________________
નવમું :
: ૨૨ :
ચારિત્રવિચાર
ખર! આજ સુધી હું અંધારામાં જ આથડ્યો છું, પરંતુ સારું થયું કે આજે આ મહર્ષિને ભેટે થયે અને તેમણે મારી આંખ ખૂલી નાખી.”
રતનિયે ઘેરથી પાછો ફર્યો અને સીધે મહર્ષિના ચરણે પડ્યો. ‘કૃપાળુ! તમારું કહેવું સાચું પડયું, પરંતુ મારું હવે શું થશે? હું મહાપાપી છું, ઘેર અપરાધી છું, માટે મારો હાથ પકડો, મારો ઉદ્ધાર કરો. તમારા સિવાય અન્ય કેઈનું મને શરણ નથી.”
અને મહર્ષિએ રતનિયાને જીવન વિષે સાચી સમજણ આપી તથા તપનું મહત્વ સમજાવી તેને આશ્રય લેવાનું જણાવ્યું. તે પ્રમાણે રતનિયાએ ઘેર તપને આશ્રય લેતાં તેના આત્માની શુદ્ધિ થઈ, તેનું ચારિત્ર નિર્મળ બન્યું અને તે એક મહર્ષિ બચે. તાત્પર્ય કે-કુટુંબીઓ સ્વાર્થનાં સગાં છે અને તેમાંનું કોઈ પણ પાપમાં ભાગીદાર થતું નથી. એટલે પ્રત્યેક મુમુક્ષુએ કુટુંબ માટે અધર્મ ન કરવાનો નિર્ણય કરે ઘટે છે. (૧૪) પગલિક સુખોની અસારતા.
જેમ આત્માને દેહરૂપ માનવે એ અજ્ઞાન છે, જડ વસ્તુઓને “મારી” માનવી એ મિથ્યાત્વ છે અને કાલ્પનિક સગપણુ-સંબંધને સ્થિર માનવાં એ ભ્રમણું છે, તેમ પુદ્ગલનાં નિમિત્તથી ઉત્પન્ન થતાં સુખને વાસ્તવિક સુખ માનવાં એ અજ્ઞાન, મિથ્યાત્વ કે ભ્રમણું જ છે. પરંતુ મેહને વશ થયેલે જીવ
તે પ્રકારનું અજ્ઞાન સેવવામાં આનંદ અનુભવે છે, તે પ્રકારનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com