________________
ધમ બોધ-ચંથમાળા
: ૨૩ :
મિથ્યાત્વ સેવવામાં મોજ માણે છે અને તે પ્રકારની ભ્રમણને ભેગ બનવામાં ગૌરવ લે છે, એ શું ઓછું ખેદકારક છે?
જે આ જીવ પોતાના અનુભવેનું તટસ્થતાથી તારણ કાઢે તે તરત જ સમજી શકે એમ છે કે પુદ્ગલનાં નિમિત્તથી ઉત્પન્ન થતાં તમામ સુખે ક્ષણિક છે એટલે કે સ્પર્શનું સુખ સ્પર્શ થાય ત્યાં સુધી જ ટકે છે, રસનું સુખ ખેરાક જીભ પરથી કંઠ સુધી પહોંચે ત્યાં સુધી જ ટકે છે, વાસનું સુખ સુવાસના પરમાણુઓ નાકમાં રહે ત્યાં સુધી જ ટકે છે, રૂપનું સુખ રૂપ નજરે પડે ત્યાં સુધી જ ટકે છે અને શબ્દનું સુખ શબ્દ સંભળાય ત્યાં સુધી જ ટકે છે. વળી એ સુખે ગવાયા પછી તૃપ્તિ કે સંતોષને અનુભવ થવાને બદલે તે પ્રકારનાં વધારે સુખે ભેગવવાની તૃષ્ણા કે લાલસા જાગૃત થાય છે એટલે પરાધીનતાની બેડી ગળામાં નંખાય છે અને એ સુખ જરા પણ થઈને ભેગવાયા કે શીધ્ર ભયંકર પરિણામ લાવે છે.
સ્પર્શ સુખમાં આસક્ત બનેલે હાથી કાદવમાં ખેંચી જાય છે કે અજાડીમાં પડીને જિંદગીભરને ગુલામ બને છે. રસસુખમાં આસક્ત બનેલું માછલું ગલને કાંટે ગળામાં ભરાવાથી શીધ્ર માછીમારના હાથમાં જઈ પડે છે. સુવાસસુખમાં આસક્ત બનેલ ભમરો કમલદલમાં બીડાઈ જાય છે અને સવાર થતાં કમલેની સાથે હાથીઓના ઉદરમાં જઈ પડે છે. રૂપસુખમાં આસક્ત બનેલું પતંગિયું દીવાની ચેતમાં ઝંપલાવે છે અને તરત જ બળીને ખાખ થાય છે. તે જ રીતે શબ્દ સુખમાં આસક્ત બનેલું હરણ પારધિના બાણથી વીંધાઈ પોતાને પ્રાણ ગુમાવે છે.
આ રીતે એક એક વિષયસુખની આસક્તિથી પ્રાણીઓના પ્રાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com