SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું : ચારિત્રવિચાર (૭) બકરીઓ સિંહ, એક ભરવાડ વનમાં બકરાં ચારતે હતે, વણરતનું જન્મેલું એક સિંહનું બચ્ચું જોવામાં આવ્યું એટલે તેને ઘેર લાવ્યું અને બકરાનું દૂધ પાઈને મેટું કર્યું. હવે તે સિંહ બકરાંના વાડામાં રહેતા હતા અને જ્યારે બકરાં ચરવા જાય ત્યારે તેમની સાથે ચરવા જતું હતું. ત્યાં તે બકરાંની સાથે જ હરતા-ફરતે, બકરાંની સાથે જ ઊઠતા-બેસતે અને બકરાની સાથે જ ખાતા-પીતે. આમ ઘણું સમય સુધી બકરાંની સેબતમાં રહેવાથી તે સિંહ પિતાને બકરે જ માનતે. હતા અને પિતાને સર્વ જીવન-વ્યવહાર તે મુજબ જ ચલાવતે હતે. એવામાં એક દિવસ વનને બીજે સિંહ ત્યાં આવી. ચડ્યો અને તેણે પિતાના સ્વભાવ મુજબ મેટી ગર્જના કરી. એટલે સઘળાં બકરાં નાસવા લાગ્યાં અને તેમની સાથે પેલે. બકરીઓ સિંહ પણ નાસવા લાગ્યા. એ જોઈને વનના સિંહે કહ્યું કેઃ “અરે ભાઈ! મારી ગર્જનાથી બકરાં તે નાસી જાય, પણ તું કેમ નાસે છે? તું તે મારા જે જ સિંહ છે!” ત્યારે બકરીઓ સિંહ બે કે “તારું કહેવું મિથ્યા છે. હું સિંહ નથી પણ બકરે છું અને તારું ખાજ હોવાથી તારાથી ભય પામીને નાસી જઉં છું.” આ જવાબથી વનને સિંહ સમજી ગયે કે આ સિંહ ઘણા દિવસ સુધી બકરાંના સંગમાં રહ્યો છે તેથી પિતાને બકરા માની બેઠા છે. પરંતુ તેને એ ભ્રમ ભાંગ ઘટે છે. એટલે તેણે કહ્યું કે “ભાઈ ! મારું કહેવું મિથ્યા છે કે સાચું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy