને યુક્તિથી કેવી રીતે લુંટી લેવા ?” તેનું પ્રયોગાત્મક શિક્ષણ આપ્યું હતું. તેથી લૂંટના કામમાં તે પાવર બન્યું હતું અને તેના વડે જ પિતાને તથા પિતાના કુટુંબીઓને નિર્વાહ કરતે હતે. એક દિવસ રતનિયે ધંધા અર્થે અરણ્યમાં ફરતે હિતે ત્યાં એક મહર્ષિ પાસેના રસ્તેથી પસાર થયા. એટલે રતનિયાએ તેમને રસ્તે આંતર્યો અને તેમની પાસે જે કંઈ હોય તે મૂકી દઈને ચાલતા થવાનું જણાવ્યું. પરંતુ મહર્ષિ પાસે ખાસ શું હોય? તેમણે એક ભગવી કફની પહેરી હતી. ખભે ગરમ કાંબળી નાખી હતી, એક હાથમાં કમંડળ પકડયું હતું અને બીજા હાથમાં દંડ ધારણ કર્યું હતું. તેમને આ વસ્તુઓ પર જરાયે મમત્વ ન હતું, પરંતુ રતનિયાની હાલત જોઈને દયા આવી, એટલે તેના પર અનુગ્રહ કરવાના હેતુથી કહ્યું કે “હે ભાઈ! તારે મારી પાસેથી જે કંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ લે, પણ તને એક સવાલ પૂછું છું, તેને જવાબ આપ કે તું આ નીચ ધંધે કોના માટે કરે છે ?' રતનિયાએ કહ્યું: “મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્ર અને પુત્રીઓનું બહેળું કુટુંબ છે. તે બધાને નિર્વાહ હું આ ધંધા વડે કરું છું.” મહર્ષિએ કહ્યું: “ભાઈ! તું જેમને માટે આ ઘેર પાપ કરી રહ્યો છે, તે સ્ત્રી, પુત્ર વગેરે શું તારા આ પાપમાં ભાગીદાર થશે ખરાં?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા : ૨૧ : રતનિયાએ કહ્યું: “અલબત્ત. તે બધાને માટે જ હું પાપ કરું છું તે મારાં પાપનાં ભાગીદાર તેઓ કેમ નહિ થાય?' મહર્ષિએ કહ્યું: “તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાને જ ભેગવવું પડશે. જે તેની ખાતરી કરવી હોય તે ઘેર જઈને બધાં કુટુંબીઓને પૂછી આવ કે તારાં કરેલા પાપમાં તેમને ભાગ કેટલે? તું એ પ્રશ્નને જવાબ લઈને આવીશ ત્યાં સુધી હું અહીં જ ઊભો રહીશ.” મહર્ષિના આ શબ્દએ રતનિયાના દિલ પર અસર કરી એટલે તે ઘેર ગયે અને દરેકને પૂછવા લાગ્યું કે “હું જે પાપ કરું છું તેમાં તમારે ભાગ કેટલે? આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની કંઈ પણ બેલી નહિ અને પુત્ર-પુત્રીઓ પણ ટગર ટગર સામું જોઈ રહ્યા. એટલે રતનિયાને ભારે આશ્ચર્ય થયું. “એક સીધી-સાદી વાતને ઉત્તર કેમ કેઈ આપતું નથી?” અને તેણે બધાને એ જ સવાલ ફરીને પૂક્યો, છતાં તેને કંઈ ઉત્તર મળે નહિ ત્યારે રતનિયાએ એ પ્રશ્ન ત્રીજી વાર પૂછડ્યો અને જણાવ્યું કે “મારા પ્રશ્નને જે હોય તે ઉત્તર આપે. તે લીધા વિના હું રહેવાનું નથી. તે વખતે બધાની વતી તેના પિતાએ કહ્યું કે “તું જે કંઈ પાપ કરે છે તે બધું તારું જ છે, અમે તે માત્ર તારા લાવેલાં દ્રવ્યના જ ભક્તા છીએ.” આ જવાબ સાંભળતાં જ રતનિયાની આંખે અંધારાં આવી ગયાં. “શું આ બધાં પાપનું ફલ મારે એકલાને જ ભેગવવાનું છે? તેમાં કઈને કંઈ પણ ભાગ નહિ? ખરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૨૨ : ચારિત્રવિચાર ખર! આજ સુધી હું અંધારામાં જ આથડ્યો છું, પરંતુ સારું થયું કે આજે આ મહર્ષિને ભેટે થયે અને તેમણે મારી આંખ ખૂલી નાખી.” રતનિયે ઘેરથી પાછો ફર્યો અને સીધે મહર્ષિના ચરણે પડ્યો. ‘કૃપાળુ! તમારું કહેવું સાચું પડયું, પરંતુ મારું હવે શું થશે? હું મહાપાપી છું, ઘેર અપરાધી છું, માટે મારો હાથ પકડો, મારો ઉદ્ધાર કરો. તમારા સિવાય અન્ય કેઈનું મને શરણ નથી.” અને મહર્ષિએ રતનિયાને જીવન વિષે સાચી સમજણ આપી તથા તપનું મહત્વ સમજાવી તેને આશ્રય લેવાનું જણાવ્યું. તે પ્રમાણે રતનિયાએ ઘેર તપને આશ્રય લેતાં તેના આત્માની શુદ્ધિ થઈ, તેનું ચારિત્ર નિર્મળ બન્યું અને તે એક મહર્ષિ બચે. તાત્પર્ય કે-કુટુંબીઓ સ્વાર્થનાં સગાં છે અને તેમાંનું કોઈ પણ પાપમાં ભાગીદાર થતું નથી. એટલે પ્રત્યેક મુમુક્ષુએ કુટુંબ માટે અધર્મ ન કરવાનો નિર્ણય કરે ઘટે છે. (૧૪) પગલિક સુખોની અસારતા. જેમ આત્માને દેહરૂપ માનવે એ અજ્ઞાન છે, જડ વસ્તુઓને “મારી” માનવી એ મિથ્યાત્વ છે અને કાલ્પનિક સગપણુ-સંબંધને સ્થિર માનવાં એ ભ્રમણું છે, તેમ પુદ્ગલનાં નિમિત્તથી ઉત્પન્ન થતાં સુખને વાસ્તવિક સુખ માનવાં એ અજ્ઞાન, મિથ્યાત્વ કે ભ્રમણું જ છે. પરંતુ મેહને વશ થયેલે જીવ તે પ્રકારનું અજ્ઞાન સેવવામાં આનંદ અનુભવે છે, તે પ્રકારનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ધમ બોધ-ચંથમાળા : ૨૩ : મિથ્યાત્વ સેવવામાં મોજ માણે છે અને તે પ્રકારની ભ્રમણને ભેગ બનવામાં ગૌરવ લે છે, એ શું ઓછું ખેદકારક છે? જે આ જીવ પોતાના અનુભવેનું તટસ્થતાથી તારણ કાઢે તે તરત જ સમજી શકે એમ છે કે પુદ્ગલનાં નિમિત્તથી ઉત્પન્ન થતાં તમામ સુખે ક્ષણિક છે એટલે કે સ્પર્શનું સુખ સ્પર્શ થાય ત્યાં સુધી જ ટકે છે, રસનું સુખ ખેરાક જીભ પરથી કંઠ સુધી પહોંચે ત્યાં સુધી જ ટકે છે, વાસનું સુખ સુવાસના પરમાણુઓ નાકમાં રહે ત્યાં સુધી જ ટકે છે, રૂપનું સુખ રૂપ નજરે પડે ત્યાં સુધી જ ટકે છે અને શબ્દનું સુખ શબ્દ સંભળાય ત્યાં સુધી જ ટકે છે. વળી એ સુખે ગવાયા પછી તૃપ્તિ કે સંતોષને અનુભવ થવાને બદલે તે પ્રકારનાં વધારે સુખે ભેગવવાની તૃષ્ણા કે લાલસા જાગૃત થાય છે એટલે પરાધીનતાની બેડી ગળામાં નંખાય છે અને એ સુખ જરા પણ થઈને ભેગવાયા કે શીધ્ર ભયંકર પરિણામ લાવે છે. સ્પર્શ સુખમાં આસક્ત બનેલે હાથી કાદવમાં ખેંચી જાય છે કે અજાડીમાં પડીને જિંદગીભરને ગુલામ બને છે. રસસુખમાં આસક્ત બનેલું માછલું ગલને કાંટે ગળામાં ભરાવાથી શીધ્ર માછીમારના હાથમાં જઈ પડે છે. સુવાસસુખમાં આસક્ત બનેલ ભમરો કમલદલમાં બીડાઈ જાય છે અને સવાર થતાં કમલેની સાથે હાથીઓના ઉદરમાં જઈ પડે છે. રૂપસુખમાં આસક્ત બનેલું પતંગિયું દીવાની ચેતમાં ઝંપલાવે છે અને તરત જ બળીને ખાખ થાય છે. તે જ રીતે શબ્દ સુખમાં આસક્ત બનેલું હરણ પારધિના બાણથી વીંધાઈ પોતાને પ્રાણ ગુમાવે છે. આ રીતે એક એક વિષયસુખની આસક્તિથી પ્રાણીઓના પ્રાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ વાવમું : ૨૪ : ચારિત્રવિવાર હોડમાં મૂકાય છે ત્યારે પાંચે વિષયનાં સુખમાં આસક્ત બનનારની સ્થિતિ શું થાય તે દરેકે સ્વયમેવ વિચારી લેવું ઘટે છે. જેઓ વિષયસુખમાં અંધ બને છે, તેઓ વેશ્યાગામી થાય છે, પરસ્ત્રી પર કુદષ્ટિ કરે છે કે પિતાની પરણેતર સાથે પણ અનુચિત વ્યવહાર કરી તિરસ્કારને પાત્ર બને છે. વળી વીર્યને સંગ્રહ જલદી ખલાસ થતાં તેમના શરીર અને મન કમજોર બને છે તથા નાના પ્રકારના વ્યાધિઓ ઉત્પન્ન થઈ તેમને દીર્ઘ કાળ પર્યત સતાવે છે. જેઓ રસના અતિભેગી બને છે તેઓ ભયભણ્યનું ભાન ભૂલી જાય છે, સમય-કુસમયને ખ્યાલ ચૂકી જાય છે તથા માન-અપમાનને વિસરી જઈ મૂર્ખની પંક્તિમાં વિરાજે છે. વળી તેમને અજીર્ણ, અપ, અતિસાર, મરડે અને એવા જ બીજા રેગો લાગુ પડે છે કે જે તેમની જીવાદોરીને ટુંકાવે છે. જેઓ વાસ, રૂપ અને શબ્દના લાલચુઓ બને છે, તેમની સ્થિતિ પણ આવી જ કઢંગી બને છે અને તેનાં વિષમ પરિણામે ભેગવતાં જીવનની ભયંકર બરબાદી થાય છે. એટલે વિષય સુખમાં લુબ્ધ ન બનતાં આત્મિક સુખની અભિલાષા રાખવી એ જ ડહાપણભરેલું છે. (૧૫) મેહનું મહાતાંડવ. ઈતિહાસનાં પૃષ્ઠો ઉથલાવો એટલે મેહનું મહાતાંડવ નજરે પડશે. દીર્ઘ રાજાના પ્રેમમાં પડેલી ચૂલણ રાણું પિતાના પુત્ર બ્રાદત્તને જીવતો સળગાવી મૂકવાનું કાવતરું કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ધમાલ-રાથમાળા છે. રાજ્યના મેહમાં ફસાયેલે કૃષ્ણરાજ પિતાના તમામ પુત્રનાં અંગ છેદાવી નાખે છે. વિષયમાં લુબ્ધ બનેલી રાણી સૂરિકંતા પિતાના પતિ પ્રદેશ રાજાને ઝેર આપે છે. સિંહાસનના મોહમાં પડેલે કેણિક પિતાના પિતા શ્રેણિકને લેહના પિંજરામાં પૂરે છે. રાજદ્વારી પ્રતિષ્ઠાના મેહથી ઘેરાયેલો ચાણક્ય પિતાના ખાસ મિત્ર પર્વતરાયને જાન લે છે. કીર્તિમેહથી વ્યથિત થયેલે ભરતેશ્વર પિતાના સગાભાઈ બાહુબલિ સાથે ખેતરનાક યુદ્ધ ખેલે છે અને સ્વકાયાના મેહથી કંસરાય પિતાના સર્વ ભાણેજેને જન્મતાં જ મારી નાખવાને હુકમ કરે છે. - મેહનું મહાતાંડવ કંઈ એટલેથી જ અટક્યું નથી. તે જુદા જુદા સ્વરૂપે સદા-સર્વદા ચાલુ રહ્યું છે અને આપણા આજના જીવનવ્યવહાર સુધી પહોંચ્યું છે. ભાઈ ભાઈનું ગળું ભીંસી રહ્યો છે, બહેન બહેનની બદબઈ કરી રહી છે, પુત્ર પત્નીના પ્રેમમાં પડી માતાને મહાદુઃખ આપી રહ્યો છે, પિતા પિતાના તાનમાં મસ્તાન બની પુત્ર-પરિવારની કંઈ દેખરેખ રાખતે નથી, માલિક નેકર પ્રત્યે હદયહીન બને છે, અને નેકર માલિકનું ગળું રેસવાની પેરવાઈમાં પડ્યો છે. શરાફી લૂંટ, કાળા બજાર, કર્તવ્યહીનતા, કુટિલતા, હરામખેરી, દગા-ફટકા, વિશ્વાસઘાત, છળપ્રપંચ પુર બહારમાં ચાલી રહ્યા છે. એટલે મેહના મહાતાંડવે આ દુનિયાને બરબાદ કરી છે, તેની શાંતિ લુંટી લીધી છે, તેની પવિત્રતા આંચકી લીધી છે અને તેને ઝાંઝવાના નીર તરફ દેડતી કરી છે કે જે દેડને કદી અંત આવે જ નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૨૬ : ચારિત્રવિચાર (૧૬) મેહથી ઉત્પન્ન થતા ભાવે. મેહથી ઉત્પન્ન થતા ભાવે મુખ્યત્વે બે પ્રકારના છેઃ (૧) સમ્યકત્વને રોધ કરનારા અને (૨) ચારિત્રને રોધ કરનારા. તેમાં સમ્યકત્વને રોધ કરનારા ભાવે ત્રણ પ્રકારના છે. (૧) મિથ્યાત્વ મેહનીય-જેના ઉદયથી જીવને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, એટલે વીતરાગે પ્રરૂપેલાં તેની વિપરીત સહણા(શ્રદ્ધા) થાય છે. (૨) મિશ્ર મેહનીય–જેના ઉદયથી જીવને સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્ર પરિણામે થાય છે. (૩) સમ્યકત્વ મેહનીય–જેના ઉદયથી જીવને લાયક સમ્યક્ત્વ (કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતું અત્યંત નિર્મળ સમ્યક્ત્વ) થતું અટકે છે. ચારિત્રને રાધ કરનારા ભાવે બે પ્રકારના છેઃ (૧) કષાયરૂપ અને (૨)નોકષાયરૂપ. કષ એટલે કર્મ અથવા ભવ, તેમને આય એટલે લાભ, જેનાથી, જે વડે કે જે છતે થાય તે કષાય. જે કષાય જેટલા પ્રબલ નથી તે નેકષાય. અથવા જે કષાયની અપેક્ષાએ ઘણું ગૌણ છે તે ક્યાય, અથવા ક્રોધાદિ કષાયેના જે ઉત્તેજક છે તે નકષાય. કષાયરૂપ ભાવે મુખ્યત્વે ચાર પ્રકારના છેઃ (૧) ક્રોધરૂપ (૨) માનરૂપ (૩) માયારૂપ અને (૪) લેભરૂ૫. અને તે દરેકના પણ તરતમતાથી ચાર-ચાર વિભાગો પડે છે. તે આ રીતેઃ (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ચંથમાળા : ૨૭ : : પુષ્પ ખ્યાની અને (૪) સંજવલન. તેમાં જેના વડે અને તે સંસાર બંધાય, જે યાજજીવ રહે અને જેના લીધે સમ્યકત્વને લાભ ન થાય તે અનંતાનુબંધી કહેવાય છે, જેના વડે જાણવા છતાં થોડું પણ પ્રત્યાખ્યાન( ત્યાગ) ન થઈ શકે, જે એક વર્ષ સુધી રહે અને દેશવિરતિ ચારિત્રને ઘાત કરે તે અપ્રત્યા ખ્યાની કહેવાય છે, જેના વડે સર્વવિરતિ પ્રત્યાખ્યાન ન થઈ શકે, જે ચાર માસ ટકે અને સર્વવિરતિ ચારિત્રને ઘાત કરે તે પ્રત્યાખ્યાની કહેવાય છે, જેના વડે સંયમી આત્મા પણ કઈ વાર આકુળવ્યાકુળ બની જાય, જે પંદર દિવસ સુધી ટકે અને યથાખ્યાત ચારિત્ર-વીતરાગ દશાને ઘાત કરે તે સંજાલન કહેવાય છે. એટલે કષાયે ઉત્તરભેદથી નીચે મુજબ સળ પ્રકારના બને છે. (૧) અનંતાનુબંધી કોધ-જે પર્વતની રેખા જે હોય છે, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ-જે સુકાયેલા તળાવની રેખા જે હોય છે. (૩) પ્રત્યાખ્યાની ફોધ-જે રેતીની રેખા જેવું હોય છે. (૪) સંજવલન ક્રોધ-જે પાણીની રેખા જેવો હોય છે. (૫) અનંતાનુબંધી માન-જે પાષાણુના થાંભલા જેવું હેાય છે. (૬) અપ્રત્યાખ્યાની માન–જે હાડકાના થાંભલા જેવું હોય છે. (૭) પ્રત્યાખ્યાની માન–જે લાકડાના થાંભલા જેવું હોય છે.. (૮) સંજવલન માન-જે નેતરના થાંભલા જેવું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પારિવવિચાર (૯) અનંતાનુબંધી માયા-જે વાંસના મૂળ જેવી હોય છે. (૧૦) અપ્રત્યાખ્યાની માયા-જે મેંઢાના શીંગડા જેવી હેય છે. (૧૧) પ્રત્યાખ્યાની માયા-જે બળદના મૂત્રની રેખા જેવી હોય છે. (૧૨) સંજવલન માયા-જે વાંસની છેલ જેવી હોય છે. (૧૩) અનંતાનુબંધી લે-જે કીરમજનારંગહોય છે. (૧૪) અપ્રત્યાખ્યાની લે-જે નગરની ખાળના કાદવના રંગ જે હેય છે. (૧૫) પ્રત્યાખ્યાની લેભ-જે ગાડાની મળીના રંગ જે હોય છે. (૧૬) સંવલન લેભ-જે હળદરના રંગ જેવો હોય છે. ચારિત્ર ગુણને મુખ્ય ઘાત કરનારા આ સેળ કષાયે છે. એટલે જેમ જેમ તેમની તીવ્રતા ઓછી થતી જાય છે તેમ તેમ આત્માને ચારિત્ર-ગુણ ખીલતા જાય છે, અને જ્યારે તે સેળે કષા દૂર થઈ જાય છે ત્યારે આત્મા રાગ અને દ્વેષથી રહિત થઈને વીતરાગ દશાને પામે છે. નેકષાયના બે વિભાગ છેઃ (૧) હાસ્યષક અને (૨) વેદ. તેમાં હાસ્યષર્કના છ ભાવે નીચે પ્રમાણે હોય છે. (૧) હાસ્ય-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૨૯ - • પુષ્પ (૨) રતિ-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના હવા થાય છે. (૩) અરતિ–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના ખેદ થાય છે. (૪) ભય–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના બીક લાગે છે. (૫) શેક-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના પરિ તાપ થાય છે. (૬) જુગુપ્સા-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના ઘણુ ઉપજે છે. વેદ એટલે કામવાસના. તે નીચે પ્રમાણે ત્રણ પ્રકારની હોય છે. (૧) પુરુષવેદ-જેથી સ્ત્રીને ભેગવવાની ઈચ્છા થાય તે તૃણના અગ્નિ જે હોય છે. (૨) સ્ત્રીવેદ-જેથી પુરુષને ભેગવવાની ઈચ્છા થાય. બકરીની લીંડીના અગ્નિ જે હોય છે. (૩) નપુંસકવેદ-જેથી સ્ત્રી-પુરુષ બંનેને ભેગવવાની ઈચ્છા થાય. તે નગરદાહ જે હેય છે. આ રીતે સમ્યકત્વને રોધ કરનારા ત્રણ વિકારી ભાવે અને ચારિત્રને સેધ કરનારા પચીશ વિકારી ભાવે મળીને મહિના (મહનીય કર્મના) કુલ ભાવ ૨૮ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ નવમું : ': ૩૦ : ચારિત્રવિચાર જીવ જ્યારે આ અઠ્ઠાવીશ પ્રકારના ભાવમાં ભ્રમણ ન કરે ત્યારે “મહવને નવિ ભમતે કહેવાય છે. (૧૭) સ્વભાવ. જે સ્વભાવ નથી તે પરભાવ છે અને પરભાવ નથી તે સ્વભાવ છે. આ દષ્ટિએ આત્માનું સ્વરૂપ સ્વભાવ કહેવાય છે અને પુદ્ગલનું સ્વરૂપ પરભાવ કહેવાય છે. આત્મા અનેક ગુણોથી અલંકૃત છે, પણ મુખ્યત્વે જ્ઞાન અને સુખનાં કે ચિત્ અને આનંદનાં લક્ષણોથી યુક્ત છે, એટલે ચિદાનંદ-સ્વરૂપ કહેવાય છે. આ ચિદાનંદ-સ્વરૂપમાં મગ્ન થવું અને કઈ પણ પૌગલિક ભાવેને સ્પર્શ થવા ન દેવે એ “સ્વભાવ સ્થિતિ “નિજાનંદની મસ્તી” “સહજાનંદનું સુખ” “આત્મરમણતા” કે “મન્નતા” કહેવાય છે. આ અવસ્થાનું વર્ણન કરતાં અનુભવી પુરુષોએ જણાવ્યું જેને જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર જેવા પરબ્રહ્મ(આત્મા)માં મગ્નપણું છે, તેને પરમાત્મા સિવાય બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી હળાહળ ઝેર જેવી લાગે છે. જે આત્મસુખમાં મગ્ન છે અને સ્યાદ્વાદથી શુદ્ધ થયેલી દષ્ટિવડે જગના તમામ તનું અવલોકન કરે છે, તેને અન્ય ભાનું કર્તાપણું રહેતું નથી, પણ માત્ર સાક્ષીપણું જ રહે છે. પરબ્રહ્મમાં મગ્ન થયેલાને પુદ્ગલની વાતે નિરસ લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ . ધર્મબોધ-ગ્રંથમાળા : ૩૧ : ઃ પુષ્પ તે સુવર્ણને ઉન્માદ ક્યાંથી હોય? અને સ્ત્રીનાં પ્રભક આલિંગ ગનેમાં આદર પણ કયાંથી હોય? અર્થાત્ તેને કંચન કે કામિનીને લેશ માત્ર પણ મેહ હોતે નથી. - “આત્મસ્વરૂપમાં મગ્ન થયેલાને જે સુખ હોય છે, તેનું વર્ણન કરવું શક્ય નથી. વળી તે સુખ પ્રિયતમાના આલિંગન સાથે કે બાવનાચંદનના લેપ સાથે સરખાવી શકાય તેવું પણ નથી. તાત્પર્ય કે-પ્રિયતમાના આલિંગનથી અને બાવનાચંદનના લેપથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે આત્મનિમગ્નતાના સુખ આગળ એકદમ તુચ્છ છે.” (૧૮) પરભાવ ખાન-પાનનું સુખ, વસ્ત્ર-આભૂષણનું સુખ, નેકર-ચાકરનું સુખ, ઉઠવા-બેસવાનું સુખ, મનહર મહાલમાં રહેવાનું સુખ, વાહનનું સુખ, ધનમાલનું સુખ, વ્યાપાર-રોજગારનું સુખ, પ્રતિષ્ઠાનું સુખ, અધિકારનું સુખ, પત્નીનું સુખ, પુત્રનું સુખ, કુટુંબનું સુખ, મિત્રો અને સ્વજનેનું સુખ એ પૌગલિક હેવાથી પરભાવ કહેવાય છે. તે માટે નિર્ગથ મહર્ષિઓએ કહ્યું છે કે " सव्वं विलवियं गीयं, सव्वं नर्से विडम्बियं । સર ગામvir મા, સરવે ના દુહાવા છે” તાવિક દષ્ટિએ બધાં ગીતે એક પ્રકારને વિલાપ છે, બધાં નૃત્યે એક પ્રકારની વિડંબના છે, સર્વ આભરણે ભાર સમાન છે અને સર્વ પ્રકારના કામ એકાંતે દુઃખને જ આપનારા છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ નવમું: ': ૩ર : ચારિત્રવિચાર મહીપતિઓના મહેલમાં, ધનપતિઓના ધામમાં અને જાહેર સ્થાનમાં મનને હલાવવા સારુ ગાય અને ગાયિકાઓનાં ગાન થાય છે, અનેક પ્રકારના અંગમરોડે અને હાવભાવથી અલંકૃત નૃત્યેના જલસા ગોઠવાય છે, વળી રૂડા-રૂપાળા દેખાવા માટે હીરા-મોતી-માણેક અને સુવર્ણના અનેકવિધ આભરણે એકઠા કરવાનો પ્રયાસ થાય છે અને વિષયની તૃપ્તિ થાય તે માટે વિવિધ પ્રકારે ઓરડાની સજાવટે કરવામાં આવે છે, તેમાં બહુમૂલ્ય રાચરચીલું ગઠવવામાં આવે છે, તેને વિષયેત્તેજક ચિત્રથી સુશોભિત કરવામાં આવે છે અને પૌષ્ટિક દવાઓ-માત્રાઓ-યાકુતિઓ વડે વીર્યને સંચય કરવામાં આવે છે, પરંતુ તે બધાને આખરી અંજામ બૂરે હોય છે. તેથી જ અનુભવી પુરુષોએ કહ્યું કે સુંદર લાગતાં ગીતે એ આખરે ખૂબ રડાવનાર વિલાપ છે, મનહર જતાં મૃત્યે ઘણું કષ્ટ આપનારી વિડંબના છે, રમણીય જણાતાં આભૂષણે ફેગટને ભાર છે અને મીઠું-મધુરું લાગતું વિષયસુખ અનેક પ્રકારનાં દુખેને લઈ આવનારી બેરહમ બલા છે. જ્યાં સુધી પૌગલિક સુખની અસારતા સમજાય નહિ, જ્યાં સુધી કામગની આસક્તિ દૂર થાય નહિ, અને જ્યાં સુધી પરભાવમાં રમવાની લાંબા સમયની બૂરી આદત બદલાય નહિ ત્યાં સુધી સ્વભાવમાં સ્થિતિ થઈ શકતી નથી. એટલે પરભાવને ટાળ એ જ સ્વભાવમાં સ્થિર થવાને-નિજ સ્વભાવમાં મગ્ન થવાને સારો ઉપાય છે. (૧૯) પરભાવ કન્યાની પરીક્ષા. અહં ક્ષારિકા’ ‘હું બ્રહ્મ છું” “ હા જં ગરિકા ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૩૩ : ચારિત્રવિચાર બ્રહ્મસત્ય છે અને જગત મિથ્યા છે. “સરાઃ સંતાડી “ખરેખર ! આ સંસાર અસાર છે” “ મા દુઘાવદા” સર્વે કામભેગે દુઃખને લાવનારા છે” એવાં એવાં વચને ઉચ્ચારવા માત્રથી જ પરભાવ ટળે છે અને સ્વભાવમાં સ્થિતિ થઈ છે, તેમ સમજવાનું નથી. અથવા વસતિમાં રહેવાનું છેડીને જંગલમાં વસવા–માત્રથી કે વિવિધરંગી વસ્ત્રોને વપરાશ છેડીને કેવળ ભગવાં, કેવળ પીળાં કે કેવળ શ્વેત વસ્ત્રો ધારણ કરવા માત્રથી અથવા મસ્તકનું મૂંડન કરી નાખવાથી કે ખુલ્લા પગે ફરવાથી જ પરભાવ ટળે છે, તેમ સમજવાનું નથી, પરંતુ પરભાવ ટળે ત્યારે જ સમજવાને છે કે જ્યારે ઇંદ્રિયના વિષયે અને મનના વિકારે બિલકુલ સતાવે નહિ. જે સુંવાળાં વસ્ત્રો પસંદ પડતાં હોય અને જાડાં કે ખરબચડાં વસ્ત્રો અકારાં લાગતાં હય, જે સુંવાળી પથારી ગમતી હોય અને ખરબચડી જમીન અરુચિ ઉત્પન્ન કરતી હેય, જે ઊનાળામાં ઠંડકની અપેક્ષા રહેતી હોય અને શિયાળામાં ગરમીની જરૂર જણાતી હોય કે કઈ પણ સ્વરૂપમાં સુંવાળે સહવાસ ગમતું હોય તે સમજવું કે હજી સ્પર્શને જીતી શકાયે નથી, સ્પર્શનેંદ્રિયને જીતી શકાઈ નથી. જે મીઠાઈઓ પર મન ચેટતું હોય અને જારબાજરી કે મકાઈનાં ઢેબરાં પર નફરત થતી હોય, જે મેવા ને ફળ આરોગવામાં આનંદ આવતું હોય અને મગ-અડદના બાકળા કે જવને સાથે ફાકવામાં અપ્રીતિ ઉત્પન્ન થતી હોય, જે અમુક અંશે ખારું, અમુક અંશે ખાટું અને અમુક અંશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ધ બે-ગ્રંથમાળા : ૩૪ : : પુષ્પ તીખું જ પસંદ પડતુ હાય અને તેથી ઓછું કે વસ્તુ થતાં નાકનું ટેરવું ઊંચું ચડતું હોય તે સમજવુ કે હજી રસને જીતાયેા નથી, રસને દ્રિયને જિતી શકાઇ નથી, જો અત્તર, સેન્ટ, લેા અને બીજા સુગંધી પદાર્થાની વાસથી મન પ્રસન્ન થતુ હોય અને કોઇ પણ કારણે ઉત્પન્ન થયેલી ખરાબ વાસ કે દુર્ગ ધથી ચીડ ચડતી હાય તે જાણવું કે હજી ગંધને જીતાયા નથી, ધ્રાણેદ્રિયને જીતી શકાઈ નથી. જો યૌવન તરફ આકર્ષણુ થતુ હોય અને વૃદ્ધાવસ્થા જોઇને ચીડ ચડતી હોય, જો બાહ્ય ભપકા મન પર અસર કરતા હાય અને આંતરિક ગુણ્ણા તરફ ઉપેક્ષા થતી હાય, જે વસ્ત્રાભૂષણ અને ટાપટીપ તરફ મન લેાભાતુ હોય અને સાદાઈ તથા સુઘડતામાં પ્રસન્નતા ન અનુભવાતી હોય તે જાણવુ' કે હજી રૂપને જીતી શકાયુ નથી, ચક્ષુરિદ્રિયને જીતી શકાઈ નથી. જો મનેાહર સ*ગીત સાંભળીને હ થતા હાય અને કરુણ કંદન સાંભળીને ચીડ ચડતી હોય અથવા ખુશામતનાં વાક્યા સાકર જેવા મીઠાં લાગતાં હોય અને હિતભાવે કહેવાયેલા શબ્દો વિષ સમાન કડવા જણાતા હાય તા સમજવું કે હજી શબ્દને જીતી શકાયા નથી, શ્રોત્રે દ્રિયને જીતી શકાઈ નથી. જો કોઈ પણ કારણે ગુસ્સો આવતા હાય, લેાહી તપતુ હાય, અન્યને શિક્ષા કરવાનું મન થતું. હાય કે વેર લેવાની વૃત્તિ જાગતી હાય તા સમજવુ કે હજી ક્રોધકષાયને જીતી શકાયા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ નવમું : [: ૩૫ ? ચારિત્રવિચાર જે કઈ પણ કારણે અહંકાર આવતું હોય, “હું મેટે છું, બધાથી ચડિયાત છું, મારા કરતાં કોઈ શ્રેષ્ઠ નથી, હવે મારે બીજા આગળથી કંઈ શિખવાનું નથી,” એવી વૃત્તિ જાગતી હોય તે સમજવું કે હજી માનકષાયને જીતી શકી નથી. જે કઈ પણ કારણે દંભ કે દેખાવ કરવાનું મન થતું હોય અને બીજાને છેતરવાની ભૂલથાપ આપવાની કે આડા માર્ગે દોરવાની વૃત્તિ જાગતી હોય તે સમજવું કે હજી માયાકષાયને જીતી શકી નથી. જે કઈ પણ કારણે પૌગલિક વસ્તુમાં મમત્વભાવ પેદા થતા હોય, અથવા તેને મેળવવાની આસક્તિ કે તૃષ્ણ જાગતી હોય તે સમજવું કે હજી લેભકષાયને જીતી શકી નથી. તાત્પર્ય કે–વિષય અને વિકારેને જીતવાનું કામ અત્યંત અઘરું છે અને તે વિશિષ્ટ સાધના વિના સિદ્ધ થતું નથી. (ર) જ્ઞાન અને કિયાના સગથી જ મોક્ષ છે. વિષય અને વિકારેને જીતવાની વિશિષ્ટ સાધનાને જ્ઞાનીઓ સદાચાર, પુરુષાર્થ, ચારિત્ર કે સતક્રિયા કહે છે અને તેને જ્ઞાનની સાથે સંગ થાય તે જ મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય એમ માને છે. આ રહ્યા તેમની એ માન્યતાને દર્શાવનારા સુંદર શબ્દો – “સંજોગસિદ્ધી પારું વતિ, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेचा, તે સંપત્તા નાં વિદ છે” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૩૬ : એક પૈડાથી રથ ચાલતું નથી, વળી આંધળે અને પાંગળે વનમાં ગયા. ત્યાં ભેગા થયા તો નગરમાં પ્રવેશ કરી શા માટે જ્ઞાન અને ક્લિાને સંગ થાય તે જ એક્ષફલની પ્રાપ્તિ થાય છે.” અહીં આંધળા અને પાંગળાનું ઉદાહરણ આ રીતે સમજવાનું છે – (૨૧) આંધળા અને પાંગળે કેઈ નગરના લેકે રાજાના ભયથી અરણ્યમાં ગયા, પરંતુ ત્યાં પણ ચોરને ભય લાગવાથી પિતપતાનાં વાહનોને ત્યાગ કરીને ચાલ્યા ગયા. તે વખતે એક આંધળે અને એક પાંગળ ત્યાં જ રહી ગયા. એવામાં તે અરણ્યમાં દાવાનળ પ્રકટ્યો. એટલે અથડાતા–ફટાતા તે બંને જણ એક સ્થળે ભેગા થયા અને “આતમાંથી કેમ બચવું?” તેને વિચાર કરવા લાગ્યા. આંધળાએ કહ્યું-ભાઈ પંગુ! મારામાં ચાલવાની શક્તિ ઘણું છે પણ આંખે દેખાતું નથી, એટલે ખાડાખડિયામાં પડી જાઉં છું કે જાળઝાંખરામાં ભરાઈ જાઉં છું, તેથી મારું ચાલવું બેકાર છે, અરે રે! આ આફતમાંથી આપણે કેમ બચી શકીશું?” પાંગળાએ કહ્યું-“ભાઈ પ્રજ્ઞાચક્ષુ! મારી આંખે ઘણું પાણીદાર છે અને દૂર દૂરને રસ્તો પણ બરાબર જોઈ શકે છે, પરંતુ મારા પગમાં ચાલવાની જરાયે તાકાત નથી. જરા ચાલવા જઉં છું કે ગબડી પડું છું, તેથી તદ્દન લાચાર છું. ખરેખર ! આપણે બંને આફતમાં આબાદ સપડાઈ ગયા છીએ !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૩૯ : ચારિત્રવિચાર આંધળાએ કહ્યું–“ભાઈ પંગુ ! આમ નિરાશ થયે આપણે દહાડે શું વળશે ? એ માટે કંઈક પણ યુક્તિ શોધી કાઢવી જોઈએ. જે કામ બળથી થતું નથી, તે કામ કળથી જરૂર થાય છે.” પાંગળાએ કહ્યું- દોસ્ત ! તારી વાત તદ્દન સાચી છે, પરંતુ આ આફતથી હું એટલે બધા ગભરાઈ ગયો છું કે મારી અક્કલ કંઈ કામ આપી શકે તેમ લાગતું નથી.” આંધળાએ કહ્યું – આક્ત સમયે બુદ્ધિને સ્થિર રાખવી એ શાણું મનુષ્યનું કર્તવ્ય છે, માટે તું બુદ્ધિને સ્થિર રાખ અને કઈ પણ ઉપાય શોધી કાઢ; નહિ તે આપણું સે વર્ષ અહીં જ પૂરાં થયાં સમજજે.” આ શબ્દએ પાંગળામાં ર્તિ આણી અને એક ઉપાય તેના મનમાં એકાએક ઝબકી ગયે. તેણે આંધળાને કહ્યું - સ્ત ! મને એક ઉપાય મળી આવ્યું છે. તે શરીરે ઘણે મજબૂત છે અને તારી ખાંધ ઉપર મને ઉચકી શકે તેમ છે. એથી તારી ખાંધ પર મને ઉચકી લે અને હું તને રસ્તો બતાવું તેમ ચાલવા માંડ. આથી ખાડાખડિયામાં પડી જવાને કે જાળાં-ઝાંખરામાં ભરાઈ જવાનો ભય રહેશે નહિ. આ રીતે આપણે આ જંગલમાંથી સલામત રસ્તે બહાર નીકળી જઈશું અને પાસેના નગરમાં પહોંચી શકીશું.” પાંગળાને સ્કૂલે ઉપાય સારો હતો. એ ઉપાય કામે લગાડતાં તે બંને દાવાનળમાંથી બચી ગયા અને પાસેના નગરમાં સહીસલામત પ્રવેશ કરી શક્યા. એ રીતે જ્ઞાન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૩૮ : * પુષ્પ ક્રિયાને સંગ થાય તે સંસારના દાવાનળમાંથી બચીને મેલનગરીએ સહીસલામત પહોંચી શકાય. (૨૨) શૂન્ય ઘરનું દષ્ટાંત - જ્ઞાન અને ક્રિયાના સંગનું વિશેષ મહત્વ શૂન્ય ઘરના દષ્ટાંતથી સમજાય છે, તે એ રીતે –અનેક બારી-બારણાં તથા છિદ્રોવાળું એક ઘર ઘણા વખતથી ઉઘાડું પડેલું છે અને તેમાં કેઈને વાસ નથી. હવે એક મનુષ્યને તેમાં રહેવાની ઈચ્છા થાય છે, તેથી દીવ લઈને તેમાં પ્રવેશ કરે છે અને તેનાં બધાં બારી-બારણાં બંધ કરીને, સાવરણીવડે તેમાં બધે કચરો સાફ કરી નાખે છે, તેથી એ ઘર રહેવા લાયક બને છે અને તેમાં પેલે પુરુષ સુખેથી નિવાસ કરે છે. તે જ રીતે આસવરૂપ ઉઘાડા દ્વારવાળે જીવરૂપ એરડો મેક્ષના સુખથી શૂન્ય છે અને મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગરૂપ પવનવડે આવેલા કર્મરૂપી કચરાથી ભરાયેલ છે. તેને મેક્ષસુખના નિવાસ માટે શુદ્ધ કરવાનું છે. તેથી આત્મઅનાત્મ વગેરેને ભેદ બતાવનારા જ્ઞાનરૂપી દીવાની જરૂર છે; નવાં કર્મો પ્રવેશ ન પામે તે માટે બારી-બારણું બંધ કરવાની ક્રિયારૂપ સંયમની અગત્ય છે અને લાગેલાં કર્મો નાશ પામે તે માટે સંમાર્જનની ક્રિયારૂપ તપની પણ આવશ્યકતા છે. આ રીતે જ્ઞાન તથા યિાને સંયોગ થાય તે જ જીવ મોક્ષસુખને પામી શકે છે. (૨૩) જ્ઞાન, સંયમ અને તપ. એક સ્થળે આર્ય મહર્ષિઓએ કહ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ :. ચારિત્રવિચાર नाणं पयासयं सोहओ, तवो संजमो य गुतिकरो। तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ। જ્ઞાન પ્રકાશક છે, સંયમ ગુપ્તિકર છે અને તપ શેાધક છે. એ ત્રણેના સાગથી જ જિનશાસનમાં મિક્ષ કહેલો છે.” અહીં કોઈને એ પ્રશ્ન થાય કે આગળ તે “જ્ઞાન અને કિયાના સંગથી મુક્તિસુખ કહ્યું અને અહીં જ્ઞાન, સંયમ અને તપથી મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવે છે, તે બેમાં સાચું શું? એને ઉત્તર એ છે કે “સંયમ અને તપ એ ક્રિયારૂપ છે, તેથી બંનેને અર્થ એક જ છે.” - અહીં બીજે પ્રશ્ન એ પણ પૂછવાને સંભવ છે કે “તમનજ્ઞાનવત્રાળ મોક્ષમા ” “ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ ત્રણ મોક્ષને માર્ગ છે, એવું સૂત્ર પ્રસિદ્ધ છે અને અહીં તે માત્ર જ્ઞાન અને કિયાના સંગથી જ મેક્ષ કહેવામાં આવે છે, તે તેમાં પૂર્વાપર વિરોધ નથી શું? ” એનું સમાધાન એ છે કે “સમ્યગદર્શન વિનાનું જ્ઞાન એ સમ્યગ જ્ઞાન નથી, તેથી જ્ઞાન શબ્દમાં સમ્યગદર્શન અંતર્ભત છે અને ક્રિયા એ સ્પષ્ટપણે ચારિત્રને જ પર્યાયવાચી શબ્દ છે, તેથી એ બંને વિધારેમાં પૂર્વાપર વિરોધ જેવું કંઈ જ નથી.” (૨૪) એકનું પ્રતિપાદન એ બીજાને નિષેધ નથી. પાઠક મહાશયાએ એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે આર્ય મહર્ષિએ વસ્તુની અનેક બાજુને જોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ ગ્રંથમાળા : ૪૦ : : પુષ્પ તેનું પ્રતિપાદન કરનારા છે, તેથી જ્યાં પણ એક વસ્તુની ઉપયોગિતા સમજાવવાની જરૂર લાગે, ત્યાં તેનું વિવિધ યુક્તિઓ અને દષ્ટ વડે સમર્થન કરે છે, પરંતુ તેની પૂરક બીજી વસ્તુઓને નિષેધ કરતા નથી. દાખલા તરીકે જ્યારે તેઓ શ્રદ્ધા કે સમ્યકત્વનું મહત્વ પ્રકાશતા હોય છે ત્યારે તેને ધર્મનું મૂળ કહે છે, સર્વ સદ્ગુણોને ભંડાર કહે છે અને મોક્ષમાર્ગમાં જવાને દરવાજે કહે છે (જે અપેક્ષાએ સાચું છે), પણ તેને અર્થ એ નથી કે સમ્યગૂજ્ઞાન અને સમ્યચારિત્ર જરૂરનાં નથી. તે જ રીતે જ્યારે તેઓ જ્ઞાનનું અપૂર્વ મહત્ત્વ પ્રકાશતા હોય છે, ત્યારે તેને અજ્ઞાન અને મેહને નાશ કરનારું કહે છે, સકલસિદ્ધિનું સદન કહે છે અને મુક્તિને અનન્ય ઉપાય કહે છે (જે અપેક્ષાએ સાચું છે), પણ તેને અર્થ એ નથી કે–સમ્યગદર્શન અને સમ્યક્યારિત્ર નકામાં છે. તે જ રીતે જ્યારે તેઓ ચારિત્રનું મહત્વ પ્રકાશના હેય છે, ત્યારે તેને જ્ઞાનના સારરૂપ, સર્વ કર્મને નાશ કરનાર અને મોક્ષનું અનન્ય કારણ કહે છે (જે અપેક્ષાએ સાચું છે), પરંતુ તેને અર્થ એ નથી કે સમ્યગુદર્શન અને સમ્યગ્રજ્ઞાન નિરુપયોગી છે. તાત્પર્ય કે-બધાં સાધને પિતાપિતાનાં સ્થાને મહત્વનાં છે, તેથી એકનું પ્રતિપાદન એ બીજાને નિષેધ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ': ૨ . ચારિત્રધર્મ (૨૫) ચારિત્ર ધર્મના પ્રકારે સમ્યફ ચારિત્રને ઉત્પન્ન કરનારે ધર્મ ચારિત્રધર્મ કહેવાય છે. જે બે પ્રકાર છેઃ (૧) સર્વવિરતિ અને (૨) દેશવિરતિ, તેમાં સર્વવિરતિ એ પાપન્યાપારના સર્વ ત્યાગરૂપ છે અને દેશવિરતિ એ પાપવ્યાપારના દેશ ત્યાગરૂપ છે. (૨૬) પાપવ્યાપાર “પાપ વ્યાપાર કેને કહેવાય? અને તે કેટલા પ્રકારે થાય છે? એને ઉત્તર એ છે કે-જે વ્યાપાર, પ્રવૃત્તિ કે આચરણથી અવશ્ય કર્મને બંધ થાય તે પાપ-વ્યાપાર કહેવાય, તે અસંખ્ય પ્રકારે થાય છે, પણ વ્યવહારની સરલતા ખાતર શાસ્ત્રકારોએ તેના અઢાર પ્રકારે પાડ્યા છે અને તેમાં પણ મુખ્યતા પહેલા પાંચની જ માની છે, તે આ રીતે – (૧) પ્રાણાતિપાત–હિંસા કરવી તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ગ્રંથમાળા .: ૪૨ : * પુષ્પ (૨) મૃષાવાદ–જૂઠું બોલવું તે. (૩) અદત્તાદાન ચેરી કરવી તે. (૪) મૈથુન–અબ્રહ્મ સેવવું તે. (૫) પરિગ્રહ-મમત્વ બુદ્ધિથી વસ્તુને સંગ્રહ કરે તે. (૬) કેધ–ગુસ્સે કરે તે. (૭) માન-અભિમાન રાખવું તે. (૮) માયા–કપટ કરવું તે. (૯) લેભ–તૃષ્ણ રાખવી તે. (૧૦) રાગ–પ્રીતિ કરવી તે. (૧૧) દ્વેષ–અપ્રીતિ કરવી તે. (૧૨) કલહ-કંકાસ કરે તે. (૧૩) અભ્યાખ્યાન–આળ ચડાવવું તે. (૧૪) પૈશુન્ય –ચાડી ખાવી તે. (૧૫) રતિ–અરતિ––હર્ષ અને શેક કરે તે. (૧૬) પર પરિવાદ–અન્યને અવર્ણવાદ બેલ તે. (૧૭) માયામૃષાવાદ–પ્રપંચ કરે તે. (૧૮) મિથ્યાત્વશલ્ય –વિપરીત શ્રદ્ધા કરવી તે. કોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખ્યાન-ઐશુન્ય--રતિ અરતિ–પર પરિવાદ-માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય વડે યા તે હિંસા થાય છે, યા તે જૂઠું બેલાય છે, યા તે ચેરી કરાય છે, યા તે અબ્રા સેવાય છે કે વસ્તુને મમત્વપૂર્વક સંગ્રહ થાય છે, તેથી પ્રાણુતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચને જ મુખ્ય પાપ માનવામાં આવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૪૩ : ચારિત્રવિચાર (ર૭) ત્યાગની વ્યાખ્યા ત્યાગ કોને કહેવાય? એને ઉત્તર એ છે કે-હેય વસ્તુને પિતાની ઈચ્છાથી છોડી દેવી તેને ત્યાગ કહેવાય છે, પરંતુ સુબંધુની માફક અનિચ્છાથી છોડવી તેને ત્યાગ કહેવાતું નથી. સમ્રા ચંદ્રગુપ્તના મૃત્યુ પછી તેની ગાદીએ બિંદુસાર આવ્યા, ત્યારે નંદ રાજાને સંબંધી સુબંધુ તેને પ્રધાન થયો. આ સુબંધુને ચાણક્ય ઉપર ઘણે દ્વેષ હતું, એટલે તેણે અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવીને રાજાનું મન તેના પ્રત્યે અભાવવાળું કર્યું. આ વસ્તુસ્થિતિ ચતુર ચાણક્ય તરત જ પામી ગયા અને પિતાનું અપમૃત્યુ ન થાય તે માટે પિતાની સઘળી માલમિલ્કતની વ્યવસ્થા કરીને તેણે અણસણ(આહારત્યાગ)ને રાહ લીધે. પરંતુ એ રીતે મરતાં પહેલાં તેણે એક ડાબલી તૈયાર કરી અને તેને પિતાના પટારામાં રાખી મૂકી. - હવે ચાણકય મૃત્યુ પામતાં સુબંધુએ તેનું ઘર રહેવાના મિષથી રાજા પાસેથી માગી લીધું અને તેમાંની બધી વસ્તુઓ કમશઃ તપાસવા માંડી. તે વેળા પેલે પટારો પણ તપાસ્ય, તે તેમાંથી એક બંધ પિટી નીકળી. સુબંધુએ એ પેટીને પણ ઉઘાડી નાખી, તે તેમાંથી બીજી બંધ પેટી નીકળી. આમ પેટીની અંદરથી પેટી નીકળતાં છેવટે પેલી ડાબલી નીકળી અને તેને ઉઘાડતાં તેમાંથી એક પ્રકારની સુગંધ નીકળી તથા એક કાગળ મળી આવ્યો. તે કાગળમાં લખ્યું હતું કે “જે મનુષ્ય આ ડાબલીની સુગંધને સુંઘે, તેણે ત્યારથી માંડીને જીવનપર્યત સ્ત્રી, પલંગ, આભૂષણ અને સ્વાદિષ્ટ ભજનને ત્યાગ કરે તથા કઠેર જીવન ગાળવું, અન્યથા તેનું મૃત્યુ થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ચંથમાળા : ૪૪ : સુબંધુએ આ વાતની ખાતરી કરવા તે ડાબલી એક બીજા પુરુષને સુંઘાડી જોઈ, પછી તેને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું અને સુંદર વસ્ત્રાભૂષણથી સજજ કરીને પલંગ પર સૂવાડ્યો કે તરત જ તે મૃત્યુ પામ્યા. આથી તેને ખાતરી થઈ કે ચાણક્ય કાગળમાં જે લખ્યું તે સાચું હતું, એટલે જીવનની રક્ષા માટે તેણે પણ સ્ત્રી, પલંગ, વસ્ત્રાભૂષણ અને સ્વાદિષ્ટ ભેજનને ત્યાગ કરવું જોઈએ. તેથી તે દિવસથી માંડીને સુબંધુએ એ દરેક વસ્તુને ત્યાગ કર્યો. આ અનિચ્છાએ કરાયેલે ત્યાગ એ વાસ્તવિક ત્યાગ નથી. બીજા શબ્દોમાં કહીએ તે આ જાતને ત્યાગ એ બાહ્ય ત્યાગ કે દ્રવ્યત્યાગ છે પણ આંતરિક ત્યાગ કે ભાવત્યાગ નથી. (૨૮) સર્વત્યાગ અને દેશયાગ. “અહીં સર્વત્યાગ અને દેશ ત્યાગ શબ્દોથી શું અભિપ્રેત છે?” તેને ઉત્તર એ છે કે પાપવ્યવહાર મનથી પણ થાય છે, વચનથી પણ થાય છે અને કાયાથી પણ થાય છે. વળી તે પિતે કરવાથી થાય છે, બીજા પાસે કરાવવાથી પણ થાય છે અને કેઈ કરતું હોય તેને અનુમોદન આપવાથી પણ થાય છે. આ સર્વ પ્રકારે ત્યાગ કરે તે સર્વત્યાગ છે અને તેથી ઓછો ત્યાગ કરે તે દેશયાગ છે. એટલે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ પાપને મન, વચન અને કાયાથી કરવાં નહિ, કરાવવાં નહિ અને અનુમોદવા પણ નહિ એ પાપવ્યાપારને સર્વત્યાગ છે અને સર્વવિરતિરૂપ ચારિત્ર છે, જ્યારે તે પાપની સ્થલ એટલે મોટી મોટી બાબતેને ત્યાગ કરે તે દેશવિરતિરૂ૫ ચારિત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ નવમું : ચારિત્રવિચાર (૨૯) સર્વવિરતિ ચારિત્ર સંસારની અસારતાને પૂરેપૂરી જાણ ચૂકેલે, ભવભ્રમણથી ખેદ પામેલે અને વિનયાદિ ગુણેથી યુક્ત વિરક્ત આત્મા સર્વવિરતિ ચારિત્રને અધિકારી ગણાય છે અને તેને ગ્રહણ કરવાથી સાધુ, યતિ કે શ્રમણ થયેલ મનાય છે. આ ચારિત્ર ગ્રહણ કરતી વખતે સર્વ પાપાચારના ત્યાગ માટે નીચેનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. करेमि भंते ! सामाइयं, सव्वं सावज्जं जोगं पच्चक्खामि, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि ॥" “હે ભદંત ! હું સામાયિક (નામનું ચારિત્ર ગ્રહણ) કરું છું. તે અંગે સર્વ પાપવ્યાપારનું પ્રત્યાખ્યાન કરું છું, યાજજીવ ત્રિવિધ ત્રિવિધે, મનથી, વચનથી અને કાયાથી કરું નહિ, કરાવું નહિ, અન્ય કરતે હોય તેને સારું જાણું નહિ, હે ભદત ! તે સંબંધી ભૂતકાળમાં જે પાપ કર્યું હોય તેનાથી હું પાછો ફરું છું, તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું, તેની હું ગુરુસાક્ષીએ નિંદા કરું છું અને તેવી પાપી વૃત્તિવાળા આત્માને-પાપી વૃત્તિઓને ત્યાગ કરું છું.' શાસ્ત્રકારોએ સર્વવિરતિ ચારિત્રને (૧) સામાયિક (૨) છેદે સ્થાનીય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સુક્ષ્મસંપરાય (૫) યથાખ્યાત એમ પાંચ પ્રકારનું માનેલું છે, એટલે સામાયિક એ પ્રથમ પ્રકારનું ચારિત્ર છે અને તેને ધારણ કરવા માટે જ પ્રસ્તુત પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ચથમાળા. : ૪૬ : : પુષ્પ આ પ્રત્યાખ્યાન કર્યા પછી પ્રાણાતિપાતાદિ પાંચે પાપનું કમશઃ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે જેને પાંચ મહાવ્રતની ધારણું કહેવાય છે. આ પાંચ મહાવ્રતના ૨૫૨ ભાંગાની ગણતરી નીચે મુજબ થાય છે. (૩૦) પહેલું પ્રાણુતિપાત વિરમણવ્રત, તેના ભાંગા ૮૧ ૯ પૃથ્વીકાયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. (૩*૩=૯) ૯ અપકાયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઉકાયને મન, વચન અને કાયાથી હણે હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વાઉકાયને મન, વચન અને કાયાથી હણે : હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વનસ્પતિને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ બેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણાવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ ચઉરિંદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ નવમું : ૧ ૪૭ ચારિવવિચાર ૯ પચેદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણવે નહિ અને હણતાને ભલે માને નહિ. (૩૧) બીજું મૃષાવાદવિરમણવ્રત, તેના ભાંગા ૩૬ ૯ ક્રોધથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. ૯ હાંસીથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું બેલાવે નહિ અને બોલતાને ભલે જાણે નહિ. ૯ ભયથી મન, વચન, કાયાએ જ હું બોલે નહિ, જૂઠું બોલાવે નહિ અને બેલતાને ભલો જાણે નહિ. ૯ લેભથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. (૩ર) ત્રીજું અદત્તાદાનવિરમણ-વત, તેના ભાગ ૫૪ ૯ મન, વચન, કાયાએ અલ્પ ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ ઘણી ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ નાની ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ મટી ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૪૮ : - પુષ્પ ૯ મન, વચન, કાયાએ સચિત્તની ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. મન, વચન, કાયાએ અચિત્તની ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. (૩૩) ચોથું મૈથુનવિરમણ-વત, તેના ભાંગા ૨૭ ૯ મન, વચન, કાયાથી દેવતાની સ્ત્રી ભેગવે નહિ, ભેગ વાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી મનુષ્યની સ્ત્રી ભેગવે નહિ, ભેગ વાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી તિર્યંચની સ્ત્રી ભેગવે નહિ, ભેગવાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૨૭ (૩૪) પાંચમું પરિગ્રહવિરમણવ્રત, તેના ભાંગા ૫૪ ૯ મન, વચન અને કાયાથી છેડો પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી ઘણો પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ ૯ મન, વચન, કાયાથી નાને પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી મેટે પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૪૯ : ચારિત્રવિચાર ૯ મન, વચન, કાયાથી સચિત્ત પરિગ્રહ રાખે નહિ. રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી અચિત્ત પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખનારને ભલે જાણે નહિ. (૩૫) રાત્રિભૂજન વિરમણ-ત્રત પાંચ મહાવ્રત ધારણ કરનારે રાત્રિભોજનનું પણ સર્વથા વિરમણ કરવાનું હોય છે. એટલે પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભેજનવિરમણ વ્રતથી સર્વવિરતિ ચારિત્રને પ્રારંભ થાય છે. (૩૬) સવાર-સાંજ પ્રતિક્રમણ વ્રત ધારણ ક્ય પછી તેનું પાલન કરવા માટે પૂરેપૂરી કાળજી અને સુદઢ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે, એટલે યતના અને પુરુષાર્થ એ બે વ્રતના પ્રાણ ગણાય છે. આમ છતાં શરતચૂકથી કે અજાણતાં જે વ્રત પાલનમાં કઈ સ્કૂલના થઈ જાય છે તેની નિંદા કરવી ઘટે છે, ગહ કરવી ઘટે છે અને તે માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધ થવું આવશ્યક છે. આ માટે સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવાની ચેજના છે. પ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયમાંથી પાછા ફરવું અને પિતાના મૂળ સ્થાને આવી જવું. આ મહત્વપૂર્ણ આધ્યાત્મિક ક્રિયાનાં મુખ્ય અંગે “છ” છે, તેથી તે પડાવશ્યક પણ કહેવાય છે. આ છ અંગોનાં નામે તથા કામે નીચે મુજબ સમજવા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ધોધ-ગ્રંથમાળા : ૫૦ : : પુષ્પ (૧) સામાન્ય-સામાયિક. નિરવઘ રહેવુ', સમભાવ કેળ વવા, જ્ઞાનમાં વૃદ્ધિ કરવી. ( ૨ ) ચડવીસથો-ચતુર્વિશતિ નિસ્તવન. ચાવીશ તીર્થંકરાનું ગુણકીર્તન કરવું, ભક્તિભાવ વધારવા, દર્શન ગુણની શુદ્ધિ કરવી, ( ૩ ) ચંદ્ળ-વંદન, ગુરુને પરમ વિનયપૂર્વક વંદન કરવું, તેમના પ્રત્યે સમર્પણભાવ કેળવવા અને તેમની પાસેથી અનુભવસિદ્ધ આત્મજ્ઞાન મેળવવું. (૪) પાિમળ-પ્રતિક્રમણ. વ્રતમાં લાગેલા અતિચારાનુ શોધન કરવુ, આત્મનિરીક્ષણ કરવું અને તેમાં જે દોષા થયેલા જણાય તેની નિંદા અને ગાઁ કરવી. આત્માને તેના મૂળ સ્થાને પાછી લાવવે. (૫) lEST-કાયાત્સગ થયેલાં પાપેાની વિશેષ શુદ્ધિ માટે મનને ધ્યાનમાં જોડવું, વાણીને માન રાખવી અને કાયાને એકસ્થાને સ્થિર રાખી તેના વડે કાઈ પણ ઈચ્છાપૂર્વકની · પ્રવૃત્તિ કરવી નહિ. ( ૬ ) વજ્જવાળ-પ્રત્યાખ્યાન, આત્મગુણ્ણાની વૃદ્ધિ કરવી અને નાની મોટી કોઇ પણ તપશ્ચર્યા કરવાના નિર્ણય કરવા. ( ૩૭ ) ચરણસિત્તેરી અને કરણસિત્તરી સવિરતિ ચારિત્રને સ ́પૂર્ણ વિકાસ કરવા માટે ચરણુસિત્તરી અને કરણસિત્તરી આવશ્યક મનાય છે. ચરણસિત્તરી એટલે ચારિત્રને લગતાં સિત્તેર મેલે અને કરણસિત્તરી એટલે ક્રિયાને લગતા સિત્તેર ખેલે, તેની ગણતરી નીચે મુજબ થાય છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ નવ : છે ૫૧ : ચારિત્રવિચાર વા(૧) સમાધH( ૨૦ ) સંગમ ( ૨૭) વેરાવળં(૨૦) ૨ ચંમપુરી (3) I - નાણાકૃતિ () તત્ત૨૨) વોનિપાઈ( ૪ ) રર મે ” પાંચ મહાવ્રતે, દશ પ્રકારને શ્રમણધર્મ, સત્તર પ્રકારને સંયમ, દશ પ્રકારનું વૈયાવૃત્ય, નવ બ્રહ્મચર્યની વાડે, ત્રણ જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારનું તપ અને ચાર પ્રકારને ક્રોધાદિ નિગ્રહ એ સિત્તેર બેલથી ચરણસિત્તરી કહેવાય છે.” પાંચ મહાવ્રતનું વર્ણન ઉપર આવી ગયું. દશ પ્રકારના શ્રમણધર્મ(યતિધર્મ) માટે કહ્યું છે કે“નિ-મ-અકર-ત્તિ-વ-સંરખેવો ! सच्चं सोअं अकिंचणं च बंभं च जइधम्मो ॥" (૧) ક્ષતિ-ક્ષમા કે કેધને અભાવ. (૨) માર્દવ-મૃદુતા કે માનને અભાવ. (૩) આર્જવ–સરલતા કે માયાને અભાવ. (૪) મુક્તિ-સંતેષ કે લેભને અભાવ. (૫) તપ-ઈચ્છાઓને નિરોધ. (૬) સંયમ-ઇદ્રિ પર જય. (૭) સત્ય-વસ્તુનું યથાસ્થિત કથન. (૮) શૌચ-બધા જ સાથે અનુકૂળ વ્યવહાર (૯) અકિંચનતા-સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ. * (૧૦) બ્રહ્મચર્ય–અબ્રહ્મને સવથા ત્યાગ કે કુશલાનુષ્ઠાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધગ્રંથમાળા : પર છે મનુ મહારાજે મનુસ્મૃતિમાં ધર્મનાં દશ લક્ષણે આ રીતે બનાવેલાં છે, __ " धृतिः क्षमो यमोऽस्तेयं, शौचमिन्द्रियनिग्रहः । धीविद्या सत्यमक्रोधो, दशकं धर्मलक्षणम् ॥" (૧) પ્રતિ-સંતેષ, (૨) ક્ષમા-ક્રોધનાં કારણેની હાજરી કે ગેરહાજરીમાં સમભાવ (૩) દમ-વિકારનાં કારણે હોવા છતાં વિકિયાને પ્રાપ્ત થવું નહિ. (૪) અસ્તેયારી કરવી નહિ. (૫) શાચ-અન્તઃકરણને પવિત્ર રાખવું. (૬) ઈન્દ્રિયનિગ્રહ-પાંચે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. (૭) ધીશાસ્ત્ર, અનુભવ અને સંપ્રદાયમાં તત્વનું ચિંતન કરવું. (૮) વિદ્યા-આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. (૯) સત્ય-જે વાત જેવી હોય તેવી જ બતાવવી. (૧૦) અક્રોધ-કેપનું ગમે તેવું કારણ મળે તે પણ કેળ ન કરે. સત્તર પ્રકારના સંયમ માટે કહ્યું છે કે"पंचासवाविरमणं, पंचंदियनिग्गहो कसायजओ। दंडतियस्स विरई, सत्तरसहा संजमो होइ ।।" પાંચ આસ(પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ)થી વિરમણ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ચાર કષાયને જય અને મનદંડ વચનદંડ તથા કાયદંડથી વિરતિએ સત્તર પ્રકારને સંયમ હોય છે. (આમાંનાં કેટલાક ભેદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ નવ : ૫૭ : પારિવવિચાર ગણના સ્વતંત્ર થયેલી છે પણ સંયમનું ચિત્ર આ ગુણવડે પૂર્ણ થતું હેઈ તેની અહીં પુનરુક્તિ કરેલી છે.) દશ પ્રકારના વૈયાવૃત્ય માટે કહ્યું છે કે “માયરિયરવા, તવરિષદે નિકાળતા. समणुनसंघकुलगण, वेआवचं हवइ दसहा ॥" (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) શૈક્ષક (શિક્ષા લેતે), (૫) પ્લાન (બિમાર), (૬) સાધુ, (૭) સમાણ (૮) શ્રમણસંઘ, (૯) કુલ અને (૧૦) ગણ એ દશ પ્રકારનું વૈયાવૃત્ય હોય છે. એટલે આ દેશની સેવાશુશ્રુષા કરવી એ દશ પ્રકારનું વૈયાવૃય છે. બ્રહ્મચર્યની નવ વાડા માટે કહ્યું છે કે "वसहि कहनिसिजिन्दिय, कुइंतर पुबकीलिए पणिए । अइमायाहारविभूसणाई, नव बंभचेरगुत्तीओ॥" (૧) વારિ-વિવિવાતિસેવા-સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં વાસ કરે. (૨) સ્ત્રીથાપત્તા-સ્ત્રીઓ સંબંધી વાત કરવી નહિ. (૩) રિવિઝ-નિષાગુરાનમ-જે પાટ, , પાટલા, શયન, આસન વગેરે પર સ્ત્રી બેઠેલી હોય તે બે ઘડી સુધી વાપરવાં નહિ. (૪) સંવિ-બ્રિગાથો-રાગને વશ થઈ સ્ત્રીનાં અંગપાંગેનું નિરીક્ષણ કરવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ધમધ-રંથમાળા : ૫૪ : (૫) કુંતા-જુરાતત્તાત્યાનમ-ભીંતના અંતરે સ્ત્રીપુરુષનું યુગલ રહેલું હોય, તેવા સ્થાનમાં રહેવું નહિ. (૬) જુડવા -પૂર્વશીહિસાસ્કૃતિ –સ્ત્રી સાથે પૂર્વ કાળે કરેલી કીડાનું સ્મરણ કરવું નહિ. (૭) gov-gીતામો નમૂ-માદક આહાર વાપરવા નહિ. અર્થાત્ બને તેટલો નીરસ આહાર વાપર. (૮) મરૂમાથાદ્વાર-તમાત્રામો :-નીરસ આહાર પણ પ્રમાણુથી વધારે લે નહિ, વધારે આહારથી ઇકિયે ઉશ્કેરાય છે અને કામવાસના જાગૃત થાય છે. (૯) વિમૂતળારૂ-વિમૂષાપરિવર્તન[–શરીરને શોભાવવા માટેની ટાપટીપને ત્યાગ કરે. જ્ઞાનત્રિક એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપાસના કરવી. બાર પ્રકારના તપ માટે કહ્યું છે કે– “ જાનgmોરિકા, વિસંવેદ્ય રચાશો. कायकिले सो संलीणआ य, बज्झो तवो होइ । पायच्छितं विणओ, वेआवचं तहेव सज्झाओ। झाणं उस्सग्गो वि अ, अभितरओ तवो होइ ॥" (૧) અનશન (૨) ઉનેદરિકા (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયકલેશ અને (૬) સંલીનતા એ બાહ્ય તપ છે અને (૭) પ્રાયશ્ચિત્ત (૮) વિનય (૯) વૈયાવૃત્ય (૧૦) સ્વાધ્યાય (૧૧) ધ્યાન અને (૧૨) કાર્યોત્સર્ગ એ અત્યંતર તપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ નવમું : ૧ ૫૫ ચારિત્રવિવાર (૧) અનશન–ઉપવાસ. (૨) ઊરિકા–પ્રમાણ કરતાં ઓછું ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ–ખાવાનાં દ્રમાં ઘટાડો કરે અથવા અભિગ્રહ ધારણ કરે. (૪) રસત્યાગ–ઘી, દૂધ, દહીં, તેલ, ગેળ ને પકવાન એ છ રસમાંથી બને તેટલાને કે બધાને ત્યાગ કરે. (માંસ, માખણ, મધ અને મદિરા એ ચાર મહાવિકૃતિને સાધુ તથા શ્રાવક ઉપયોગ કરતા નથી.) (૫) કાયકલેશ–ટાઢ, તાપ સહન કરે, ઊઘાડા પગે તથા ઊઘાડા માથે રહેવું, પરીષહ સહન કરવા વગેરે. (૬) સંસીનતા-એકાંતનું સેવન કરવું તથા અપાંગ સંકેચીને રહેવું. (૭) પ્રાયશ્ચિત્ત–થયેલા દેશે અંગે ગુરુદત્ત પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે. (૮) વિનય-દેવ, ગુરુ અને ધર્મને વિનય કરે. (૯) વૈયાવરા-દશ પ્રકારે વૈયાવૃત્ય કરવું કે જેને ઉલ્લેખ ઉપર આવી ગયો છે. (૧૦) સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારને સ્વાધ્યાય કર. (૧૧) ધ્યાન-આર્ત અને રૌદ્રધ્યાન છેડી ધર્મધ્યાન તથા શુકલધ્યાનને અભ્યાસ કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ધમધ ચૂથમાળા : ૫૬ : : ૫ (૧૨) કાત્સર્ગ–કાયાને એક સ્થાને સ્થિર કરવી અને ઈચ્છાપૂર્વકની પ્રવૃત્તિ છેડી દેવી, વાણીથી મૌન રહેવું અને મનને ધ્યાનમાં જોડવું. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયને નિગ્રહ કરો. કરણસિત્તરી માટે કહ્યું છે કે— “વિરોદી (૪) સમ(૧) માવજ(૨), पडिमा(१२) व इंदियनिरोहो(५) । હળ(૨૧) પુર(૨), મિદા(૪) વ શ છે ” ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર પ્રતિમાઓનું વહન, પાંચ ઈદ્રિયોને નિરોધ, પચીશ પ્રતિલેખના ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારના અભિગ્રહે એ સિત્તેર બેલથી કરણસિત્તરી કહેવાય છે. આહારવિશુદ્ધિ, શય્યાવિશુદ્ધિ, વસ્ત્રવિશુદ્ધિ અને પાત્રવિશુદ્ધિ એ ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ છે. ઈસમિતિ-નીચી દષ્ટિ રાખીને યતનાપૂર્વક ચાલવું; ભાષાસમિતિ-જરૂર જેટલી નિર્દોષ અને હિતકારક ભાષા યતનાપૂર્વક બેલવી; એષણસમિતિ–આહારપાણી દેષરહિત મેળવવા આદાન-નિક્ષેપસમિતિ–વસ્ત્ર, પાત્ર વગેરે યતનાથી લેવાં મૂકવાં અને પારિષ્ઠાપનિકાસમિતિ–મળ, મૂત્ર આદિ ત્યાગવા કે પરઠવવા યોગ્ય વસ્તુઓ યતનાપૂર્વક પરઠવવી. એ પાંચ સમિતિઓ છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસવ, સંવર, નિર્જરા, ધર્મસ્વાખ્યાત, લેક અને બાધિદુર્લભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ નવમું : ૫૭ : ચારિત્રવિચાર એ બાર ભાવનાઓ છે. તેમાં સર્વ પદાથે અનિત્ય છે, એ ચિંતવવું તે અનિત્ય ભાવના છે; સંસારમાં પ્રાણીને કોઈનું શરણ નથી, એમ ચિંતવવું તે અશરણુ ભાવના છે; જન્મ, જરા અને મરણથી આ સંસાર ભરેલે છે તથા અનાદિ પરિભ્રમણનું કારણ છે, એમ ચિંતવવું એ સંસાર ભાવના છે; હું એકલે જ છું, એકલે આવ્યો છું ને એકલે જવાને છું, એમ ચિંતવવું એ એકત્વ ભાવના છે; આ આત્મા ધન, બંધુ તથા શરીરથી જુદે છે, એમ ચિંતવવું એ અન્યત્વ ભાવના છે; શરીરનું અપવિત્રપણું ચિંતવવું એ અશુચિ ભાવના છે; કર્મના હેતુઓને ચિંતવવા એ આસવ ભાવના છે; સંયમનું સ્વરૂપ ચિંતવવું એ સંવર ભાવના છે; તપને મહિમા ચિંતવ એ નિર્જરા ભાવના છે; જિનેશ્વરએ કહેલો ધર્મ મહાપ્રભાવશાળી છે, એમ ચિંતવવું એ ધર્મસ્યાખ્યાત ભાવના છે; ચૌદ રાજલકનું સ્વરૂપ ચિંતવવું એ લોક ભાવના છે અને સમ્યક્ત્વની દુર્લભતા ચિંતવવી એ બધિદુર્લભ ભાવના છે. બાર પ્રકારની ભિક્ષુ ડિમા-ભિક્ષુપ્રતિમા માટે કહ્યું છે કે – "मासाई संत्तता पढमाबिइतइअसत्तरायदिणा । अहराइ एगराई भिक्खूपडिमाण बारसंग ॥" (૧) માસિકી, (૨) કૈમાસિકી, (૩) વૈમાસિકી, (૪) ચાતુર્માસિકી, (૫) પંચમાસિકી, (૬) વાર્માસિકી, (૭) સપ્તમાસિકી, (૮) પ્રથમ સપ્તરાત્રિદિવા, (૯) દ્વિતીય સસરાત્રિદિવા (૧૦) તૃતીય સસરાત્રિદિવા, (૧૧) અરવિકી અને (૧૨) એકરાત્રિકી–એ બાર ભિક્ષુપ્રતિમાઓ છે. પાંચ ઇંદ્રિયોને નિરોધ પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા : ૫૮ : * પુષ્પ સવારે અને સાંજે વસ્ત્રો, ઉપકરણે તથા પાત્રને સૂક્ષ્મતાથી જેવાં એ પ્રતિલેખના કહેવાય છે. તેમાં સવારની પ્રવિલેખનામાં બધી મળીને ૧૪ વસ્તુઓનું પ્રતિલેખન કરવાનું હોય છે. અને સાંજની પ્રતિલેખનામાં ૧૧ વસ્તુઓનું પ્રતિલેખન કરવાનું હોય છે. એ રીતે પ્રતિલેખના પચીશ પ્રકારની ગણાય છે. મનગુપ્તિ. વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુણિએ છે. તેમાં મનને ઓછામાં ઓછે ઉપગ કર કે તેને શુભેપગમાં એકાગ્ર રાખવું એ મને ગુપ્તિ છે. વાણીને ઓછામાં એ છે ઉપગ કરે અને તેમાં જયણ રાખવી અથવા સર્વથા મૌન લેવું, એ વચનગુપ્તિ છે અને કાયાવડ ઓછામાં એ જ્યણાપૂર્વક હલનચલન કરવું એ કયગુપ્તિ છે. અભિગ્રહ ચાર પ્રકારે થાય છેઃ (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી અને (૪) ભાવથી. અમુક દ્રવ્ય મળે તે જ લેવું એ દ્રવ્યથી અભિગ્રહ કહેવાય છે, અમુક ઘરમાંથી કે અમુક લતા વગેરેમાંથી મળે તે જ લેવું એ ક્ષેત્રથી અભિગ્રહ કહેવાય છે, અમુક કાળે મળે તે જ લેવું એ કાળથી અભિગ્રહ કહેવાય છે અને અમુક સ્થિતિ-સંગમાં મળે તે જ લેવું એ ભાવ અભિગ્રહ કહેવાય છે. પ્રભુ શ્રી મહાવીરના જે અભિગ્રહનું મહાસતી ચંદનબાલાના હાથે પારણું થયું હતું તે અભિગ્રહ આ ચારે પ્રકારને હતે. આ રીતે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલન કરવાથી સર્વ ચારિત્રને સંપૂર્ણ વિકાસ થાય છે. આ ચારિત્ર ધારણ કરનારની સમજણ અને ક્રિયા કેવી હોય છે, તે પર મૃગાપુત્રની કથા સુંદર પ્રકાશ પાડે છે. પાલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ નવ: : ૫૭ : ચારિવિચાર (૩૮) મૃગાપુત્રની સ્થા અનેક ઉદ્યાનેથી સુશોભિત અને સમૃદ્ધિથી રમણીય સુગ્રીવ નામનું એક નગર હતું. તેમાં બલભદ્ર નામે રાજા રહેતું હતું. તેને મૃગાવતી નામે રાણી હતી, જેનાથી બલશ્રી નામને એક કુમાર ઉત્પન્ન થયો. આ કુમાર મૃગાપુત્ર તરીકે સવત્ર ઓળખાતું હતું. તે દેગુન્દક જાતિના દેવેની માફક મનહર રમણીઓ સાથે નંદન નામના મહેલમાં હમેશા આનંદપૂર્વક ક્રીડા કરતે હિતે. એક વાર તે એ મહેલના ગેખમાં બેસીને નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મેટાં ચગાનને જોતો હતો, તેવામાં તપશ્ચર્યા, સંયમ અને નિયમેને ધારણ કરનાર, અપૂર્વ બ્રહ્મચારી અને ગુણની ખાણરૂપ એક સંયમી-સાધુ તેના જેવામાં આવ્યા કે તે એને ધારી ધારીને જેવા લાગે અને આંખનું એક પણ મટકું માર્યા વિના તેમની સામે તાકી રહ્યો. તેમ કરતાં તેને વિચાર આવ્યું કે “આવું સ્વરૂપ, આ વેશ મેં પહેલાં કયાંક અવશ્ય જે છે. આ પ્રમાણે ચિંતન કરતાં શુભ અધ્યવસાય જાગૃત થયા અને મેહનીય કર્મને ઉદય મંદ થવાથી ત્યાં ને ત્યાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાન થવાથી તેણે પોતાના ગત જન્મને જોયા અને તેમાં આદરેલું સાધુપણું યાદ આવ્યું, તેથી ચારિત્રમાં પ્રીતિ ઉદ્દભવી અને વિશ્વમાં વિરતિ થઈ એટલે તેણે માતાપિતાની પાસે આવીને કહ્યું – હે માતાપિતા! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ધમબોધ ગ્રંથમાળા : ૬૦ : ધર્મ પાળે તેનું સ્મરણ થયું છે અને તેથી નરક, તિર્યંચ આદિ ગતિના અનેક દુખેથી ભરેલા સંસારસમુદ્રથી નિવૃત્ત થવાને ઇચ્છું છું, માટે મને આજ્ઞા આપ. હું પવિત્ર પ્રવજ્યા (સવવિરતિ ચારિત્રની દીક્ષા) ગ્રહણ કરીશ. | હે માતાપિતા! પરિણામે કિપાક ફળની પેઠે નિરંતર કડવાં ફળ દેનારા અને એકાંત દુઃખની પરંપરાથી જ વીંટળાચેલા એવા ભેગે મેં ખૂબ ભેળવી લીધા છે. વળી આ શરીર અશુચિથી ઉત્પન્ન થયેલું હોઈ કેવળ અપવિત્ર અને અનિત્ય છે તથા દુઃખ અને કલેશનું ભાજનપાત્ર છે. પાણીના ફીણ કે પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી? તે હમણું કે પછી જરૂર જવાનું છે, તેમાં હું કેમ લેભાઉં? પીડા અને રેગના ઘર સમાન તથા જરા અને મરણથી ઘેરાયેલા આ અસાર અને ક્ષણભંગુર મનુષ્યદેહમાં હવે એક ક્ષણમાત્ર હું આનંદ પામી શકું તેમ નથી. અહ! આ આખો સંસાર દુઃખમય છે, અને તેમાં રહેલાં પ્રાણુઓ જન્મ-જરા–રેગમરણનાં દુખેથી પલાઈ રહ્યાં છે. હે માતાપિતા ! આ ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુઓ, બહેને અને શરીરને છોડીને મારે વહેલું કે મેડું અવશ્ય જવાનું છે. હે માતાપિતા! ઘર બળતું હોય ત્યારે તે ઘરને માલીક અસાર વસ્તુઓને છેડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે, તેમ આ આખે લેક જરા અને મરણથી બળી રહ્યો છે. આપ મને આજ્ઞા આપે તે તેમાંથી તુચ્છ એવા કામગને તજીને કેવળ મારા આત્માને જ ઉગારી લઉં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ નવમું : ચારિત્રવિચાર સમ તરણ પુત્રની આવી તાલાવેલી જોઈ માતાપિતાએ કહ્યું: “હે પુત્ર! સાધુપણું ઘણું કઠિન છે, સાધુપુરુષને જીવનપર્યત પ્રાણુંમાત્ર પર સમભાવ રાખવો પડે છે, શત્રુ અને મિત્ર બંનેને સમાન દષ્ટિએ જેવાના હોય છે અને હાલતાં ચાલતાં ખાતાં એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂક્ષમ હિંસાથી પણ વિરમવું પડે છે. આ સ્થિતિ ખરેખર ઘણી દુર્લભ છે. - સાધુને જીવન પર્યન્ત ભૂલેચૂકે પણ અસત્ય બોલવાનું હેતું નથી. સતત સાવધાન રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ ઘણું કઠિન છે. સાધુને દાંત ખેતરવાની સળી પણ રાજીખુશીથી દીધા વિના લઈ શકાતી નથી. તેવી રીતે દેષરહિત ભિક્ષા મેળવવી એ પણ અતિ કઠિન છે. કામભેગેના રસને જાણનારાએ મૈથુનથી સાવ વિરક્ત રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આવું ઘર બ્રહ્મચર્ય પાળવું અતિ કઠિન છે. ધન, ધાન્ય કે દાસાદિ કઈ પણ વસ્તુને પરિગ્રહ ન રાખ, તેમજ સંસારની હિંસાદિ સર્વ કિયાઓને ત્યાગ કરે તે દુષ્કર છે. ત્યાગ કરીને કઈ વસ્તુ પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે. અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણને ઉપયોગ રાત્રે કરી શકાય નહિ, તેમજ કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૬૨ : પણ વસ્તુને બીજા દિવસને માટે સંગ્રહ કરી શકાય નહિ, એવું જે છઠું વ્રત તે પણ અતિ કઠિન છે. સંયમ જીવન, દારુણ કેશકુંચન અને દુષ્કર બ્રહ્મચર્યપાલન આ બધું શક્તિવાળાને પણ કઠિન થાય છે. હે પુત્ર! તું સુકમળ અને સુમજિજત (ભેગમાં ડૂબેલે) છે અને ભોગસુખને યોગ્ય છે, તેથી સાધુપણું પાળવાને સમર્થ નથી. વેળુને કેળિયે જેટલે નિરસ છે, એટલે જ સંયમ (ચારિત્ર) પણ નિરસ છે. તલવારની ધાર પર ચાલવાનું જેટલું કઠિન છે, તેટલું જ તપશ્ચર્યાના માર્ગમાં પ્રયાણ કરવાનું કઠિન છે. - જેમ બળતી અગ્નિની ઝાળ પીવી દેહલી છે, તેમ કરુણ વયમાં સાધુપણું પાળવું દુષ્કર છે, માટે હે પુત્ર! તું શબ્દ, રૂ૫, રસ, ગંધ અને સ્પેશ એ પાંચે વિષયના મનુષ્ય સંબંધી ભેગેને ભેગવ અને ભુક્તભેગી થઈને પછી ચારિત્રધર્મને ખુશીથી સ્વીકારજે.” માતાપિતાનાં આવાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યું: “હે માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે પરંતુ નિઃસ્પૃહીને આ લેકમાં કશુંય અશક્ય નથી. વળી આ સંસારચક્રમાં દુઃખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનંતી વાર સહન કરી ચૂક્યો છું માટે મને પ્રવજ્યા લેવાની રજા આપો.” આ સાંભળી માતાપિતાએ કહ્યું: “હે પુત્ર! તારી ઈચ્છા હોય તે ભલે દીક્ષિત થા, પરંતુ ચારિત્ર ધર્મમાં દુઃખ પડશે પ્રતિક્રિયા (દુઃખને હટાવવાને ઉપાય) નહિ થાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ નવમું : L: ૩ : ચારવિચાર મૃગાપુત્રે કહ્યું: “આપ કહે છે તે સત્ય છે, પરંતુ આપને હું પૂછું છું કે જંગલમાં પશુપક્ષીઓ વિચરતાં હોય છે, તેની પ્રતિક્રિયા કેણ કરે છે? જેમ જંગલમાં મૃગ એળે સુખેથી વિહાર કરે છે, તેમ સંયમ અને તપશ્ચયવડે હું એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચારીશ.” આ પ્રમાણે પુત્રને દઢ વૈરાગ્ય જોઈને માતાપિતાનાં હૃદય પીગળી ગયાં. તેમણે કહ્યું: “હે પુત્ર! તને જેમ સુખ ઉપજે તેમ કર.” તે વખતે પાકી આજ્ઞા લેવા માટે મૃગાપુત્રે ફરીથી કહ્યું “આપની આજ્ઞા હોય તે હમણાં જ સર્વ દુઃખમાંથી છેડાવનાર મૃગચર્યરૂપ સંયમને આદરું.” આ સાંભળીને માતાપિતાએ પ્રસન્ન ચિત્તે કહ્યું: “ખારા પુત્ર! યથેચ્છ વિહાર કરે.” આ પ્રમાણે માતાપિતાને સમજાવીને અને તેમની આજ્ઞા લઈને મહાન હાથી જેમ બખ્તરને ભેદી નાખે તેમ એણે સર્વ મમત્વને ભેદી નાખ્યું અને સમૃદ્ધિ, ધન, મિત્ર, સ્ત્રી, પુત્ર અને સ્વજનેને ત્યાગ કર્યો. હવે મૃગાપુત્ર મુનિ પાંચ મહાવતે, પાંચ સમિતિ અને ત્રણ ગુણિથી યુક્ત બનીને આત્યંતર તથા બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા. તથા મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છેડી ત્રસ તેમજ સ્થાવર જીવે પર પિતાના આત્મા સમાન વર્તવા લાગ્યા. વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ધમબોધ-ચંથમાળા : ૬ : : પુષ્પ જીવિતમાં કે મરણુમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માન કે અપમાનમાં સમવતી બન્યા અને કઈ શરીરને ચંદન લગાડો કે વાંસલાથી કાપે એ બંને દશામાં સમવતી થયા. પછી અપ્રશસ્ત એવાં પાપના આસવથી ( આગમનથી) સર્વ પ્રકારે રહિત થયા તેમજ ધ્યાનના બળથી કષાયને નાશ કરીને પ્રશસ્ત શાસનમાં સ્થિર થયા. એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પિતાના આત્માને વિશુદ્ધ બનાવીને ઘણું વર્ષો સુધી ચારિત્ર-(સાધુપણું) પાળીને એક માસનું અણુસણ કરીને શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા. તાત્પર્ય કે-જે આત્મા વૈરાગ્યથી પૂરેપૂરે રંગાયેલું હોય અને મહાવ્રત ધારણ કર્યા પછી તેનું યથાર્થ પાલન કરે, તેમજ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને દશવિધ યતિધર્મને બરાબર અનુસરે તેનું સાધુપણું સાર્થક છે. (૩૯) દેશવિરતિ ચારિત્ર શ્રી અરિહંત ભગવંતને દેવ માનનારે પંચમહાવ્રતધારી નિગ્રંથ મહાત્માઓને ગુરુ માનનારા અને સર્વજ્ઞકથિત તને ધર્મ માનનારે ભવભીરુ આત્મા દેશવિરતિ ચારિત્રને અધિકારી ગણાય છે અને તેને ગ્રહણ કરવાથી શ્રાવક કે ઉપાસક થયેલું ગણાય છે. આ ચારિત્ર સગતિના કારણરૂપ છે, ગૃહસ્થ ધર્મના અલંકારરૂપ છે અને આવતાં નવીન કમેને અમુક અંશે રકી શકે છે. તેની ધારણા સમ્યકત્વ સાથે નીચેનાં બાર વતે ગ્રહણ કરવાથી થાય છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ નવમું : : ૬૫ : ચારિત્રવિચાર પાંચ અણુવ્રતોઃ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ-ત્રત, (૨) સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત, (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ-ત્રત, (૪) સ્વદારતેષ (૫) પરિગ્રહ પરિમાણ વ્રત. ત્રણ ગુણવતે. (૬) દિપરિમાણ-ત્રત ( ૭) ભેગેપભેગપરિમાણવ્રત (૮) અનર્થદંડવિરમણવ્રત, ચાર શિક્ષાવતઃ (૯) સામાયિક- વ્રત. (૧૦) દેશાવકાશિક-વત, (૧૧) પૌષધપવાસ-વ્રત, (૧૨) અતિથિસંવિભાગ-વ્રત. ‘સર્વવિરતિ ચારિત્રમાં પાંચ વ્રતે ગ્રહણ કરાય છે, તે દેશવિરતિ ચારિત્રમાં પણ પાંચ જ વ્રતે કેમ નહિ?” તેને ઉત્તર એ છે કે “દેશવિરતિ ચારિત્રમાં પણ મૂળ વતે કે મુખ્ય બતે તે પહેલાં પાંચ જ છે, પરંતુ તે ઘણી છૂટછાટવાળાં હવાથી બીજાં સાત વ્રતની યેજના કરવામાં આવી છે કે જેના પાલનથી અણુવ્રતધારી આત્મા ઉત્તરોત્તર પ્રગતિ કરતે સર્વવિરતિ ચારિત્ર સુધી પહોંચી શકે.” અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને અર્થ શું?’ એને ઉત્તર એ છે કે “મહાવ્રતની અપેક્ષાએ જે વ્રત આણુ એટલે નાનું છે, તે અણુવ્રત, જે વ્રતવડે ગુણની એટલે ચારિત્રગુણની પુષ્ટિ થાય તે ગુણવત. અને જે વ્રતે વારંવાર આદરવા ગ્ય હવાથી આત્માને શિક્ષારૂપ (શિક્ષણરૂ૫) છે, તે શિક્ષાવ્રત. એક અપેક્ષાએ શિક્ષાત્રતે પણ ગુણવતે જ છે, એટલે આયુવતે સિવાયનાં બાકીનાં સાતે તેને ગુણવ્રતે માનવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા 1 પુષ્પ પણ કંઈ હરકત નથી. પ્રાચીન સાહિત્યમાં સાત ગુણવતાને ઉલ્લેખ આવે છે, તે આ જ દૃષ્ટિએ.” સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ-ત્રત. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત એટલે લૈ હિંસાને ત્યાગ. આ વ્રતમાં નિરપરાધી ત્રસ જીવેને સંકલ્પીને નિરપેક્ષપણે મારવા નહિ, એવું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. તેને સ્પષ્ટાર્થ એ છે કે-જે ત્રસ જીવેએ મારે કંઈ પણ અપરાધ કરેલો નથી તેમને હું વિના પ્રજને મારવાની બુદ્ધિએ મારીશ નહિ. આવું પ્રત્યાખ્યાન કરવાનું કારણ એ છે કે-આ જગતમાં જ બે પ્રકારના છે. એક રસ અને બીજા સ્થાવર. (ત્રસ એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય. સ્થાવર એટલે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય.) તેમાંથી ગૃહસ્થ ત્રસની દયા પાળી શકે પણ સ્થાવની દયા પાળી શકે નહિ, કારણ કે તેમની હિંસા કર્યા વિના ખાવા-પીવા વગેરેનાં સાધને મેળવી શકાતાં નથી. આ જીવની જાણ થઈ શકે એટલે કે તેમની ઓછામાં ઓછી હિંસા કેમ થાય? તે પ્રયત્ન થઈ શકે. વળી ત્રસ જીવેમાં પણ ગૃહસ્થ નિરપરાધીની દયા પાળી શકે પણ અપરાધીની દયા પાળી શકે નહિ, કારણ કે તેમ કરવા જતાં રાજ્ય ચુંટવાઈ જાય, દેશ પરાધીન બને, ચર-લૂંટારા ગુંડા-બદમાશનું ચડી વાગે અને તેઓ સ્ત્રી, બાળકે, માલમત્તાં વગેરે તમામ વસ્તુઓને ઉઠાવી જાય. તાત્પર્ય કે-અપરાધીને શિક્ષા કરવાની છૂટ ન રાખે તે ગૃહસ્થનું કામ-ગૃહસ્થને વ્યવહાર ચાલી શકે નહિ. વળી ગૃહસ્થને આજીવિકાદિ કારણે ખેતરે ખેડવાં પડે, ઘર તથા હાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ નવમું : ચારિત્રવિચાર બનાવવાં પડે, કૂવા તથા વાવ-તળાવે ખેદાવવાં પડે, કેટકિલ્લા ચણવવા પડે, એમ કેટલાંક આરંભના કામે અવશ્ય કરવાં પડે, તેમાં નિરપરાધી ત્રસ જીની દયા પાળી શકે નહિ એટલે તેનાથી એટલું જ બની શકે કે નિરપરાધી ત્રસ જીવોની સંક૯૫પૂર્વકઈરાદાપૂર્વક-જાણી જોઈને હિંસા કરવી નહિ. વળી નિરપરાધી ત્રસ જીને સંકલ્પિત આરંભના પ્રોજન સિવાય પણ તાલીમ આપવા વગેરેના હેતુથી મારફ ડ વગેરે કરવી પડે છે. જો તેમ ન કરે તે જાનવર કેળવાય નહિ તથા પુત્ર-પુત્રીઓ સરખાં ચાલે નહિ કે યોગ્ય રીતે કેળવાય નહિ. એટલે સાપેક્ષપણે વધ–બંધનાદિ કરવાની છૂટ રાખવી પડે છે. આ રીતે ગૃહસ્થ વીસ વસા દયામાંથી સવા વસે દયા પાળી શકે છે. સવા વસાની ગણતરી નીચે મુજબ થાય છે. ત્રસ અને સ્થાવરની સંપૂર્ણ દયા તે ર૦ વસા. તેમાંથી સ્થાવરની દયા બાદ થઈ એટલે ૧૦ વસા બાકી રહ્યા. ત્રસની દયામાં નિરપરાધી ત્રસની દયા અને સાપરાધી ત્રસની દયા. તેમાંથી સાપરાધી ત્રસની દયા બાદ થઈ એટલે ૫ વસા બાકી રહ્યાં. નિરપરાધી ત્રસ જીવોની હિંસા પ્રજનપૂર્વક અને નિષ્પોજન એમ બે રીતે થાય, તેમાંથી પ્રજનપૂર્વકની હિંસા ટળી શકે નહિ એટલે રા વસા બાકી રહ્યા. તેમાં પણ નિરપેક્ષ હિંસા ટળી શકે પણ સાપેક્ષ હિંસા ટળી શકે નહિ. એટલે બાકી રહ્યો વસા અહિંસા સર્વ વ્રતમાં મુખ્ય છે, એટલે તેના પાલનમાં પૂરેપૂરું લક્ષ્ય રાખવું ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ ગ્રંથમાળા : ૬૮ : સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત. સ્થલ મૃષાવાદવિરમણવ્રત એટલે ગ્લ મૃષાવાદને ત્યાગ. તે નીચેની રીતે કરવામાં આવે છે. (૧) કન્યા કે વર સંબંધી ખેટું બોલી કેઈને છેતરવા નહિ. (૨) ગાય, ભેંસ વગેરે જાનવર સંબંધી બેટું બેલી કેઈને છેતરવા નહિ. (૩) જમીન, ખેતર વગેરે સંબંધી ખેડું બેલી કેઈને છેતરવા નહિ. (૪) કેઈની થાપણ એળવવી નહિ. (૫) કોર્ટ-કચેરીમાં બેટી સાક્ષી પૂરવી નહિ. સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત. સ્થલ અદત્તાદાન વિરમણવ્રત એટલે સ્થલ ચેરીને ત્યાગ, તે નીચેની રીતે કરવામાં આવે છે. (૧) ખાતર પાડવું નહિ. (૨) ગાંઠ છોડીને કે પેટી-પટા ઉઘાડીને કોઈની વસ્તુ કાઢી લેવી નહિ. (૩) ધાડ પાડવી નહિ. (૪) તાળા પર કુંચી કરીને એટલે તાળાં ઉઘાડીને કેઈની વસ્તુ કાઢી લેવી નહિ. (૫) પરાઈ વસ્તુને પિતાની કરી લેવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : ચારિત્રવિચાર સ્વદારાસતાષર્વત સ્વદારાસંતેષ એટલે પરસ્ત્રીને ત્યાગ કરી પિતાની પરિશુત સ્ત્રીમાં જ સંતોષ માને. આ વ્રત ધારણ કરનાર જે રખાત રાખે, વિધવાને ભેગવે કે કુંવારી કન્યા સાથે આ વ્યવહાર રાખે છે એનું વ્રત મલિન થાય. એ કેઈની સ્ત્રી નથી એમ માનીને તેને ભેગવી શકાય નહિ. પરિગ્રહ પરિમાણવ્રત પરિગ્રહ પરિમાણ વ્રત એટલે માલ-મિલક્તની મર્યાદા કરવાનું વ્રત. તેમાં (૧) ધન, (૨) ધાન્ય, (૩) ક્ષેત્ર (ખેતર-જમીન), (૪) વાસ્તુ (ઘર-હાટ), (૫) રૂપું, (૬) સોનું, (૭) અન્ય ધાતુઓ(નાં વાસણે વગેરે), (૮) દ્વિપદ (નેકર-ચાકર વગેરે) અને (૯) ચતુષ્પદ (ઢેરઢાંખર) એ નવ જતના પરિગ્રહની મર્યાદા નકકી કરવામાં આવે છે. એટલે નક્કી કરેલી મર્યાદાથી ઓછી વસ્તુ રાખી શકાય પણ વધારે વસ્તુ રાખી શકાય નહિ, અમર્યાદિત તૃષ્ણાને ઘટાડીને સંતેષ તરફ વળવાની આ વ્રતમાં સુંદર જોગવાઈ છે. દિપરિમાણુ-ગ્રત. દિક્પરિમાણ વ્રત એટલે દિશાઓનું પ્રમાણ નક્કી કરતું વ્રત, તેમાં ઊર્વ, અધે અને તિર્યમ્ દિશામાં વધારેમાં વધારે કેટલું દૂર જવું તેની મર્યાદા નક્કી કરવામાં આવે છે. આ જાતની મર્યાદા કરવાથી પ્રાણાતિપાત વિરમણ અને પરિગ્રહપરિમાણને પુષ્ટિ મળે છે. લેભને થોભ નથી અને ક્ષેત્ર અનંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ચંથમાળા : ૭ : : પુષ છે, તેથી ક્ષેત્રની મર્યાદા નક્કી કરીને તેમાં સંતોષપૂર્વક રહેવું એ ઉપાસકને માટે ઈષ્ટ છે. ભેગેપગવિરમણવ્રત, ગોપભેગવિરમણ વ્રત એટલે ભાગ્ય અને ઉપગ્ય વસ્તુઓની મર્યાદા કરતું વ્રત. તેમાં નીચે પ્રમાણે વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. બાવીશ અભક્ષ્ય, રાત્રિભૂજન, ચલિતરસ અને અનંતકાયને ધારણા પ્રમાણે ત્યાગ. બાવીશ અભક્ષ્ય. (૧) માંસ, માછલી, ઈંડા, કોડલીવર (માછલીનું) આઈલ. (૨) મધ-મધપુડાનું, મધપુડાના મુખનું ટપકેલું. (૩) માખણ-દૂધનું માખણ, દહીંનું માખણ ( માખણ છાસમાં ડૂબતું હોય તેને આમાં સમાવેશ થતો નથી.) (૪) મદિરા-દારુ. તાડી, સિંધી, ચડશ, ગાંજા, મદક (આમાં આસવને સમાવેશ થતું નથી.) (૫થી ૯) ઉંબરે, કાલુંબર, પીપર, પીપળે, વડનાં ફળ. (૧૦) બરફ-બરફ ફેકટરીને આઈસ, આઈસ્ક્રીમ, કુલફી, રેક્રિીએટર, મશીનને બરફ. (૧૧) ઝેર–અફીણ, સેમલ, વછનાગ, હરતાલ, પિટાશીએમ અને સાઈનાઈડ ( આમાં અણુહારી અખિીણ અને મારેલ સેમલ વગેરેને સમાવેશ થતું નથી. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ નવ : ૭૧ : ચારિત્રવિચાર 5 વિદલ-કઠોળ, 3. (૧૨) કરા. (૧૩) કાચી માટી-માટી, દંતમંજનમાં વપરાતી માટી. (૧) રીંગણ-રીંગણાની જાતિ ( આમાં ટમેટાને સમાવેશ થતા નથી.) (૧૫) બહુબીજ-જેમાં ગભ જુદો ન પડે તેટલા બીજ હોય તે, જેમકે –પટેલ, પપાટા, અંજીર, ખસખસ. (૧૬) બે-ત્રણ દિવસ પછીના અથાણાં, રાયતા, ચટણી, લીંબુ, છુંદે. ( આમાં મુરબ્બો અને શરબતને સમાવેશ થતો નથી.) (૧૭) વિદલ-કઠોળ, કુમટીઆ, ગુવાર, મેથીદાણું કે તેની ભાજી, કાચા દૂધ, દહીં અને છાસ સાથે વિદળ થાય છે. પહેલા કાચું મેળવીને ગરમ કરે, તે પણ વિદળ છે, તેની જયણ. (૧૮) તુચ્છફળ-જેમાં ખાવાનું અલ્પ અને નાખી દેવાનું ઘણું હોય તે; જેમકે ચણર, જંગલી બેર, પીલું, પીચુ, પાલસા. (૧૯) અજાણ્યા ફળ-જેને કેઈન ઓળખતું હોય તેવા પાંદડાં તથા ફળ. (૨૦) રાત્રિભોજન-સમ્યક્ત્વ બતમાં લખ્યા મુજબ ત્યાગ. (૨૧) ચલિત રસ-વાસીજન, એકતારવાળી કાચી ચાસણીની ચીજ, વાસી દૂધ, સ્વયં જામેલું દૂધ, પટેલું દૂધ, અને છાસ સા વિદળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ચંથમાળા * પુષ્પ નવી પ્રસૂતિનું દૂધ, વિલાયતી દૂધ, વાસી મા, બે રાત પછીનું દહીં, બે રાત પછીની છાશ. મેવા કે વનસ્પતિનું બે રાત પછીનું રાયતું. સાંજે છાસમાં તરબળ રાખેલ આઠ પહોર પછીના ભાત. આદ્રી નક્ષત્ર પછી કેરી, ચોમાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ, શિયાળામાં ૩૦ દિવસ પછીની મીઠાઈ, ગાંઠીઆ, દાળીઆ વિગેરે. ફાગણ માસી અને અષાડ માસમાં મેવા, ભાજી, પાંદડા, મીઠે લીંબડે, અળવી, પઈ, અજમે, નાગરવેલ, ફેદીને, તુલસી, ચા, કેથમીર, મેવાવાળી મીઠાઈ, મેવાવાળી ઠંડાઈ ( બદામ, નાળીએર, સોપારી, મગફળી અને કાળી દ્રાક્ષને મેવામાં સમાવેશ થતું નથી.) રૂપ, રસ, ગંધ કે સ્પર્શ બદલાઈ જતાં ચારે આહાર. (૩૨) બત્રીસ અનન્તકાય—લીલી, સૂકી. ૧ સુરણકંદ ૧૦ ખીરસુઆકંદ ૨ વાકંદ ( કાળા વાળવાળા નાના કંદ-કસેરે) ૪ બટેટા. ૧૧ થેગ ૫ હીરલીકંદ ૧૨ લીલી મેથ ૬ લસણ ૧૩ મૂળા કંદ ૧૭ ગાજર ૧૪ કંદભાળ ૮ લૌઢી (પશ્વિનીકંદ) ૧૫ લીલે કરે ૯ ગરમર ૧૬ શતાવરી ૩ આદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ નવમું : રવિવાર ૧૭ કુંઆર પાઠાં ૨૫ ભૂમીફાડા ૧૮ થેરજાલી ૨૬ વભુલાભાઇ ૧૯ લીલી ગળે ૨૭ સુઅર વેલ (સૂકી ગળા અણુહારી) ૨૮ પાલક ભાજી ૨૦ વાંસ-કારેલી ૨૯ કોમળ આંબલી ૨૧ લુણુની છાલ ૩૦ તાલુ ૨૨ લુણી ૩૧ પીંડાળુ ૨૩ ખીલેડા ૩ર કેમળ વનસ્પતિ ૨૪ અમૃતવેલ (કસલય, ચકુરા-કેળવ દારૂ સેવાળ) બાવીશ અભક્ષ્ય, રાત્રિભૂજન, ચલિતરસ અને બત્રીસ અનન્તકાયને ઉપર પ્રમાણે યથાશક્તિ ત્યાગ. જ્યાં જ્યાં જાણું લખી છે તેની જયણું. અજાણપણુમાં દવામાં કે ભેળસેળમાં જયણા. લીલી વનસ્પતિમાં ( . ) જાતિથી વધારે વનસ્પતિ ભક્ષાણુને ત્યાગ. જેમાં લીલા અનાજ, મશાલા, કઠોળ, શાકભાજી, પાંદડા, ફૂલ, ફળ, મેવા, દાતણ અને ઔષધીને સમાવેશ થાય છે. બીજી વનસ્પતિની દવામાં જયણું. સુકવણીની જયણ. આ વ્રતમાં કર્માદાન તરીકે ગણાતાં નીચેનાં પંદર પ્રકારના ધંધાઓને પણ ત્યાગ કરવામાં આવે છે. (૧) ઈગાલકમ-જેમાં અગ્નિને પ્રચુર ઉપયોગ થતું હાય તેવા ધંધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૭૪ : (૨) વનકમ્મ-જેમાં વનસ્પતિનું છેદન-ભેદન કરવાને બહુ પ્રસંગ પડતો હોય તેવા ધંધા. (૩) સાડીકમ્મુ-ગાડા, એક્કો વગેરે વાહને બના વવાને ધધ. (૪) ભાડીમ્સ-જાનવરો વગેરે રાખીને ભાડું ઉપજા વવાને ધંધે. (૫) ફેડીકમ્મ-ભૂમિ તથા પત્થર વગેરે ફેડવાને ધંધ. (૬) દંતવાણિજજ-હાથીદાંત, કસ્તુરી, છીપ, મતી, શીંગડા, ચામડાં, નખ વગેરે પદાર્થોને વેપાર. () કેસવાણિજ-ઊન, ચમરી ગાયના પૂછ, માથાના વાળ તથા દાસીને વેપાર. (૮) લખવાણિજ-લાખ, કસુંબ વગેરેને વેપાર. (૯) રસવાણિજ ચરબી, માંસ, ઈડા, દારૂ, મધ, માખણ, દૂધ, ઘી વગેરેને વેપાર. (૧) વિસવાણિજજ-કેકીન, અફીણ, વછનાગ, સેમલ વગેરે ઝેરી વસ્તુઓને વેપાર. (૧૧) જતપિલમુકમ-તેલ--બીયાં વગેરે પાસવાને ધો. (૧૨) નિબંછણકશ્મ-જાનવરોને ખસી કરવાં, ડામ દેવા વગેરેને ધધ. (૧૩) દવદાણુકર્મ-પર્વત, જંગલ વગેરેમાં દેવ મૂકવાને ધંધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ નવ : [: ૭૫ : ચારિત્રવિચાર (૧) સરદહતલાવસેસણુકશ્મ-સરેવર, ધરા, તળાવ વગેરેનાં પાણી સૂકવવાને ધંધો. (૧૫) અસપિસણુકમ-હિંસક જાનવરોને ઉછેરવાને તથા વેચવાને ધ તેમજ વેશ્યાઓ, દાસીઓ વગેરે રાખીને કુટ્ટણખાનાં ચલાવવાને ધંધે. અનર્થદંડવિરમણ-ત્રત અનર્થદંડવિરમણ વ્રત એટલે આત્મા વિના-પ્રજને દંડાય તેવી પ્રવૃત્તિઓમાંથી અટકી જવાનું વ્રત. તેમાં અપધ્યાન એટલે આદ્રધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરવામાં આવે છે, પ્રમાદ આચરણ એટલે મઘ, વિષય, કષાય (વધારે પડતી) નિદ્રા અને વિકથાને ત્યાગ કરવામાં આવે છે, હિંસાપ્રદાન એટલે જેનાથી હિંસા થાય તેવી વસ્તુઓ બીજાને ન આપવાને ત્યાગ કરવામાં આવે છે અને પાપકર્મોપદેશ એટલે પાપ થાય તે ઉપદેશ કરવાને ત્યાગ કરવામાં આવે છે. વેરીઓનું નિકંદન કાઢે, માછલાં પકડવાને જાળ નાંખે, વાછરડાઓની ખસી કરે વગેરે વચનપ્રયોગોને સમાવેશ પાપકર્મોપદેશમાં થાય છે. સામાયિક-વત સર્વ સાવધ વ્યાપારી છોડીને બે ઘડી સુધી નિરવઘ વ્યાપાર કરે એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરવી તે સામાયિક કહેવાય છે. તેના વડે સમતા કેળવાય છે, તથા મન, વચન અને કાયા પર કાબૂ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ધર્મબંધગ્રંથમાળા : ૭૬ : દેશાવકાશક-ત્રત વતેમાં રાખેલી સામાન્ય મર્યાદાને દૈનિક જીવન પૂરતું સંકેચ કરે તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તેમાં રેજ પ્રાતઃકાળે નીચેની ચૌદ વસ્તુઓને લગતા નિયમે ધારવામાં આવે છેઃ (૧) સચિત્ત વસ્તુ, (૨) દ્રવ્ય, (૩) વિકૃતિ, (૪) ઉપાન, (૫) તંબેલ, (૬) વસ્ત્ર, (૭) કુસુમ-પુષ્પ, (૮) વાહન, (૯) શયન, (૧૦) વિલેપન, (૧૧) બ્રહ્મચર્ય, (૧૨) દિશા, (૧૩) સ્નાન અને (૧૪) ભજન. આઠ સામાયિક અને સવાર સાંજ બે પ્રતિક્રમણ એમ દશ સામાયિક આખા દિવસમાં કરીને દેશાવગાસિક વ્રત કરવાને વ્યવહાર આજે આ દશમા વ્રતમાં પ્રવર્તે છે. પિષધોપવાસ.વ્રત પર્વતિથિ વગેરેના દિવસે પણ આહાર, શરીરસત્કાર, ગૃહવ્યાપાર અને અબ્રહ્મચર્યનો ત્યાગ કરી ચાર પ્રહર અથવા આઠ પ્રહર સુધી સામાયિકની કરણી કરવી તે પૌષધોપવાસ કહેવાય છે. અતિથિસંવિભાગવત પૌષધને ઉત્તરપારણે અતિથિ એટલે સાધુઓને પરમ વિનય પૂર્વક નિર્દોષ વસ્તુઓને સંવિભાગ કરે એટલે કે તેમને શુદ્ધ વસ્તુઓનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. - આ ચારે શિક્ષાવ્રતનું પાલન કરવાથી આત્માને નિરવાનિષ્પાપી જીવન ગાળવાની શિક્ષા તાલીમ મળે છે, જેથી સર્વ વિરતિ ચારિત્ર પાળવાની યોગ્યતા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ નવ : : ૭૭ ? (૪૦) ઉપસંહાર નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધ લેશ્યાથી અલંકૃત, મા અને સ્વભાવમાં સ્થિર એ આત્મા એ જ ચારિ વ્યવહારની દૃષ્ટિએ સંવરની કરણ તે ચારિત્ર છે. જ્યારે ઉત્કૃષ્ટ ત્યાગભાવનાથી કરવામાં આવે છે ત્ય વિરતિ કહેવાય છે અને સામાન્ય ત્યાગભાવનાથી કર છે ત્યારે દેશવિરતિ કહેવાય છે. તેથી મુમુક્ષુ ૨ સંસારથી વિરક્ત બનીને સર્વવિરતિ ચારિત્રને કર ઘટે છે અને તે ન જ બની શકે તે દેશવિરતિ ગ્રહણ કરવું ઘટે છે, પરંતુ ઉભય ચારિત્રથી રા મનુષ્ય ભવ હારી જ યોગ્ય નથી. શાસ્ત્રકારોને અભિપ્રાય છે કે “અળસ્ત નતિ મોજણ નરિ અમોકag.” “જેને ચારિત્રને ગુણ પશેલે મેક્ષ નથી અને જેને મેક્ષ નથી તેને નિર્વાણું , સાથે એ પણ યાદ રાખવું ઘટે છે કે–પિતાથી બ ચારિત્રનું પાલન કરવું અને ન બને તેને માટે ભાવ તથા જેઓ ચારિત્રનું પાલન કરી રહ્યા છે તેમનું કરવું અને તેમના સત્સંગમાં આવી આત્મબલમાં પણ ચારિત્રહીનની સેબતમાં આવી સ્વછંદચારી ધમને સાર ચારિત્ર છે. ચારિત્રનો સાર મેક્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ alchblle boller Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com