________________
': ૧ :
સમ્યક ચારિત્ર (૧) સમ્યફ ચારિત્રનું મહત્વ
ચારિત્રનું મહત્વ પ્રકાશતાં અધ્યાત્મના ઊંડા અનુભવી આર્ય મહર્ષિએ કહે છે કે–
જેમ વહાણને નિયમક જ્ઞાનવાળે હેવા છતાં અનુકૂળ પવન વિના ઈચ્છિત બંદરે પહોંચી શકતું નથી, તેમ જીવ પણ જ્ઞાની હોવા છતાં (સમ્યફ) ચારિત્રસ્પી પવન વિના સિદ્ધિસ્થાનને પામતે નથી.
હે દેવાનુપ્રિય! તું ઘણી મહેનતે મનુષ્યપણું પામે અને કૃતનું આરાધન કરીને જ્ઞાની થયે, પરંતુ જો (સમ્યફ) ચારિત્રથી રહિત થઈશ તે ફરી સંસારમાં ડૂબી જઈશ, કારણ કે ઘણું સારું જાણનારા જ્ઞાનીએ પણ (સમ્યફ) ચારિત્રથી રહિત હોવાનાં કારણે આ સંસારમાં ડૂળ્યા છે.
ઘણું કૃત ભણેલે હોય પણ (સમ્યફ) ચારિત્રથી રહિત હેય તે તેને અજ્ઞાની જ જાણું, કારણ કે તેનું જ્ઞાન શુન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com