________________
નવમું :
ચારિત્રવિચાર
ડાળું તેડી પાડવાની આવશ્યકતા નથી, તેની એક નાની ડાળી જ બસ છે, કારણ કે તેના પર જાંબુ ઘણું છે. ચેથાએ કહ્યું: “મેટી કે નાની ડાળી તેડવાની જરૂર નથી. માત્ર ફળવાળાં લુમખાં જ તોડે એટલે આપણું કામ પત્યું.” પાંચમાએ કહ્યું: “એવું શા માટે? ફળ સાથે પાંદડાં તેડવાની શું જરૂર? માટે ઉપર ચડીને પાકાં જાંબુ જ પાડે.” છઠ્ઠાએ કહ્યું: “અહીં ઘણું જાંબુ પડેલાં છે, તે ઉપર ચડીને નવાં જાંબુ પાડવાની શી જરૂર છે? આપણું કામ ઉદરતૃતિનું છે અને તે એનાથી બરાબર થઈ શકે એમ છે.” આ સાંભળી બધાએ નીચે પડેલાં તાજાં જાંબુ વણી લીધાં અને તેનાથી ઉદરતૃપ્તિ કરી. તાત્પર્ય કે--જીવન ધારણ કરવા માટે બેશુમાર હિંસા અને નિરર્થક પ્રવૃત્તિ એ કૃષ્ણલેશ્યા છે અને હિંસાવિહીન સાથે પ્રવૃત્તિ એ શુકલેશ્યા છે. (૫) શુકલેશ્યાનું સ્વરૂપ.
શાસ્ત્રકાર મહર્ષિઓ શુકલેશ્યાવંતનું ચિત્ર આ રીતે
अट्टरुद्दाणि वजित्ता, धम्मसुक्काणि झायए । पसन्तचित्ते दन्तप्पा, समिए गुत्ते य गुत्तिसु ॥ सरागे वीयरागे वा उवसन्ते जिइन्दिए ।
एयजोगसमाउत्तो, सुकलेसं तु परिणमे ।। (૧) જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એટલે દુઃખ અને હિંસામય વિચારે છોડીને ધર્મ અને શુકલધ્યાન એટલે પવિત્ર અને નિર્મલ વિચાર કરે છે. (૨) જેનું ચિત્ત ગમે તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com