________________
ધમાધચંથમાળા
: પુષ્પ
અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં પણ પ્રસન્ન હોય છે. (૩) જે આત્માનું દમન કરે છે એટલે કે તેને ઉન્માર્ગે જવા દેતું નથી. (૪) જે ઈય, ભાષા, એષણા, આદાન નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓથી--સમ્યફ ક્રિયાઓથી યુક્ત હોય છે. (૫) જે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિથી યુક્ત હોય છે. (૬) જે અત્યંત અ૫રાગી કે વીતરાગી હોય છે. (૭) જેના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે ઉપશાંત થયેલા હોય છે અને (૮) જેની પાંચે ઇઢિયે કાબૂમાં હોય છે. આવા ગુણેથી યુક્તને શુકલલેશ્યાના પરિણામવાળા જાણુ. (૬) મેહનાશની જરૂર. - શુકલેશ્યાનું આ સ્વરૂપ સમ્યફ ચારિત્રનું સંપૂર્ણ ચિત્ર ખડું કરે છે, પણ એ અવસ્થાએ પહોંચવા માટે મેહનો નાશ કરવાની જરૂર છે કે જેના લીધે આ જીવને મિથ્યા ભ્રમણાઓ થાય છે, અસત્ કલ્પનાઓ ઊઠે છે અને સ્વરદે વર્તવાની વૃત્તિ જાગે છે. મોહની આ લીલા સમજવા માટે આપણું પિતાના જીવનનું તેમજ આપણી આસપાસ પથરાયેલા જગતનું ઉઘાડી આંખે નિરીક્ષણ કરવાની જરૂર છે.
વ્યવહારમાં આપણે “હું” અને “મારું” એ બે શબ્દોને ખૂબ જ ઉપયોગ કરીએ છીએ, પણ કદી શાંત ચિત્તે વિચાર કરીએ છીએ ખરા કે “હું કોણ છું? અને કોને મારું માની રહ્યો છું?” આપણે દેહને જ હું માનીને પ્રાયઃ બધે વ્યવહાર ચલાવીએ છીએ, પણ તે આપણી એક ચિરકાલીન ભૂલ છે કે જેવી ભૂલ બકરીઆ સિંહે કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com