________________
ધમાલ-રાથમાળા
છે. રાજ્યના મેહમાં ફસાયેલે કૃષ્ણરાજ પિતાના તમામ પુત્રનાં અંગ છેદાવી નાખે છે. વિષયમાં લુબ્ધ બનેલી રાણી સૂરિકંતા પિતાના પતિ પ્રદેશ રાજાને ઝેર આપે છે. સિંહાસનના મોહમાં પડેલે કેણિક પિતાના પિતા શ્રેણિકને લેહના પિંજરામાં પૂરે છે. રાજદ્વારી પ્રતિષ્ઠાના મેહથી ઘેરાયેલો ચાણક્ય પિતાના ખાસ મિત્ર પર્વતરાયને જાન લે છે. કીર્તિમેહથી વ્યથિત થયેલે ભરતેશ્વર પિતાના સગાભાઈ બાહુબલિ સાથે ખેતરનાક યુદ્ધ ખેલે છે અને સ્વકાયાના મેહથી કંસરાય પિતાના સર્વ ભાણેજેને જન્મતાં જ મારી નાખવાને હુકમ કરે છે.
- મેહનું મહાતાંડવ કંઈ એટલેથી જ અટક્યું નથી. તે જુદા જુદા સ્વરૂપે સદા-સર્વદા ચાલુ રહ્યું છે અને આપણા આજના જીવનવ્યવહાર સુધી પહોંચ્યું છે. ભાઈ ભાઈનું ગળું ભીંસી રહ્યો છે, બહેન બહેનની બદબઈ કરી રહી છે, પુત્ર પત્નીના પ્રેમમાં પડી માતાને મહાદુઃખ આપી રહ્યો છે, પિતા પિતાના તાનમાં મસ્તાન બની પુત્ર-પરિવારની કંઈ દેખરેખ રાખતે નથી, માલિક નેકર પ્રત્યે હદયહીન બને છે, અને નેકર માલિકનું ગળું રેસવાની પેરવાઈમાં પડ્યો છે. શરાફી લૂંટ, કાળા બજાર, કર્તવ્યહીનતા, કુટિલતા, હરામખેરી, દગા-ફટકા, વિશ્વાસઘાત, છળપ્રપંચ પુર બહારમાં ચાલી રહ્યા છે. એટલે મેહના મહાતાંડવે આ દુનિયાને બરબાદ કરી છે, તેની શાંતિ લુંટી લીધી છે, તેની પવિત્રતા આંચકી લીધી છે અને તેને ઝાંઝવાના નીર તરફ દેડતી કરી છે કે જે દેડને કદી અંત આવે જ નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com