SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું : : ૪૯ : ચારિત્રવિચાર ૯ મન, વચન, કાયાથી સચિત્ત પરિગ્રહ રાખે નહિ. રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી અચિત્ત પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખનારને ભલે જાણે નહિ. (૩૫) રાત્રિભૂજન વિરમણ-ત્રત પાંચ મહાવ્રત ધારણ કરનારે રાત્રિભોજનનું પણ સર્વથા વિરમણ કરવાનું હોય છે. એટલે પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભેજનવિરમણ વ્રતથી સર્વવિરતિ ચારિત્રને પ્રારંભ થાય છે. (૩૬) સવાર-સાંજ પ્રતિક્રમણ વ્રત ધારણ ક્ય પછી તેનું પાલન કરવા માટે પૂરેપૂરી કાળજી અને સુદઢ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે, એટલે યતના અને પુરુષાર્થ એ બે વ્રતના પ્રાણ ગણાય છે. આમ છતાં શરતચૂકથી કે અજાણતાં જે વ્રત પાલનમાં કઈ સ્કૂલના થઈ જાય છે તેની નિંદા કરવી ઘટે છે, ગહ કરવી ઘટે છે અને તે માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધ થવું આવશ્યક છે. આ માટે સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવાની ચેજના છે. પ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયમાંથી પાછા ફરવું અને પિતાના મૂળ સ્થાને આવી જવું. આ મહત્વપૂર્ણ આધ્યાત્મિક ક્રિયાનાં મુખ્ય અંગે “છ” છે, તેથી તે પડાવશ્યક પણ કહેવાય છે. આ છ અંગોનાં નામે તથા કામે નીચે મુજબ સમજવા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy