________________
: ૬૦ :
ચારિત્રવિચાર
સ્વદારાસતાષર્વત સ્વદારાસંતેષ એટલે પરસ્ત્રીને ત્યાગ કરી પિતાની પરિશુત સ્ત્રીમાં જ સંતોષ માને. આ વ્રત ધારણ કરનાર જે રખાત રાખે, વિધવાને ભેગવે કે કુંવારી કન્યા સાથે આ વ્યવહાર રાખે છે એનું વ્રત મલિન થાય. એ કેઈની સ્ત્રી નથી એમ માનીને તેને ભેગવી શકાય નહિ.
પરિગ્રહ પરિમાણવ્રત પરિગ્રહ પરિમાણ વ્રત એટલે માલ-મિલક્તની મર્યાદા કરવાનું વ્રત. તેમાં (૧) ધન, (૨) ધાન્ય, (૩) ક્ષેત્ર (ખેતર-જમીન), (૪) વાસ્તુ (ઘર-હાટ), (૫) રૂપું, (૬) સોનું, (૭) અન્ય ધાતુઓ(નાં વાસણે વગેરે), (૮) દ્વિપદ (નેકર-ચાકર વગેરે) અને (૯) ચતુષ્પદ (ઢેરઢાંખર) એ નવ જતના પરિગ્રહની મર્યાદા નકકી કરવામાં આવે છે. એટલે નક્કી કરેલી મર્યાદાથી ઓછી વસ્તુ રાખી શકાય પણ વધારે વસ્તુ રાખી શકાય નહિ, અમર્યાદિત તૃષ્ણાને ઘટાડીને સંતેષ તરફ વળવાની આ વ્રતમાં સુંદર જોગવાઈ છે.
દિપરિમાણુ-ગ્રત. દિક્પરિમાણ વ્રત એટલે દિશાઓનું પ્રમાણ નક્કી કરતું વ્રત, તેમાં ઊર્વ, અધે અને તિર્યમ્ દિશામાં વધારેમાં વધારે કેટલું દૂર જવું તેની મર્યાદા નક્કી કરવામાં આવે છે. આ જાતની મર્યાદા કરવાથી પ્રાણાતિપાત વિરમણ અને પરિગ્રહપરિમાણને પુષ્ટિ મળે છે. લેભને થોભ નથી અને ક્ષેત્ર અનંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com